🚨 Ahmedabad : અમદાવાદમાં વાહન ચોરીનો મોટો પર્દાફાશ: ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરીના 12 ગુના ઉકેલ્યા, કટકા કરી ભંગારમાં વેચતો શાતિર ઝડપાયો!
Ahmedabad : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વેજલપુર, નારોલ અને સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના બનાવોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો હતો. વાહનો અચાનક ગાયબ થઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના અણઉકેલાયેલા 12 ગુનાઓનો એકસાથે પર્દાફાશ કરીને એક શાતિર વાહનચોરને પકડી પાડ્યો છે.
🔍 રિવરફ્રન્ટ પરથી શાતિર ચોર જાળમાં ફસાયો!
Ahmedabad : ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે વાહન ચોરીની પ્રવૃત્તિમાં સંકળાયેલ એક ઇસમ જમાલપુર ફૂલ બજાર પાછળ રિવરફ્રન્ટના ખુલ્લા મેદાનમાં ચોરીના વાહનો સાથે ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને ૨૫ વર્ષીય આરોપી સરફરાજ ઉર્ફે સાબીર મહમંદ શરીફભાઈ શેખ (રહે. ડી/34, સંકલિતનગર, જુહાપુરા, અમદાવાદ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તેની પાસેથી અલગ-અલગ કંપનીના કુલ 06 ટુ-વ્હીલર (જેની અંદાજિત કિંમત રૂ. 2,25,000/- થાય છે) મુદ્દામાલ તરીકે કબ્જે કરવામાં આવ્યા છે.
🛠️ 6 વાહનોના કટકા કરી ભંગારમાં વેચી દીધા!
Ahmedabad : પોલીસે આરોપી સરફરાજ ઉર્ફે સાબીરની કડક પૂછપરછ કરતાં એક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. છેલ્લા એક માસ દરમિયાન તેણે કબ્જે કરાયેલા ૫ ટુ-વ્હીલર સિવાય બીજા 06 ટુ-વ્હીલરની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરી કર્યા બાદ પકડાઈ જવાના ડરે તેણે આ 6 વાહનોને તોડી નાખીને તેના કટકા કરી ભંગારમાં વેચી દીધા હતા. આરોપીએ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 03 વાહનો, નારોલ વિસ્તારમાંથી 02 અને 01 વાહન સેટેલાઈટમાંથી તોડીને ભંગારમાં વેચ્યા હોવાનું સ્વીકાર્યું છે.
📋 કયા વિસ્તારોમાંથી કયા વાહનો ચોરાયા હતા?
Ahmedabad : આરોપીની પૂછપરછ દરમિયાન કબૂલાત કરાયેલા વાહનોમાં જુહાપુરા મક્કાનગર પાસેથી પેશન પ્રો (GJ-01-LN-5000), વેજલપુર ચોકી પાછળથી સ્પ્લેન્ડર (GJ-01-PF-8874), સોનલ ચોકી પાછળથી પેશન (GJ-06-EL-4837), વેજલપુર એપીએમસી માર્કેટમાંથી સ્પ્લેન્ડર (GJ-27-AM-3559), નારોલ વિલ્સન હોટલ પાસેથી સ્પ્લેન્ડર (GJ-27-A-0699) અને નારોલ સોસાયટીમાંથી એક એક્ટિવા (GJ-27-AJ-7434) નો સમાવેશ થાય છે.
⚖️ આરોપીનો ગુનાહિત ઇતિહાસ!
Ahmedabad : પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી સરફરાજ ઉર્ફે સાબીર અગાઉ પણ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના 01 ગુનામાં પકડાઈ ચૂક્યો છે. ક્રાઇમ બ્રાન્ચની આ સફળ કામગીરીથી વેજલપુરના 3, નારોલના 2 અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનનો 1 અનડીટેક્ટ ગુનો ઉકેલાઈ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચ હાલ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે કે આ ચોરીના ચક્રમાં અન્ય કોઈ સાગરીતો કે ભંગારીયાઓ જોડાયેલા છે કે કેમ.
- ROBOFEST GUJARAT 6.0 : ભાવનગરમાં 36 કલાકનું ‘રોબોટ યુદ્ધ’! દેશભરની 52 ટીમો શું બનાવશે?
- Ahmedabad : વાહનચોરીના 12 ગુના ઉકેલાયા, ક્રાઇમ બ્રાન્ચે જુહાપુરાના શાતિર ચોરને કેવી રીતે ઝડપ્યો?
- Houthi Saudi conflict : એક નાનકડો દરિયાઈ માર્ગ અને આખી દુનિયા પર ખતરો! હુતી-સાઉદી સંઘર્ષનું ભારત કનેક્શન
- Plague : સાઇબિરીયાની સીક્રેટ લૅબમાં કાચની ટ્યુબ તૂટી અને… પ્લેગનો ખૌફ! 200 લોકો આઇસોલેટ
- Gujarat : ગુજરાતની સરકારી ઇમારતો હવે બનાવશે વીજળી! 6,014 બિલ્ડિંગ પર સોલાર, 65 MWનો નવો પ્લાન


