🕯️ પહેલગામ હુમલાની વરસી: પીએમ મોદીની શ્રદ્ધાંજલિ અને આતંકીઓને કડક ચેતવણી 😡
🚫 “આતંકવાદના મનસૂબા ક્યારેય સફળ નહીં થાય!” 🙏
💔 પહેલગામ હુમલાને એક વર્ષ: આખો દેશ પીડિત પરિવારો સાથે, મોદીએ કહ્યું- “અમે ભૂલ્યા નથી!” 🕯️

પહેલગામ : ગયા વર્ષે આજના દિવસે જ (૨૨ એપ્રિલ ૨૦૨૫) પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આજે આ કરૂણ ઘટનાને એક વર્ષ પૂર્ણ થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પીએમ મોદીએ પીડિતોને યાદ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ બલિદાનને ક્યારેય ભૂલવામાં આવશે નહીં.
💔 પહેલગામ : પીડિત પરિવારો સાથે દેશની અડગ પ્રતિબદ્ધતા
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, “મારી સંવેદનાઓ એ શોકગ્રસ્ત પરિવારો સાથે છે જેઓ આ મોટી ખોટમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે”. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે દુઃખની આ ઘડીમાં આખો દેશ આ પરિવારોની પડખે અડગ રીતે ઊભો છે.

🚫 આતંકવાદ સામે ભારત ક્યારેય નહીં ઝૂકે
પહેલગામ : પોતાના સંદેશમાં આક્રામક વલણ અપનાવતા પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદના કોઈપણ સ્વરૂપ સામે ભારત ક્યારેય ઝૂકશે નહીં. તેમણે આતંકવાદીઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “આતંકવાદીઓના નાપાક અને ઘૃણાસ્પદ મનસૂબા ક્યારેય સફળ થશે નહીં”. એક રાષ્ટ્ર તરીકે ભારત આજે શોક અને આતંકવાદને જડમૂળથી ઉખેડી ફેંકવાના દ્રઢ સંકલ્પ સાથે એકજુટ છે.

આજથી બરાબર એક વર્ષ પહેલા ૨૨ એપ્રિલના રોજ થયેલા આ હુમલાએ અનેક નિર્દોષોના જીવ લીધા હતા, પરંતુ પીએમ મોદીના આજના સંદેશાએ સાબિત કરી દીધું છે કે ભારત તેના દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ છે અને આતંકવાદ સામેની આ લડાઈ અતૂટ રહેશે.

“તેઓ ક્યારેય ભૂલાશે નહીં”: પીએમ મોદીનો હૃદયસ્પર્શી સંદેશ 🕊️
પહલગામ દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે પીએમ મોદીએ સોશિયલ મીડિયા અને સત્તાવાર નિવેદનો દ્વારા શહીદોને યાદ કર્યા હતા. તેમણે પહલગામના પીડિતોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, આ જવાનોએ દેશની સુરક્ષા અને અમરનાથ યાત્રા જેવા પવિત્ર મિશનમાં જે સેવા આપી છે તે અતુલનીય છે. વડાપ્રધાને તેમના ટ્વીટમાં વીરોની હિંમતને સલામ કરી હતી, જે દર્શાવે છે કે સરકાર શહીદોના પરિવારોની પડખે મક્કમતાથી ઉભી છે.
