
🤫 US : પેન્ટાગોનનું મહા-યુદ્ધ! હથિયારોના ભેદ ખોલનારા ‘ઘરના ભેદી’ને પકડવા ૫૦ ઉચ્ચ લશ્કરી અધિકારીઓનો થથરાવી દેનારો ‘લાઇ ડિટેક્ટર ટેસ્ટ’
US : અમેરિકાના લશ્કરી મથક પેન્ટાગોનની અંદર અત્યારે ભારે હડકંપ મચી ગયો છે. ઈરાન સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે અમેરિકી સેના પાસે ઘટી રહેલા અત્યંત આધુનિક હથિયારો અને મિસાઇલોના સંવેદનશીલ રહસ્યો મીડિયામાં ખુલ્લા પડી ગયા છે. આ ગંભીર સિક્યોરિટી લીકથી લાલચોળ થયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અમેરિકી જોઈન્ટ સ્ટાફના અંદાજે ૫૦ ટોચના અધિકારીઓ અને સૈન્ય કર્મચારીઓનો તાત્કાલિક પોલિગ્રાફ (લાઇ ડિટેક્ટર) ટેસ્ટ કરવામાં આવ્યો છે. અમેરિકી રાજકીય ઈતિહાસમાં અત્યાર સુધી ક્યારેય વ્હાઇટ હાઉસ કે પેન્ટાગોનની અંદર આ કક્ષાએ અવિશ્વાસ અને આટલો વ્યાપક લીક તપાસનો માહોલ જોવા કે શાંભળવામાં આવ્યો નથી.
🚀 US : શા માટે વ્હાઇટ હાઉસ ધ્રૂજી ઉઠ્યું?
US : ઈરાન યુદ્ધ વચ્ચે પત્રકારોના અહેવાલોમાં દાવો કરાયો હતો કે અમેરિકાના સુરક્ષા ભાથામાં લોંગ-રેન્જ મિસાઇલ્સ અને પેટ્રિઓટ ઇન્ટરસેપ્ટર્સ જેવા જીવનરક્ષક શસ્ત્રોનો જથ્થો ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે. ૧,૫૦૦ થી ૨,૦૦૦ સૈન્ય અધિકારીઓની ક્ષમતા ધરાવતા આ જોઈન્ટ સ્ટાફમાંથી માત્ર મુઠ્ઠીભર લોકો પાસે જ આ અતિ-સંવેદનશીલ આંકડાઓની એક્સેસ હતી. આથી આશંકા સેવાઈ રહી છે કે સેનાના સૌથી વિશ્વાસુ વર્તુળમાંથી જ કોઈ વ્યક્તિ વિદેશી જાસૂસ (foreign intelligence asset) તરીકે વિગતો બહાર મોકલી રહી છે.
🚫 કોની પૂછપરછ થઈ અને કોને મુક્તિ મળી?
US : આ આખી તપાસ સેનાએ પોતાની આંતરિક એજન્સીઓ દ્વારા હાથ ધરી હતી અને તેમાં અમેરિકી તપાસ સંસ્થા એફબીઆઈ (FBI) ને પણ દૂર રાખવામાં આવી હતી. ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ સઘન પરીક્ષણમાં યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના વરિષ્ઠ કમાન્ડરોનો પણ ટેસ્ટ લેવાયો હતો. જોકે, આશ્ચર્યજનક રીતે, જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના વડા જનરલ ડેન કેઈનને આ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી હતી, એટલે કે તેમનો પોલિગ્રાફ ટેસ્ટ કરાયો નથી.
બીજી તરફ, આ તપાસમાં રાહતની વાત એ રહી કે કોઈ પણ અધિકારી પોલિગ્રાફ ટેસ્ટમાં નાપાસ થયો નથી. મીડિયા લીક અંગેના તમામ પ્રશ્નોના ઉત્તરો અધિકારીઓએ સફળતાપૂર્વક પાસ કર્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ અહેવાલોને ‘દેશદ્રોહપૂર્ણ અને ફેક ન્યૂઝ’ ગણાવીને કહ્યું કે અમેરિકા પાસે હથિયારોનો અખૂટ ભંડાર છે અને લીક કરનારાઓને જેલ ભેગા કરાશે. પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલે પણ આંતરિક તપાસ પર સત્તાવાર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
🔥 મંત્રી પીટ હેગસેથનો ઇતિહાસ અને લાલ આંખ
US : અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે જુલાઈમાં જ લીકર્સને પકડવા માટે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સાથે એક ખાસ ‘ટાસ્ક ફોર્સ’ બનાવી હતી. હેગસેથ અગાઉ પણ પોલિગ્રાફ ટેસ્ટના આકરા ઉપયોગ માટે જાણીતા છે. ગયા વર્ષે જ્યારે એલોન મસ્કને ચીન અંગે આપવામાં આવનારી બ્રીફિંગની વિગતો લીક થઈ, ત્યારે ગુસ્સે ભરાયેલા હેગસેથે લશ્કરી વડાઓને પોલિગ્રાફ મશીન પર બેસાડી દેવાની ધમકી આપી હતી. સૈન્ય સૂત્રો અનુસાર, લીક થયેલા ગુપ્ત દસ્તાવેજો દર્શાવે છે કે ખુદ સેનાના ફોર-સ્ટાર જનરલો પણ ઈરાન સામેના આ આડેધડ જંગને ‘અસમર્થનય’ ગણાવી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
🌍 જમીની વાસ્તવિકતા અને સળગતા સવાલો
US : આ લીક એવા સમયે બહાર આવ્યું છે જ્યારે ખાડી દેશોમાં તણાવ ચરમસીમાએ છે અને ખાર્ગ આઇલેન્ડ નજીક એક ઈરાની ઓઈલ ટેન્કર પર અમેરિકી મિસાઈલના પ્રહારના પણ અહેવાલો છે. અમેરિકી સાંસદ ટેડ લિયુએ સરકારની પોલ ખોલતા જાહેરમાં પૂછ્યું છે કે જો બધું બરાબર છે તો અમેરિકામાં ગેસના ભાવ કેમ ૪.૧૨ ડોલર પ્રતિ ગેલન સુધી વધી ગયા છે? સેનાની આંતરિક અસંતોષની આ આગ ક્યાં જઈને અટકશે, તેના પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.
હવે ટોલ નાકા પર ઊભા રહેવાની ઝંઝટ ખતમ! 100ની સ્પીડે કપાશે ટેક્સ


1 comment
[…] US : પેન્ટાગોનમાં હડકંપ! અમેરિકી સેનાના&… […]