ક્રાઈમખબર

Ahmedabad : રિક્ષામાં બેસાડી ચોરી? ક્રાઈમ બ્રાન્ચે 4 અઠંગ ચોર ઝડપ્યા, 32 ગુનાનો ભેદ ઉકેલાયો

Ahmedabad

🛺 Ahmedabad : મુસાફરી દરમ્યાન લૂંટ? ક્રાઇમ બ્રાન્ચની બાઝ નજર અને આરોપીઓ સકંજામાં

Ahmedabad : અમદાવાદ શહેરમાં ઓટો રિક્ષામાં નિર્દોષ પેસેન્જરોને બેસાડી નજર ચૂકવીને તેમના ખિસ્સામાંથી રોકડ નાણાની સફાચટ કરતી અતિ શાતિર ગેંગનો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. શહેરના જાહેર માર્ગો પરથી પસાર થતી આ ખતરનાક ગેંગને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુલાબનગર ગ્યસપુર પાટીયા પાસે જાહેર રોડ પરથી એક ઓટો રિક્ષા અને ચોરીના રોકડા રૂ.69,800 સાથે 4 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં પોલીસને કુલ ૩૨ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

👥 શાતિર દિમાગ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા 4 આરોપીઓ જેલભેગા, 1 ફરાર

Ahmedabad : પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ વટવા અને ખેડા વિસ્તારના રહેવાસી મોઇન ઉર્ફે બોબડો ઇબ્રાહિમ રાણા (ઉં.વ. ૨૬), અનીશ ઉર્ફે ટાકી હનીફભાઈ શેખ (ઉં.વ. ૩૫), અસ્પાક અનવરભાઈ શેખ (ઉં.વ. ૨૬) અને રિક્ષા ડ્રાઇવર સોહેબ ઉર્ફે બોમ્બેયા ખલીલ શેખ (ઉં.વ. ૩૪) તરીકે થઈ છે. જ્યારે મોહમદ ફઝલ ઉર્ફે ચુસલી નામનો અન્ય એક સાગરીત વૉન્ટેડ જાહેર થયો છે. પકડાયેલા આરોપીઓ પૈકી અનીશ ઉર્ફે ટાકી અગાઉ નકલી પોલીસ બનીને લૂંટ ચલાવવા તેમજ કારંજ, નારોલ તથા વટવામાં વિવિધ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. જ્યારે મોઇન અને સોહેબ સામે પણ ચોરી તથા ચેન ખેંચવાના અનેક ગુના નોંધાયેલા છે.

💼 રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્ત: રોકડ, મોબાઈલ અને રિક્ષા કબજે

Ahmedabad : પોલીસે આ ગેંગ પાસેથી કુલ રૂ. 1,99,800 નો મુદ્દામાલ રિકવર કર્યો છે. જેમાં રૂ. 69,800ની રોકડ રકમ, રૂ. 30,000ની કિંમતના 4 મોબાઈલ ફોન અને રૂ. 1,00,000 ની કિંમતની ઓટો રિક્ષાનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓ સામે નારોલ તથા ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા, જેના આધારે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે તેમને નારોલ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે.

⚡ ‘રિક્ષા બગડી છે’નું બહાનું અને ખિસ્સું ખાલી! જાણો અનોખી મોડસ ઓપરેન્ડી

Ahmedabad : આ ગેંગની ચોરી કરવાની રીત અતિ શાતિર હતી. તેઓ ગીતા મંદિર, નારોલ, સીટીએમ, અસલાલી, મણિનગર, શાહવાડી અને ઇસનપુર જેવા ધમધમતા વિસ્તારોમાંથી મુસાફરોને રિક્ષામાં બેસાડતા હતા. રસ્તામાં ક્યારેક રિક્ષા ખરાબ થઈ ગઈ હોવાનું નાટક કરી પેસેન્જરને નીચે ઉતારી દેતા અને નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લેતા હતા. આ ઉપરાંત ખેડા પાસેના ભારત પેટ્રોલ પંપ પર પહોંચી ઊંઘતા કર્મચારીના ખિસ્સામાંથી પણ રૂ. 30,500 કાઢી લીધા હોવાની કબૂલાત કરી છે.

આમ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉલ્લેખનીય કામગીરી કરીને મુસાફરોના ખિસ્સા કાપતી ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.

QR Code

Ahmedabad : ઘરઘાટીની કરતૂત! વેપારીના ઘરમાંથી ₹35 લાખથી વધુની ચોરી, આરોપી રાજસ્થાનથી ઝડપાયો

Ad p

Related posts

Jignesh Mevani : ટીકિટના ₹4 લાખથી બોગસ મતદાન સુધી! ટોકરિયામાં મેવાણી સામે સવાલોની ઝડી

SAHAJANAND RAJPUT

11 વર્ષની માસુમના બળાત્કારી કાતિલનું એન્કાઉન્ટર

SAHAJANAND RAJPUT

Ahmedabad : BRTSમાં ચોરી કરતી ગેંગની 2 મહિલા સહિત 4 ઝડપાયા, ₹5.56 લાખનો મુદ્દામાલ કબજે

SAHAJANAND RAJPUT

Leave a Comment