ખબરતંત્રી વિમર્શવૈશ્વિક

સેવા તીર્થ : ‘સત્તા’ નહીં હવે ‘સેવા’નું સરનામું : PM મોદીએ દેશને અર્પણ કર્યું નવું PMO ‘સેવા તીર્થ’

સેવા તીર્થ : ‘સત્તા’ નહીં હવે ‘સેવા’નું સરનામું : PM મોદીએ દેશને અર્પણ કર્યું નવું PMO ‘સેવા તીર્થ’, પ્રથમ દિવસે જ લીધા જનહિતના મોટા નિર્ણય.

સેવા તીર્થ : ભારતની રાજધાની દિલ્હીમાં આજે એક નવો ઈતિહાસ રચાયો છે. 13 ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે માત્ર એક તારીખ નથી, પણ એક એવી ક્ષણ બની ગઈ છે જે વસાહતી માનસિકતામાંથી મુક્તિ અને આધુનિક ભારતના ઉદયનું પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સેન્ટ્રલ વિસ્ટા કોમ્પ્લેક્સમાં સ્થિત વડાપ્રધાન કાર્યાલય (PMO)ના નવા ભવન ‘સેવા તીર્થ’ નું ઉદ્ઘાટન કર્યું છે.

સેવા તીર્થ : આ ઉદ્ઘાટન તે જ દિવસે થયું છે, જે દિવસે એટલે કે 13 ફેબ્રુઆરી 1931માં બ્રિટિશરોએ નવી દિલ્હીને ભારતની રાજધાની તરીકે જાહેર કરી હતી. બરાબર 95 વર્ષ બાદ પીએમ મોદીએ સાઉથ બ્લોકની બ્રિટિશકાળની ઈમારતમાંથી પીએમઓ ખસેડીને ભારતને પોતાનું આધુનિક અને ભવિષ્યવાદી વહીવટી કેન્દ્ર આપ્યું છે.

સેવા તીર્થ

સેવા તીર્થ : શા માટે આ ભવનનું નામ ‘સેવા તીર્થ’ રાખવામાં આવ્યું?

સેવા તીર્થ : સરકારના મતે, આ નામ માત્ર એક સરનામું નથી પણ શાસનની ફિલોસોફીમાં આવેલો મોટો બદલાવ છે. અત્યાર સુધી જે ઈમારત સત્તાનું કેન્દ્ર ગણાતી હતી, તેને હવે ‘સેવા તીર્થ’ નામ આપીને ‘સત્તાથી સેવા’ તરફનો માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યો છે. ‘તીર્થ’ શબ્દ પવિત્રતા અને સમર્પણ દર્શાવે છે, જે સૂચવે છે કે વહીવટી તંત્ર નાગરિકો માટે જવાબદાર અને સુલભ રહેશે. આ ભવનની દીવાલ પર ‘નાગરિકો દેવો ભવ:’ (નાગરિકો ભગવાન સમાન છે) સૂત્ર પણ અંકિત કરવામાં આવ્યું છે.

3 12

નવા PMO ‘સેવા તીર્થ’ની અદભૂત ખાસિયતો

સેવા તીર્થ : સેવા તીર્થ એ કોઈ સામાન્ય ઓફિસ નથી, પણ આધુનિક ટેકનોલોજી અને ભારતીય સંસ્કૃતિનું સંગમ છે.

1. એકીકૃત શાસન વ્યવસ્થા: અત્યાર સુધી PMO, કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSCS) અલગ-અલગ જગ્યાએ કાર્યરત હતા. હવે આ ત્રણેય મહત્વની સંસ્થાઓ એક જ છત નીચે કામ કરશે, જેનાથી સંકલન ઝડપી બનશે.

6 11

2. ઈન્ડિયા હાઉસ: આ કોમ્પ્લેક્સમાં ‘ઈન્ડિયા હાઉસ’ નામનું સ્ટેટ-ઓફ-ધ-આર્ટ કોન્ફરન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં વિદેશી નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો થશે.

3. ગ્રીન અને સુરક્ષિત ભવન: આ ઈમારત 4-સ્ટાર GRIHA રેટિંગ ધરાવે છે, જે પર્યાવરણને અનુકૂળ છે. તે ભૂકંપ પ્રતિરોધક છે અને અત્યાધુનિક સાયબર સુરક્ષા તેમજ સ્માર્ટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે.

7 11

4. ઓપન ઓફિસ કલ્ચર: બ્રિટિશકાળના બંધ ઓરડાઓને બદલે અહીં ઓપન ફ્લોર પ્લાન્સ અને શેર કરેલી વર્કસ્પેસ છે, જે અધિકારીઓ વચ્ચે વધુ સંવાદ અને પારદર્શિતા લાવશે.

