વૈશ્વિકખબર

ટ્રમ્પ : “WE GOT HIM!” : ઈરાનના પહાડોમાં ફસાયેલા અમેરિકી પાયલોટનું દિલધડક રેસ્ક્યુ

ઈરાનની ‘સરપ્રાઈઝ’ પહેલા જ ટ્રમ્પનો જોરદાર પ્રહાર! 🎯 પહાડોમાં ફસાયેલા કર્નલને બચાવી અમેરિકાએ બતાવી પોતાની અસલી તાકાત 🌍🔥

Trump resque

ટ્રમ્પ : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાન દ્વારા તોડી પાડવામાં આવેલા અમેરિકી ફાઈટર જેટ F-15E સ્ટ્રાઈક ઈગલ ના જે પાયલોટ છેલ્લા બે દિવસથી ગુમ હતા, તેમને એક દિલધડક લશ્કરી ઓપરેશન દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ જીતની જાહેરાત કરતા લખ્યું, “WE GOT HIM!” (અમે તેને મેળવી લીધો છે!). તેમણે આ ઓપરેશનને અમેરિકાના ઇતિહાસના સૌથી સાહસિક સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનમાંનું એક ગણાવ્યું છે.

⛰️ ટ્રમ્પ : દુશ્મનના ઘરમાં ઘૂસીને કર્યું રેસ્ક્યુ : કેવી રીતે પાર પડ્યું ઓપરેશન?

ટ્રમ્પ : શુક્રવારે ઈરાને મધ્ય ઈરાન પર અમેરિકાના F-15E જેટને તોડી પાડ્યું હતું. આ વિમાનમાં બે અધિકારીઓ હતા, જેમાંથી એકને તરત જ બચાવી લેવાયો હતો, પરંતુ બીજા ઓફિસર (જે કર્નલ રેન્કના છે) ઈરાનના પહાડી વિસ્તારોમાં ફસાઈ ગયા હતા.

ટ્રમ્પ

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ બહાદુર યોદ્ધા ઈરાનના ખતરનાક પહાડોમાં દુશ્મનોથી ઘેરાયેલો હતો. દુશ્મનો તેની ખૂબ નજીક પહોંચી ગયા હતા, પરંતુ અમેરિકી સેના ચોવીસે કલાક તેના લોકેશન પર નજર રાખી રહી હતી. આ પાયલોટને બચાવવા માટે અમેરિકાએ ડઝનબંધ વિમાનો અને અત્યાધુનિક હથિયારોથી સજ્જ સેના મેદાનમાં ઉતારી હતી.

🛡️ ન એક અમેરિકી મર્યો, ન ઘાયલ થયો! 🚁

ટ્રમ્પ

આ ઓપરેશનની સૌથી મોટી સફળતા એ રહી કે આટલા મોટા રેસ્ક્યુ ઓપરેશનમાં એક પણ અમેરિકી સૈનિક શહીદ થયો નથી કે કોઈને ઈજા પણ પહોંચી નથી. ટ્રમ્પે ગર્વ સાથે કહ્યું કે, “આ સાબિત કરે છે કે ઈરાની આકાશ પર અમારું સંપૂર્ણ વર્ચસ્વ છે”. બચાવવામાં આવેલા પાયલોટ (કર્નલ) ને થોડી ઈજાઓ પહોંચી છે, પરંતુ તેઓ હવે સંપૂર્ણ સુરક્ષિત છે.

ટ્રમ્પ

💰 ઈરાને રાખ્યું હતું 55 લાખનું ઈનામ! 🇮🇷

નોંધનીય છે કે, ઈરાની સેનાએ આ પાયલોટને પકડવા માટે પોતાના નાગરિકો અને સ્થાનિક આદિવાસીઓને પણ કામે લગાડ્યા હતા. ઈરાને જાહેરાત કરી હતી કે જે કોઈ આ અમેરિકી પાયલોટની માહિતી આપશે તેને $66,000 (આશરે ₹55 લાખ) નું ઈનામ આપવામાં આવશે. પરંતુ ઈરાનની આ લાલચ અને તેના સૈનિકો પાયલોટ સુધી પહોંચે તે પહેલા જ અમેરિકી સ્પેશિયલ ફોર્સે તેને ઉઠાવી લીધો.

⚔️ વધતો જતો તણાવ અને ઈરાનની ધમકી 💣

ટ્રમ્પ

આ ઘટના બાદ ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાને ટ્રમ્પના અલ્ટીમેટમને ‘મૂર્ખામીભર્યું’ ગણાવ્યું છે અને અમેરિકાને “મોટા સરપ્રાઈઝ” માટે તૈયાર રહેવાની ધમકી આપી છે. બીજી તરફ, વર્ષ 2003 ના ઈરાક યુદ્ધ પછી આ પહેલીવાર છે જ્યારે અમેરિકાએ યુદ્ધ દરમિયાન તેના પાયલોટ અને વિમાન ગુમાવ્યા હોય.

હાલમાં આખા અમેરિકામાં આ પાયલોટના જીવતા પાછા આવવાનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે તમામ અમેરિકનોને આ ક્ષણે એકજૂથ થઈને સેના પર ગર્વ કરવા અપીલ કરી છે.

ખાડી યુદ્ધ : ઈરાને જાહેર કર્યું ‘હિટ લિસ્ટ’, શું હવે દુનિયાભરના પુલો જોખમમાં?

Related posts

અમદાવાદ : ઈન્સ્ટાગ્રામની ‘સ્ટોરી’ અને ખેલાયો લોહિયાળ ખેલ: જુહાપુરામાં 19 વર્ષના યુવકની કરપીણ હત્યા

SAHAJANAND RAJPUT

Vehicle Transfer : આધાર કાર્ડ વગર વાહન ટ્રાન્સફર કે NOC નહીં મળે, બદલાઈ ગયા છે RTOના નિયમો

SAHAJANAND RAJPUT

મુંબઈ : ‘કૈસા હરાયા’ ફેમ AIMIM કોર્પોરેટરની ખુરશી પર હવે લટકતી તલવાર, OBC નો ખોટો લાભ લેવાની લાલચ પડી ભારે

SAHAJANAND RAJPUT

Leave a Comment