ક્રાઈમખબર

CID ક્રાઈમ : પાલનપુર હાઈવે પર CID ક્રાઈમનો સપાટો: ₹7 લાખના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા!

CID ક્રાઈમ : પાલનપુર હાઈવે પર CID ક્રાઈમનો સપાટો: ₹7 લાખના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા!પાલનપુર હાઈવે પર હાઈવોલ્ટેજ ડ્રામા: મહાદેવ હોટલ પાસે નાકાબંધી અને ડ્રગ્સ માફિયાઓ ‘ક્લીન બોલ્ડ’!

CID ક્રાઈમ

બનાસકાંઠા: ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. તેવામાં પાલનપુર વિસ્તારમાં સી.આઈ.ડી. ક્રાઈમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (A.N.T.F) ને એક મોટી સફળતા મળી છે. પાલનપુર-જગાણા હાઈવે પર લાખોની કિંમતના નશીલા પદાર્થ સાથે બે શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે.

CID ક્રાઈમ : ગુપ્ત બાતમી અને ફિલ્મી ઢબે ઓપરેશન

સી.આઈ.ડી. ક્રાઈમને ચોક્કસ બાતમી મળી હતી કે પાલનપુર હાઈવે પરથી નશીલા પદાર્થોની હેરાફેરી થવાની છે. આ બાતમીના આધારે એસ.પી. લોકેશ યાદવ અને ડીવાયએસપી એસ. જે. બલોચના માર્ગદર્શન હેઠળ પોલીસે જગાણા હાઈવે પર મહાદેવ હોટલ અને છોગા ઢાબા પાસે વોચ ગોઠવી હતી.

નાકાબંધી દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલ (નંબર RJ-46-SL-6831) આવતા પોલીસે તેને અટકાવી હતી. બાઈક પર સવાર બે યુવકોની પૂછપરછ અને તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેમની પાસેથી મેફેડ્રોન (M.D.) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. .

CID ક્રાઈમ

CID ક્રાઈમ : કોણ છે આ ડ્રગ્સના સોદાગરો?

CID ક્રાઈમ : પોલીસના સકંજામાં આવેલા બંને આરોપીઓ પાડોશી રાજ્ય રાજસ્થાનના રહેવાસી છે:

CID ક્રાઈમ
  1. ઈરફાનખાન આયુખાન મોયલા (ઉંમર ૨૦): રહે. દઈપુર, તા. રાણીવાડા, જિ. ઝાલોર.
  2. સુખદેવભાઈ ઉર્ફે સુખો વગતારામ ચૌધરી (ઉંમર ૨૭): રહે. ગોંગ, તા. રાણીવાડા, જિ. ઝાલોર.

આ બંને યુવકો આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા, તે દિશામાં હવે પોલીસે તપાસ તેજ કરી છે.

CID ક્રાઈમ

CID ક્રાઈમ : ₹7.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

પોલીસે આ કાર્યવાહીમાં માત્ર ડ્રગ્સ જ નહીં પણ અન્ય સામાન પણ જપ્ત કર્યો છે:

CID ક્રાઈમ
  • મેફેડ્રોન ડ્રગ્સ: 232 ગ્રામ (કિંમત ₹6,96,000)
  • મોટરસાયકલ: ₹50,000 ની કિંમતનું એક બાઈક
  • મોબાઈલ: ₹10,000 ના 3 ફોન
  • રોકડ: ₹780
  • કુલ મુદ્દામાલ: ₹7,56,780

CID ક્રાઈમ : કાયદાનો ગાળિયો કસાયો

CID ક્રાઈમ

CID ક્રાઈમ : આરોપીઓ વિરુદ્ધ NDPS Act 1985 ની કલમ 8(C), 22(C), 25 અને 29 હેઠળ ગુનો નોંધી લેવામાં આવ્યો છે. આ સમગ્ર ઓપરેશનમાં એ.એન.ટી.એફ.ના પી.આઈ. આર.વી. પટેલ, પી.એસ.આઈ. કે.એમ. વડનગરા અને તેમની ટીમની મહત્વની ભૂમિકા રહી છે. હાલ આ કેસની વધુ તપાસ પાલનપુર યુનિટના પોલીસ ઈન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે.

CID ક્રાઈમ

પાલનપુરમાં થયેલી આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા મથી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચ : વેજલપુરમાં ઝડપાયો ‘ગાંજાનો સોદાગર’, ૧૨ કિલો નશાનો જથ્થો જપ્ત

Related posts

US Iran War : શું ભારતનું ખિસ્સું ખાલી થશે? અમેરિકા-ઈરાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા

SAHAJANAND RAJPUT

અખિલેશના મુસ્લિમ તુષ્ટિકરણ પર અમિત શાહની ‘સર્જિકલ સ્ટ્રઈક’, “ધર્મના આધારે અનામત નહીં મળે”

SAHAJANAND RAJPUT

ચપરાસી કે કરોડપતિ ? 3 પત્નીઓ, સાસુ અને સાળીના ખાતામાં નાખ્યા 8 કરોડ! આખું પરિવાર કૌભાંડમાં ઉતાર્યું

SAHAJANAND RAJPUT

Leave a Comment