પ્રથમ દિવસે જ પીએમ મોદીના ધડાધડ નિર્ણયો

નવા કાર્યાલયમાં પ્રવેશતાની સાથે જ વડાપ્રધાને ‘સેવા’ના ભાવ સાથે અનેક મહત્વની ફાઈલો પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં નીચે મુજબના મુખ્ય નિર્ણયો લેવાયા છે:

સેવા તીર્થ

PM RAHAT સ્કીમની શરૂઆત: માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા પીડિતો માટે 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવારની મંજૂરી આપવામાં આવી છે.

લખપતિ દીદીનો નવો લક્ષ્યાંક: સરકાર દ્વારા ‘લખપતિ દીદી’ યોજનાનો લક્ષ્યાંક 3 કરોડથી વધારીને 6 કરોડ મહિલાઓ સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

3 13

ખેડૂતો અને સ્ટાર્ટઅપ્સ માટે ફંડ: એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને વધારીને 2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0 માટે 10,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

નામો થકી આકંક્ષાઓનું પરિવર્તન: ગુલામીના પ્રતીકોનો અંત

13 6

સેવા તીર્થ : 2014 થી મોદી સરકાર સતત બ્રિટિશકાળના નામો બદલીને ભારતીયતા તરફ ડગ માંડી રહી છે. આ ક્રમમાં નવા ફેરફારો આ મુજબ છે:

સાઉથ બ્લોક હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે.

સેન્ટ્રલ સેક્રેટરીએટ હવે કર્તવ્ય ભવન કહેવાશે.

12 9

રાજપથ પહેલાથી જ કર્તવ્ય પથ બની ચૂક્યું છે.

રેસ કોર્સ રોડ હવે લોક કલ્યાણ માર્ગ છે.

સેવા તીર્થ : જૂની ઈમારતોનું શું થશે?

18 2

બ્રિટિશ આર્કિટેક્ટ હર્બર્ટ બેકર દ્વારા તૈયાર કરાયેલા નોર્થ અને સાઉથ બ્લોકને હવે ‘યુગે યુગીન ભારત નેશનલ મ્યુઝિયમ’ માં ફેરવવામાં આવશે. આ દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ હશે, જેમાં ભારતનો હજારો વર્ષ જૂનો ઈતિહાસ અને સંસ્કૃતિ પ્રદર્શિત કરવામાં આવશે.

19 2

ફલશ્રૃતિ

સેવા તીર્થ’નું ઉદ્ઘાટન માત્ર નવી ઓફિસમાં સ્થળાંતર નથી, પણ 21મી સદીના આત્મનિર્ભર ભારતની નવી ઓળખ છે. સરકારનો દાવો છે કે આનાથી વહીવટી કાર્યક્ષમતા વધશે અને સામાન્ય નાગરિકો માટે કામકાજ વધુ સરળ બનશે. આ ભવ્ય ભવન ભારતની લોકશાહીની ગરિમા અને ભવિષ્યની આકાંક્ષાઓનું જીવંત ઉદાહરણ છે.

10 10

શું તમે આ પણ જાણો છો?

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 100 રૂપિયાનો સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો છે, જે ભરતવર્ષના નાગરિકોને આ ઐતિહાસિક દિવસની યાદ અપાવતો રહેશે.

અંબાજી શક્તિ કોરિડોર : અંબાજી ધામની કાયાપલટ: ₹૧૬૩૨ કરોડના ‘શક્તિ કોરિડોર’થી વિશ્વકક્ષાનું પ્રવાસન કેન્દ્ર બનશે આરાસુર

Chhangurbaba, “લવ જેહાદ ફેક્ટરી” ના CEO જમાલુદ્દિન ઉર્ફે છાંગુરબાબા

Related posts

ઈરાન ઇઝરાયેલ જંગ : શું આ 1400 વર્ષ જૂના શિયા-સુન્ની સંઘર્ષનું નવું પ્રકરણ..?

SAHAJANAND RAJPUT

પાકિસ્તાનને મોટો ઝટકો! UAE એ મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે $2 બિલિયનની લોન તાત્કાલિક પરત માંગી

SAHAJANAND RAJPUT

Egg Therapy : બંગાળમાં નેતાઓ પર ફેંકાતા ઈંડાના ભાવમાં ભડકો, ખાવા કરતા ફેંકવામાં વધુ વપરાશ

SAHAJANAND RAJPUT

Leave a Comment