
⚠️ Illegal Infiltration : યુરોપમાં સળગતી જ્વાળા અને ભારત માટે લાલબત્તી
Illegal Infiltration : આજે ફ્રાન્સ સહિત અડધા ડઝન યુરોપીય દેશોમાં હિંસા, લૂંટ અને આગજણીનું વિષચક્ર ચાલી રહ્યું છે. માત્ર પાંચ જ વર્ષમાં પાંચ લાખ પ્રવાસીઓના આગમનથી ફ્રાન્સની આખી સામાજિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આ કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ અનિયંત્રિત સ્થળાંતર, સાંસ્કૃતિક વિસંગતતા અને વિરોધી વિચારધારા ધરાવતો સમાંતર સમાજ ઊભા થવાનું પરિણામ છે. સત્તાલોલુપ વામપંથીઓએ “વિવિધતા” અને “માનવતા”ના નામે આ તત્વોને રક્ષણ આપ્યું અને જીહાદી જૂથોએ તેનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવ્યો. યુરોપના બાન્લ્યુ વિસ્તારોમાં ઊભા થયેલા આ સમાંતર સમાજો આજે રાષ્ટ્રીય અસ્મિતાને કોરી ખાવાનું કામ કરી રહ્યા છે.
📉 Illegal Infiltration : ભારતમાં ૨ થી ૫ કરોડ ઘુસણખોરો અને જનસાંખ્યિકી બદલાવ
Illegal Infiltration : જો આપણે વિચારતા હોઈએ કે આ સમસ્યા માત્ર યુરોપ પૂરતી સીમિત છે, તો તે આપણી મોટી ભૂલ છે. ભારત-બાંગ્લાદેશની અસુરક્ષિત સરહદોમાંથી દાયકાઓથી ગેરકાયદે ઘુસણખોરી થઈ રહી છે, અને અંદાજે બે થી પાંચ કરોડ ગેરકાયદે વસવાટીઓ ભારતમાં ઘૂસી ચૂક્યા હોવાના દાવા થાય છે. પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા જેવા સીમાવર્તી રાજ્યોમાં વસ્તીનું સમીકરણ જ બદલાઈ ગયું છે. BSF દર વર્ષે હજારો લોકોને પાછા ધકેલે છે છતાં આ પ્રવાહ અટકતો નથી. આ માત્ર રોજી-રોટી માટેનું આર્થિક સ્થળાંતર નથી, પરંતુ ભારતનું ડેમોગ્રાફી અને સાંસ્કૃતિક માળખું બદલવાનું સુનિયોજિત શસ્ત્ર છે.
રોજગારી કે જીવનસ્તર સુધારવા માટે કરાતુ સ્થળાંતર સહકાર, સમૃદ્ધી અને સુખાકારીમાં વધારો કરે છે. જ્યારે માન્યતા, વિચારધારા કે પંથને સ્થાપિત કરવા થતા સ્થળાંતરોના પરિણામોની વિધ્વંસક અશરો વિશ્વ વારંવાર અનુભવી ચૂક્યુ છે.
🔍 NCRBના આંકડા અને નકલી દસ્તાવેજોનું મોટું નેટવર્ક
Illegal Infiltration : ગેરકાયદે ઘુસણખોરી માત્ર વસ્તી વધારતી નથી, પરંતુ દેશની ગુનાખોરી અને સુરક્ષા માટે પણ મોટો ખતરો બને છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના 2024ના તાજેતરના આંકડા મુજબ, વિદેશી નાગરિકો વિરુદ્ધ નોંધાયેલા કેસોમાં બાંગ્લાદેશી નાગરિકો સૌથી વધુ 3,091 કેસોમાં આરોપી છે. તેમાં પણ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૯૯૨ કેસ વિદેશીઓ સામે નોંધાયા છે. આ લોકો માત્ર પાસપોર્ટ કે ફોરેનર્સ એક્ટના ભંગમાં જ નહીં, પરંતુ ચોરી, છેતરપિંડી, જાળસાજી અને દેશભરમાં નોંધાયેલા 45 હત્યાના કેસોમાં પણ સંડોવાયેલા છે. આસામ અને બંગાળમાં ગાયોની તસ્કરી, ડ્રગ્સ અને માનવ તસ્કરીના કિસ્સા સામે આવ્યા છે. દિલ્હી જેવા મહાનગરોમાં નકલી આધાર, પાન કાર્ડ અને મતદાર કાર્ડ બનાવીને ઘુસણખોરો જમાવટો કરી બેઠા છે, જેના તાર કેટલાક કિસ્સાઓમાં આતંકવાદી નેટવર્ક સુધી પણ જોડાયેલા છે.
🛑 વોટબેંકનું રાજકારણ અને આખરી ચેતવણી
Illegal Infiltration : આ સમગ્ર ખેલ પાછળ સૌથી મોટો આશ્રય વોટબેંકના રાજકારણનો છે. કેટલાક રાજ્યોમાં સત્તાધારી પક્ષો પોતાના મત મેળવવા ઘુસણખોરોને રક્ષણ આપે છે, અને વામપંથીઓ આને “ગરીબોની હિજરત” કહીને વાજબી ઠેરવે છે. જ્યારે પણ કોઈ રાષ્ટ્રવાદી સુરક્ષાનો મુદ્દો ઉઠાવે ત્યારે તેને “નફરત ફેલાવનાર” કહી દબાવી દેવાય છે. આક્રામક ઘુસણખોરોને આશ્રય આપવો એ માનવતા નથી પરંતુ રાષ્ટ્રની આત્મહત્યા છે. હવે સમય આવી ગયો છે કે સીમા પર કડક વાડ, આધુનિક નજર, NRCનો અમલ અને ગેરકાયદે લોકોને હાંકી કાઢવાની કામગીરી ઝડપી બનાવવામાં આવે. જો આપણે યુરોપની આગમાંથી પાઠ નહીં લઈએ, તો કાલે આપણા પોતાના શહેરોમાં પણ એ જ સળગતા દૃશ્યો જોવા મળશે.
Ahmedabad : અમદાવાદમાં રસ્તા-પાણીના પ્રશ્નો પર મોટી બેઠક, અધિકારીઓને અપાઈ સૂચના

