
🚀 Gujarat : સિલિકોન વેલીમાં મુખ્યમંત્રીનો ડંકો: ગુગલ, માઈક્રોન અને પર્પ્લેક્સિટી ગુજરાતમાં લાવશે ટેક ક્રાંતિ!
Gujarat : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ના પૂર્વાર્ધરૂપે અમેરિકાના પ્રવાસે ગયેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે પોતાના પ્રવાસના ત્રીજા દિવસે સિલિકોન વેલીમાં ટેકનોલોજીની દુનિયાના દિગ્ગજો સાથે બેઠકોનો દૌર ચલાવ્યો હતો. આ પ્રવાસ દરમિયાન ગુજરાત પ્રતિનિધિમંડળે વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપનીઓ પૈકીની ગુગલ, માઈક્રોન અને પર્પ્લેક્સિટીના વડાઓ સાથે અત્યંત મહત્વપૂર્ણ બેઠકો યોજી છે, જે ગુજરાતના ભવિષ્ય માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
🏭 Gujarat : સાણંદમાં માઈક્રોનનો જાદુ: ફક્ત ૧ દિવસમાં મળી ૨૦ એકર જમીનની મંજૂરી!
Gujarat : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત દરમિયાન સેમિકન્ડક્ટર ક્ષેત્રની દિગ્ગજ વૈશ્વિક કંપની માઈક્રોનના ચેરમેન શ્રી સંજય મહેરોત્રાએ ગુજરાત સરકારના ત્વરિત નિર્ણયો લેવાના અભિગમની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેમણે સાણંદમાં સેમિકન્ડક્ટર ફેસેલિટી માટે માત્ર એક જ દિવસમાં ૨૦ એકર વધારાની જમીનની મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ખાસ આભાર માન્યો હતો.
શ્રી મહેરોત્રાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના આ પ્રો-એક્ટિવ અને હકારાત્મક અભિગમને કારણે જ માઈક્રોન યુનિટનું વ્યાપારી ઉત્પાદન ખૂબ જ ઝડપથી શરૂ થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ફેબ્રુઆરી-૨૦૨૬માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાણંદ ખાતે કરાયેલા માઈક્રોન સેમિકન્ડક્ટર ફેસેલિટીના પ્રારંભની સ્મૃતિઓ તાજી કરી હતી અને જણાવ્યું હતું કે ધોલેરા તથા સાણંદ હવે દેશના મુખ્ય સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત થઈ રહ્યા છે.
💻 ગુગલ સાથે હાથ મિલાવશે ગુજરાત: શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને મળશે AI ની તાકાત!
Gujarat : ગુજરાત પ્રતિનિધિ મંડળે ગુગલની મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલી આધુનિક ટેકનોલોજીની ગતિવિધિઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ બેઠક દરમિયાન ગુગલના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ચંદુ થોટાએ ગુજરાત સાથે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી કરવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.
ગુગલ હવે ગુજરાત સાથે નીચેના મહત્વના ક્ષેત્રોમાં કાર્યરત થવા આતુર છે:
- શિક્ષણ અને કૌશલ્ય: શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે વિશેષ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટ્રેનિંગ પ્રોગ્રામ્સ.
- કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અભિગમ: પાકની પેટર્ન સુધારવા, જમીનની ગુણવત્તા (સોઈલ) અને હવામાન (ક્લાઈમેટ) અંગે ખેડૂતોને મદદરૂપ થવા AI ટેકનોલોજીનો ઉપયોગ.
- ડેટા સિક્યુરિટી: સરકારી ડેટાની સુરક્ષા વધારવા માટે ગુગલ વર્કપ્લેસ સુવેરિન AI (Sovereign AI) નો ઉપયોગ કરવાની દિશામાં મહત્વનો પરામર્શ થયો હતો.
🤖 પર્પ્લેક્સિટી AI અને ગુજરાત વચ્ચે ભાગીદારી: રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં નવો ઇતિહાસ લખાશે!
Gujarat : પ્રવાસના ત્રીજા દિવસે મુખ્યમંત્રીશ્રીએ ટેકનોલોજી ક્ષેત્રે હાલમાં વિશ્વભરમાં ચર્ચામાં રહેલી સર્ચ એન્જિન કંપની પર્પ્લેક્સિટી AIના સી.ઈ.ઓ. શ્રી અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતમાં એન્જીનિયરિંગ તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) માટે પર્પ્લેક્સિટીની ઉપસ્થિતિ સ્થાપવાની સંભાવનાઓ અંગે ગંભીર ચર્ચા થઈ હતી.
શ્રી અરવિંદ શ્રીનિવાસે ગુજરાતમાં નવું ડેટા સેન્ટર સેટઅપ કરવા અથવા સ્થાનિક ડેવલપર્સ અને પર્પ્લેક્સિટી વચ્ચે હાઈબ્રીડ સેટઅપ ઊભું કરવા માટે ભારે રસ દાખવ્યો હતો.
🩺 હેલ્થકેર અને સ્કિલ ડેવલપમેન્ટમાં TiE આપશે મોટો સહયોગ!
Gujarat : મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ અને ઉચ્ચ સચિવોની ઉપસ્થિતિમાં સિલીકોન વેલીના પ્રખ્યાત સંગઠન ‘ધી ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ’ (TiE) ના સભ્યો સાથે પણ મહત્વની બેઠક યોજાઈ હતી. વર્ષ ૧૯૯૨માં સિલિકોન વેલી ખાતે સ્થાપિત આ સંસ્થા દક્ષિણ એશિયાઈ મૂળના સફળ ઉદ્યોગ સાહસિકો અને કોર્પોરેટ લીડર્સનું બનેલું મજબૂત નેટવર્ક છે.
TiE ના સભ્યોએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગુજરાતમાં નીચેના ક્ષેત્રોમાં આગળ વધવાની ઉત્સુકતા બતાવી છે:
- હેલ્થકેર સેક્ટર: આરોગ્ય સંભાળ સેવાઓ તેમજ સ્થાનિક હેલ્થ વર્કર્સને (આરોગ્ય કાર્યકરો) આધુનિક તાલીમ આપવી.
- યુથ સ્કિલ ડેવલપમેન્ટ: વિવિધ અદ્યતન AI ટૂલ્સના ઉપયોગ દ્વારા ગુજરાતના યુવાનોના કૌશલ્યનો વિકાસ કરવો.
RBI : ₹10-20 ની નોટો બદલાશે, કાગળની જગ્યા લેશે અત્યાધુનિક પોલિમર નોટો
