ખબરવૈશ્વિક

અમેરિકા ઈરાન વચ્ચે ‘મહાયુદ્ધ’ કે ‘મહાસંધિ’.?

અમેરિકા ઈરાન સંધર્ષ : વિશ્વ અત્યારે ૨૦૨૬ના એવા નાજુક વળાંક પર ઉભું છે જ્યાં મધ્ય પૂર્વમાં લાગેલી આગ આખી દુનિયાને લપેટમાં લઈ શકે તેમ છે. એક તરફ શાંતિ માટે ઓમાનના મસ્કતમાં વાટાઘાટો ચાલી રહી છે, તો બીજી તરફ યુદ્ધના નગારા વાગી રહ્યા છે. ફેબ્રુઆરીના આ શરૂઆતના દિવસોમાં તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે વધતો જતો તણાવ માત્ર બે દેશો પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે વૈશ્વિક અર્થતંત્ર અને શાંતિ માટે ગંભીર ખતરો બની ગયો છે.

અમેરિકા ઈરાન સંધર્ષ : નેતન્યાહુ-ટ્રમ્પ મુલાકાત: શું ઇઝરાયેલ અમેરિકાને યુદ્ધ તરફ ધકેલશે?

અમેરિકા ઈરાન સંધર્ષ : તાજી વિગતો મુજબ, ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. નેતન્યાહુનો આગ્રહ છે કે ઈરાન સાથેની કોઈપણ વાતચીત માત્ર પરમાણુ મુદ્દા પૂરતી સીમિત ન રહેવી જોઈએ. તેઓ ઈચ્છે છે કે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ અને તેના સશસ્ત્ર જૂથો (પ્રોક્સીઝ) ખાસ કરીને હુતી, હિઝબુલ્લા અને હમાસ ને ઈરાન દ્વારા કરાતી મદદ પર પણ કાયમી રોક લગાવવામાં આવે. ઈઝરાયેલ માને છે કે જો ઈરાન પાસે મિસાઈલો રહેશે તો મધ્ય પૂર્વમાં ઈઝરાયેલની સૈન્ય શ્રેષ્ઠતા અને કેટલાક અંશે તેનું અસ્તિત્વ જોખમાશે. બીજી તરફ, તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાનનું માનવું છે કે નેતન્યાહુ ટ્રમ્પ પર ઈરાન વિરુદ્ધ આકરા સૈન્ય પગલાં લેવા માટે દબાણ કરી શકે છે.

અમેરિકા ઈરાન

અમેરિકા ઈરાન સંધર્ષ : ઓમાનમાં મંત્રણાની મેજ પર સૈન્ય કમાન્ડરો

અમેરિકા ઈરાન સંધર્ષ : શાંતિના પ્રયાસોના ભાગરૂપે ૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ મસ્કતમાં અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ . આ બેઠકમાં પ્રથમ વખત અમેરિકાના ટોચના સૈન્ય કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપર પણ હાજર હતા, જે એક સીધો સંદેશ હતો કે મંત્રણા ‘બંદૂકની અણીએ’ થઈ રહી છે. ઈરાને આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી કે ધમકીભર્યા વાતાવરણમાં મંત્રણા શક્ય નથી . ટ્રમ્પે આ મંત્રણાને “ખૂબ સારી” ગણાવી છે, પરંતુ સાથે જ ચેતવણી આપી છે કે જો સમજૂતી એટલે કે ટ્રમ્પની ભાષામાં ડીલ નહીં થાય તો પરિણામ ભયંકર આવશે.

5 12

અમેરિકા ઈરાન સંધર્ષ : ઈરાનની આંતરિક અસ્થિરતા અને નબળઈ : સુધારાવાદી નેતાઓની ધરપકડ

અમેરિકા ઈરાન સંધર્ષ : બહારના દબાણની સાથે ઈરાન અંદરથી પણ સળગી રહ્યું છે. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ઈરાની સત્તાવાળાઓએ આઝર મન્સૂરી અને ઈબ્રાહિમ અસગરઝાદેહ જેવા અનેક જાણીતા સુધારાવાદી નેતાઓની ધરપકડ કરી છે. તેમના પર રાજકીય વિભાજન ઉભું કરવાનો અને દુશ્મન દેશોના પ્રચાર સાથે તાલ મિલાવવાનો આરોપ છે. આ ઉપરાંત, નોબેલ વિજેતા નર્ગિસ મોહમ્મદીને જેલમાં વધુ સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. દેશના તમામ ૩૧ પ્રાંતોમાં આર્થિક પતનને કારણે જનતા રસ્તા પર છે, જેનાથી ઈરાની શાસન ભયભીત છે.

