ક્રાઈમખબર

Changodar : બ્લડ પ્લાઝમામાં ‘ઝેર’ ભેળવવાનું ખતરનાક કૃત્ય! ચાંગોદરમાં પોલીસે કેવી રીતે પકડ્યું મોટું રેકેટ

Changodar : મહારાષ્ટ્રથી આવતી ગાડીઓમાં ખેલાતો ‘મોતનો ખેલ’: અમદાવાદ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી

Changodar

અમદાવાદ: માનવતાને શરમાવે તેવી એક ઘટના અમદાવાદના ચાંગોદર વિસ્તારમાંથી સામે આવી છે. જ્યાં લોકોના જીવન બચાવવા માટે વપરાતા બ્લડ પ્લાઝમામાં માત્ર આર્થિક લાલચ માટે ભેળસેળ કરવામાં આવતી હતી. અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. (SOG) એ બાતમીના આધારે આ આખા નેટવર્કનો પર્દાફાશ કરીને મુખ્ય સૂત્રધાર સહિત ૪ આરોપીઓની ધરપકડ કરી છે.

📍 Changodar : કેવી રીતે ચાલતું હતું આ કાળું કારસ્તાન? 🕵️‍♂️

Changodar : આ રેકેટનો મુખ્ય સૂત્રધાર દિનેશભાઈ ઉમાભાઈ ચૌધરી છે, જે અગાઉ ફાર્માસ્યુટીકલ કંપનીમાં બ્લડ પ્લાઝમા કલેક્શન એક્સીક્યુટીવ તરીકે કામ કરી ચૂક્યો છે. તેને પ્લાઝમા વિશેનું પૂરતું જ્ઞાન હતું, જેનો તેણે લોકોના જીવ જોખમમાં મૂકવા માટે દુરુપયોગ કર્યો.

Changodar : ઘટનાની વિગત મુજબ, આરોપી ડ્રાઈવર જીતેન્દ્ર સોલંકી અને રફીક ખલીફા જ્યારે મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી બ્લડ પ્લાઝમા કલેક્ટ કરીને આવતા, ત્યારે કંપનીમાં ડિલીવરી આપતા પહેલા તેઓ ડાયરેક્ટ દિનેશ ચૌધરીના ઘરે જતા હતા. ત્યાં દિનેશ અસલી અને સારી ગુણવત્તાવાળા પ્લાઝમા યુનિટ્સ કાઢી લેતો અને ક્વોન્ટિટી જાળવી રાખવા માટે તેમાં ભેળસેળવાળા પ્લાઝમા ભરી દેતો હતો. ત્યારબાદ આ ભેળસેળિયા યુનિટ્સ ફાર્મા કંપનીમાં સપ્લાય કરવામાં આવતા હતા.

📦 Changodar : પોલીસે શું શું જપ્ત કર્યું? 🚛

એસ.ઓ.જી.ની ટીમે આ ઓપરેશન દરમિયાન લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે:

  • ૧૧૪૦ નંગ બ્લડ પ્લાઝમા યુનિટ (કિંમત આશરે રૂ. ૧૧ લાખ)
  • ડીપ ફ્રીઝર, કેમિકલ બોટલ્સ અને સીલીંગ મશીન
  • મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી
  • કુલ મુદ્દામાલની કિંમત રૂ. ૧૨,૦૬,૦૦૦/- થાય છે.

⚖️ કાયદેસરની કાર્યવાહી 👮‍♂️

Changodar : પોલીસ મહાનિરીક્ષક શ્રી રાધવેન્દ્ર વત્સ અને પોલીસ અધીક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. એસ.એન. રામાણીની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. પી.એન. ગોહિલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Vadodara : પોલીસની અનોખી પહેલ : “નશાને ના, જીવનને હા!” – યુવાધનને બચાવવા મેદાને ખાખી

Ad p

Related posts

Ahmedabad : નકલી BP દવાનો મોટો ખેલ! લખનઉથી ગુજરાત સુધીનું નેટવર્ક ઝડપાયું, 3 આરોપી જેલભેગા

SAHAJANAND RAJPUT

Sachet App : આપત્તિમાં ઇન્ટરનેટ વિના પણ જીવ બચાવશે ‘સચેત’ એપ્લિકેશન

SAHAJANAND RAJPUT

ખેડા : સગીરા પર 9 નરાધમોનો 3 વર્ષ સુધી પશુ જેવો અત્યાચાર, બ્લેકમેલિંગની ચોંકાવનારી કહાની

SAHAJANAND RAJPUT

Leave a Comment