રાજકારણખબર

PM મોદીની 25 વર્ષની જનસેવા: ગુજરાતમાં યોજાઈ અનોખી ‘સેવા જ્યોતિ યાત્રા’

🔥 PM Modi : સાબરમતી રિવરફ્રન્ટથી ‘સેવા જ્યોતિ યાત્રા’નો પ્રારંભ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષીય જનસેવા પર્વની સમગ્ર ગુજરાતમાં ભવ્ય ઉજવણી

PM Modi

✨ PM Modi : જનસેવા અને સુશાસનના ૨૫ વર્ષ: રિવરફ્રન્ટ પર સર્જાયો અનોખો ઉત્સાહ

PM Modi : અમદાવાદના ઐતિહાસિક સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષની અવિરત જનસેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની યાત્રા નિમિત્તે ‘સેવા જ્યોતિ યાત્રા’નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘જન સેવાથી રાષ્ટ્ર સેવા’ના પવિત્ર સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ સહભાગી બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન દરમિયાન સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી યોજાયેલી આ યાત્રા પ્રત્યે નાગરિકોએ ભારે ઉત્સાહ દર્શાવી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

🎙️ વડાપ્રધાન મોદીનું વર્ચ્યુઅલ આહ્વાન: ‘વિકસિત ભારત @૨૦૪૭’ માટે શપથ

PM Modi : આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત વિશાળ જનમેદનીને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે સમગ્ર દેશવાસીઓને ‘વિકસિત ભારત @૨૦૪૭’ના નિર્માણ માટે સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપસ્થિત સૌ મહાનુભાવો તેમજ નાગરિકોએ એકસૂરે ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે દ્રઢ શપથ લીધા હતા. આ કાર્યક્રમ બાદ ભાવુક માહોલમાં પવિત્ર ‘સેવા જ્યોત’ પ્રજ્જવલિત કરવામાં આવી હતી અને તેને અનુસરીને ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

🕯️ ગામડાંથી લઈને નગર સુધી પ્રસર્યો જ્યોતનો પ્રકાશ

PM Modi : આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિકસિત ભારત’ની આ મહાન યાત્રામાં જોડાવવા માટે દરેક નાગરિકને પ્રેરણા આપી હતી. યાત્રાના સમાપન બાદ મુખ્યમંત્રીએ ટાઉનહોલ નજીક આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મહત્વની વાત એ છે કે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં રાજ્યના મંત્રીઓ અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં આ ‘સેવા જ્યોતિ યાત્રા’નું ઉત્સાહભેર આયોજન થયું હતું.

ગૌરવવંતા પ્રસંગમાં રાજ્ય અને કેન્દ્રના દિગ્ગજોની ઉપસ્થિતિ. રિવરફ્રન્ટ ખાતે આયોજિત આ ગૌરવશાળી સમારોહમાં પશ્ચિમ બંગાળના મંત્રી અજયકુમાર પોદ્દાર, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સ્થાનિક સાંસદ હસમુખભાઈ પટેલ તથા દિનેશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર સહિત શહેર અને જિલ્લાના તમામ માનનીય ધારાસભ્યો, શહેર અધ્યક્ષ પ્રેરક શાહ, અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, મુખ્યમંના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, અને કલેક્ટર ભવ્ય વર્મા સહિતના ઉચ્ચ આઇએઇએસ અધિકારીઓ અને પદાધિકારીઓની વિશેષ ગરિમામય હાજરી રહી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષીય રાષ્ટ્રસેવાને બિરદાવતો આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી નહીં, પરંતુ ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વગુરુ અને વિકસિત બનાવવાનો એક દ્રઢ સંકલ્પ બની રહ્યો છે.

QR Code

ગુજરાતના આકાશમાં નવી ઉડાન: 5 નવી FTOથી પાયલટ ટ્રેનિંગને મળશે મોટો વેગ

Ad p

Related posts

Pakistan : પાકિસ્તાનના કોહાટમાં નમાજ દરમિયાન ભયાનક વિસ્ફોટ: 16નાં મોત, 50થી વધુ ઘાયલ

SAHAJANAND RAJPUT

UCC ગુજરાત : ગુજરાતમાં UCC બિલ પાસ, દીકરીઓને મળ્યો મિલકતમાં સમાન હક્ક, વિરોધ પક્ષનો ફિયાસ્કો

SAHAJANAND RAJPUT

Semicon : ગ્લોબલ સિલિકોન હબ બનવા ભારત તૈયાર: PM મોદી 17 સપ્ટેમ્બરે ‘સેમિકોન ઈન્ડિયા 2026’નું કરશે ઉદ્ઘાટન

SAHAJANAND RAJPUT

1 comment

Gujarat : હાઈકોર્ટના ચુકાદાઓ પર હવે ટાઇમ-બાઉન્ડ એક્શન: ગુજરાત સરકારની કડક SOP October 7, 2026 at 9:42 am

[…] PM મોદીની 25 વર્ષની જનસેવા: ગુજરાતમાં… […]

Reply

Leave a Comment