અમેરિકા ઈરાન

અમેરિકા ઈરાન સંધર્ષ : આર્થિક પતન છતાં પરમાણુ જીદ

અમેરિકા ઈરાન સંધર્ષ : ઈરાની ચલણ ‘રિયાલ’ અત્યારે ઇતિહાસના સૌથી નીચલા સ્તરે એટલે કે ડોલર સામે ૧૪ લાખ પર પહોંચી ગયું છે. મોંઘવારી ૭૨ ટકા એ પહોંચી છે અને ઈન્ટરનેટ પરના પ્રતિબંધોને કારણે અર્થતંત્રને રોજનું ૩૭ મિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. આ સ્થિતિ હોવા છતાં, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે પરમાણુ સંવર્ધન (Enrichment) પર સંપૂર્ણ પ્રતિબંધ સ્વીકારશે નહીં. તેહરાન ત્રણ વર્ષ માટે સંવર્ધન રોકવા અને તેના પરમાણુ બળતણને વિદેશ મોકલવાના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે, પરંતુ તેના મિસાઈલ પ્રોગ્રામને તે ‘રેડ લાઈન’ ગણાવે છે.

6 10

અમેરિકા ઈરાન સંધર્ષ : સૈન્ય સજ્જતા : મહાયુદ્ધના ભણકારા?

અમેરિકા ઈરાન સંધર્ષ : ૧૦ ફેબ્રુઆરી ના સેટેલાઈટ ફોટા દર્શાવે છે કે અમેરિકાએ કતારના અલ-ઉદેદ એર બેઝ પર મોબાઈલ મિસાઈલ લોન્ચર્સ તૈનાત કર્યા છે, જે ઝડપી હુમલા માટે તૈયાર છે. અરબી સમુદ્રમાં યુએસએસ અબ્રાહમ લિંકન વિમાનવાહક જહાજ પણ સતર્ક છે. ઈરાનના વિદેશ મંત્રી અરાગચીએ ૮ ફેબ્રુઆરી ના રોજ ખુલ્લી ધમકી આપી છે કે જો અમેરિકા હુમલો કરશે, તો ઈરાન મધ્ય પૂર્વમાં આવેલા તમામ અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવશે.

7 10

અમેરિકા ઈરાન સંધર્ષ : તુર્કીનો આશાવાદ અને ભારત પર અસર

અમેરિકા ઈરાન સંધર્ષ : તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાને ૧૨ ફેબ્રુઆરી ના રોજ એક ઈન્ટરવ્યુમાં આશાવાદ વ્યક્ત કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન શક્ય છે. તેમણે કહ્યું કે ઈરાન હવે સમજી ગયું છે કે તેને અમેરિકા સાથે ડીલની જરૂર છે, અને અમેરિકાએ પણ સમજવું પડશે કે ઈરાનની કેટલીક મર્યાદાઓ છે.

9 11

અમેરિકા ઈરાન સંધર્ષ : ભારત માટે આ સમય ‘વેઈટ એન્ડ વોચ’ (થોભો અને રાહ જુઓ) નો છે. જો યુદ્ધ ફાટી નીકળે તો ભારતનો ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ જોખમમાં મુકાઈ શકે છે અને તેલના ભાવમાં થયેલો ઉછાળો ભારતીય બજાર પર વિપરીત અશરો પેદા કરી શકે છે.

10 8

અમેરિકા ઈરાન સંધર્ષ : ફેબ્રુઆરી ૨૦૨૬નો આ મહિનો નક્કી કરશે કે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપાશે કે પછી એક ભયાનક વિનાશ થશે. મસ્કતની મંત્રણાઓ માત્ર સમય હાંસલ કરવા માટે છે કે કોઈ નક્કર ઉકેલ માટે, તે તો આગામી સપ્તાહમાં જ ખબર પડશે. પણ અત્યારે તો દુનિયા એક વિસ્ફોટક સ્થિતિ પર બેઠી છે.

અમેરિકા ઈરાન વચ્ચે ‘મહાયુદ્ધ’ કે ‘મહાસંધિ’.?
અમેરિકા ઈરાન વચ્ચે ‘મહાયુદ્ધ’ કે ‘મહાસંધિ’.?

વિશ્વ એક વિસ્ફોટક પરિસ્થિતિ પર બેઠું છે. આગામી થોડા દિવસો નક્કી કરશે શાંતિનો માર્ગ ખુલશે કે વિનાશનો?

સોમનાથ સ્વાભિમાન પર્વ : સુવર્ણ વૈભવ સાથે પુનઃસ્થાપિત થતી ભારતની અમર આસ્થા

કસાબ વિશે આ શાંભળ્યુ છે…? 26-11 ના હુમલા પર અમદાવાદના રીપોર્ટરનું રીપોર્ટિંગ । Vimarsh ।

Related posts

મુંબઈ : રમકડાની કારથી બ્લાસ્ટ કરવાનું ભયાનક કાવતરું: દિલ્હી પોલીસ અને ATS એ બે આતંકી ઝડપી લીધા

SAHAJANAND RAJPUT

Ahmedabad : અમદાવાદ બનશે ‘Zero Fatality District’? અકસ્માત મોત રોકવા સરકારનો મોટો પ્લાન

SAHAJANAND RAJPUT

રિક્ષામાં નજર ચૂકવી ઘરેણાં ચોરતી દાણીલીમડાની ગેંગ ઝડપાઈ, ₹2.87 લાખનો મુદ્દામાલ જપ્ત

SAHAJANAND RAJPUT

Leave a Comment