ક્રાઈમખબર

સાણંદ : ‘રીક્ષા ગેંગ’નો આતંક ખતમ, વૃદ્ધોને નિશાન બનાવતી મહિલા સહિતની ટોળકી ઝડપાઈ, ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

સાણંદમાં ‘રીક્ષા ગેંગ’નો આતંક ખતમ: વૃદ્ધોને લૂંટતી મહિલા સહિતની ટોળકી પાંજરે પુરાઈ, ૧૮ ગુના કરનારો સાગરીત પકડાયો, છરી બતાવી લૂંટનાર ગેંગને સાણંદ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધી

સાણંદ લૂંટ

સાણંદ : સાણંદ પોલીસે એક એવી ખતરનાક ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે જે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને નિર્દોષ વૃદ્ધોને પોતાનો શિકાર બનાવતી હતી. આ ગેંગે તાજેતરમાં જ એક વૃદ્ધને છરી બતાવી તેમના સોનાના બટન લૂંટી લીધા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે આખી ગેંગ હવે જેલ ભેગી થઈ છે.

🔪 સાણંદ : છરી બતાવી ખંખેરી લીધા હતા ૧ લાખના સોનાના બટન

ઘટનાની વિગત એવી છે કે ગત ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ એક વૃદ્ધ બા્ળા રોડ પરથી ચાલીને જઈ રહ્યા હતા. આ સમયે એક સી.એન.જી. રિક્ષા તેમની પાસે આવી હતી. રિક્ષામાં સવાર શખ્સોએ વૃદ્ધને રિક્ષામાં બેસાડ્યા અને થોડે દૂર જઈને અચાનક અસલી રૂપ બતાવ્યું હતું.

સાણંદ લૂંટારુ ટોળકી

આરોપીઓએ વૃદ્ધને છરી બતાવી અને શરીરે ઢીંકા-પાટુનો માર મારીને તેમના શર્ટમાં લગાવેલા એક તોલાના સોનાના ૪ બટન (કિંમત આશરે રૂ. ૧,૦૦,૦૦૦/-) લૂંટીને ફરાર થઈ ગયા હતા.

સાણંદ

🚔🎖️ સાણંદ પોલીસની બાહોશ ટીમની સરાહનીય કામગીરી

સાણંદ : આ ગંભીર ગુનાની જાણ થતા જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ અને સાણંદ ડીવાયએસપી નીલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.ટી. ગોહિલ અને તેમની સર્વેલન્સ ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ સફળ ઓપરેશનમાં આ.પો.કો. કુલદીપસિંહ વજુભા (બ.નં. ૧૩૮) ને મળેલી સચોટ બાતમી કીમતી સાબિત થઈ હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ ગેંગ રિક્ષા લઈને ફરી રહી છે. પોલીસે ટ્રેપ ગોઠવીને ત્રણ પુરુષ અને એક મહિલા સહિત કુલ ૪ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

સાણંદ

🕵️‍♂️ જાણો કોણ છે આ રિક્ષા ગેંગના સભ્યો?

પોલીસે આ ગેંગ પાસેથી લૂંટમાં ગયેલા સોનાના બટન, રિક્ષા (નંબર GJ-01-TK-1346) અને ૫ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૩,૧૧,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે:

સાણંદ
  1. પ્રકાશ ઉર્ફે જાડિયો ઉર્ફે બટકો પટણી: આ શખ્સ ગેંગનો મુખ્ય સાગરીત છે અને તેની સામે અગાઉ ગાંધીનગર, પાટણ, સાબરમતી અને નારોડા સહિતના વિસ્તારોમાં ૧૮ જેટલા ગુના નોંધાયેલા છે.
  2. દિલીપ દેવુભાઇ જખવાડીયા: આ આરોપી પણ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
  3. વિજયભાઇ ફૂલજીભાઇ પટણી: રહે. સરસપુર, અમદાવાદ.
  4. પુનમબેન જંદાડા: ગેંગની મહિલા સભ્ય, જે પેસેન્જર તરીકે બેસીને લોકોનો વિશ્વાસ જીતવાનું કામ કરતી હતી.

🚨 અન્ય ગુનાઓની પણ કબૂલાત

સાણંદ : પોલીસની કડક પૂછપરછમાં આ ગેંગે કબૂલાત કરી છે કે તેઓએ અગાઉ બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ રીતે એક વ્યક્તિને નિશાન બનાવી રૂ. ૧૨,૦૦૦/- ની લૂંટ ચલાવી હતી. આ ગેંગ સંગઠિત રીતે ગુના આચરતી હોવાથી પોલીસે હવે તેમની વધુ તપાસ હાથ ધરી છે કે તેમણે અન્ય કેટલા વૃદ્ધોને નિશાન બનાવ્યા છે.

સાણંદ

સાવચેતીનો સંદેશ: સાણંદ પોલીસની આ કામગીરીથી સીનીયર સીટીઝનોમાં રાહતની લાગણી ફેલાઈ છે, પરંતુ અજાણી રિક્ષામાં બેસતી વખતે અને અજાણ્યા પેસેન્જરો પર વિશ્વાસ કરતા પહેલા સાવચેત રહેવું ખૂબ જરૂરી છે.

LCB અમદાવાદ : સુતેલા ખેડૂતોના કાન કાપી દાગીના લૂંટતી ‘ક્રૂર ગેંગ’ ઝડપાઈ: અમદાવાદ ગ્રામ્ય LCBનો સપાટો

Related posts

AAP માં મોટો ભૂકંપ: રાઘવ ચઢ્ઢાએ ઝાડુ છોડી કેસરીયો ધારણ કર્યો, કેજરીવાલના ગઢમાં મોટું ગાબડું

SAHAJANAND RAJPUT

અગ્નિ 5 : MIRV ટેકનોલોજી સાથે અગ્નિ મિસાઈલનું સફળ પરીક્ષણ, દુનિયા સ્તબ્ધ

SAHAJANAND RAJPUT

અદાણીનો ધડાકો : ઔદ્યોગિક ગેસના ભાવમાં ₹37નો ઘટાડો

SAHAJANAND RAJPUT

Leave a Comment