ક્રાઈમખબર

અસલાલીમાં વડના ઝાડ નીચે જામી હતી જુગારની મહેફિલ! અમદાવાદ ગ્રામ્ય LCB એ 8 શખ્સોને દબોચ્યા

🚨 અસલાલીમાં વડના ઝાડ નીચે જામી હતી જુગારની મહેફિલ! અમદાવાદ ગ્રામ્ય LCB એ 8 શખ્સોને દબોચ્યા 💸

Aslali

અમદાવાદ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય પટેલની કડક સૂચના બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. આ દરમિયાન અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને એક મોટી સફળતા મળી છે.

🕵️ ગુપ્ત બાતમી અને પછી ફિલ્મી ઢબે દરોડો

ટીપી રોડ કેનાલ પાસે આવેલા વડના ઝાડ નીચે કેટલાક શખ્સો એકઠા થઈને પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. એલ.સી.બી. (LCB) પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચાવડા અને હરપાલસિંહ મકુમને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસે પ્લાન બનાવીને દરોડો પાડ્યો હતો.

અસલાલી

🃏 તીન-પત્તીનો ખેલ પડ્યો મોંઘો: 8 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

પોલીસે જ્યારે ઘટનાસ્થળે તરાપ મારી ત્યારે વડના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં બેસીને તીન-પત્તીનો જુગાર રમી રહેલા 8 શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, પોલીસે કોર્ડન કરીને તમામ 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી અંગ ઝડતી અને દાવ પરથી કુલ રૂ. ૧૦,૬૧૦/-ની રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો છે

અસલાલી

👤 કોણ છે આ ઝડપાયેલા આરોપીઓ?

પોલીસના સકંજામાં આવેલા શખ્સોની યાદી નીચે મુજબ છે:

  1. ધાર્મિક ઘનશ્યામભાઈ પારેખ (રહે. અસલાલી)
  2. નરેશભાઈ ચંદુભાઈ ચુનારા (રહે. અસલાલી)
  3. જુવાનસિંહ ઉદેસિંહ ચૌહાણ (રહે. વડથોલ, તા. મહેમદાવાદ)
  4. તેજાજી સોકાજી ઝાલા (રહે. અસલાલી)
  5. રમેશભાઈ લક્ષ્મણભાઈ ડાભી (રહે. અસલાલી)
  6. ભરતસિંહ પ્રહલાદભાઈ ડાભી (રહે. અસલાલી)
  7. ભરતભાઈ ચંદુજી ઠાકોર (રહે. અસલાલી)
  8. કનુભાઈ લક્ષ્મણભાઈ ડાભી (રહે. અસલાલી)
અસલાલી

👮 કામગીરી કરનાર પોલીસ ટીમ

આ સફળ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટીયા અને પીએસઆઈ વી.એ. હરકટની આગેવાનીમાં પાર પાડવામાં આવ્યું હતું. ટીમમાં એ.એસ.આઈ. ભરતસિંહ, બિરેન્દ્રસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ, હરપાલસિંહ, કુલદીપસિંહ, કલ્પેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ઝાલાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

અસલાલી

હાલમાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી વિસ્તારના અન્ય જુગારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

સાણંદ : ‘રીક્ષા ગેંગ’નો આતંક ખતમ, વૃદ્ધોને નિશાન બનાવતી મહિલા સહિતની ટોળકી ઝડપાઈ, ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

Related posts

ખેડૂતો સાથે છેતરપિંડી કરશો તો જેલ! નકલી ખાતર વેચનાર સામે કાર્યવાહી

SAHAJANAND RAJPUT

સરખેજમાં પંજો હવે માત્ર ‘ટાટા-બાય બાય’ કરવા માટે : કોંગ્રેસની વિકેટો પડી, ઉમેદવારો પેવેલિયન ભેગા

SAHAJANAND RAJPUT

કિન્નરોની ‘બધાઈ’ પર હાઈકોર્ટની લાલ આંખ: પૈસા માંગવા એ કાયદેસરનો અધિકાર નથી

SAHAJANAND RAJPUT

Leave a Comment