ખબર

IPL 2026 : ગુજરાત ટાઇટન્સે મેથ્યુ હેડનને બેટિંગ કોચ બનાવ્યા

IPL 2026 : ગુજરાત ટાઇટન્સમાં આવશે બેટિંગનું તોફાન! આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજની થઈ એન્ટ્રી

મેથ્યુ હેડન હવે ગુજરાતના ખેલાડીઓને બનાવશે વધુ આક્રમક

IPL 2026ની રણભેરી વાગે તે પહેલા જ ગુજરાત ટાઇટન્સે એક મોટો ધડાકો કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. મેદાન પર પોતાની વિસ્ફોટક બેટિંગથી બોલરોમાં ફાળ પાડનાર ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ઓપનર મેથ્યુ હેડન હવે ગુજરાત ટાઇટન્સના નવા ‘બેટિંગ કોચ’ તરીકે જવાબદારી સંભાળશે. ટીમ મેનેજમેન્ટે આગામી સીઝન માટે બેટિંગ લાઇન-અપને વધુ ધારદાર બનાવવા આ મહત્વનો નિર્ણય લીધો છે.

યુવા ખેલાડીઓ માટે સુવર્ણ તક

હેડન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની નીડર અને આક્રમક બેટિંગ શૈલી માટે દુનિયાભરમાં જાણીતા છે. ગુજરાત ટાઇટન્સના મેનેજમેન્ટનું માનવું છે કે હેડન પાસે રહેલો બહોળો અનુભવ ટીમમાં રહેલા યુવા ખેલાડીઓને મેદાન પર મોટી ઇનિંગ્સ રમવા અને મુશ્કેલ સ્થિતિમાં પ્રેશર હેન્ડલ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

IPL 2026

નવી સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરશે

ટાઇટન્સ આ ફેરફાર સાથે ગુજરાત ટાઇટન્સ IPL 2026 માટે સંપૂર્ણપણે નવી અને મજબૂત વ્યૂહરચના (સ્ટ્રેટેજી) સાથે મેદાનમાં ઉતરવા માટે અત્યારથી જ સજ્જ થઈ રહ્યું છે. ફેન્સમાં પણ હેડનના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે હેડનની આક્રમક શૈલી ગુજરાતને ફરી એકવાર ચેમ્પિયન બનાવવામાં કેટલી સફળ રહે છે.

Related posts

સુગમ ડિજિટલ ગુજરાત : સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ! ૨૦ સેવાઓ હવે આંગળીના ટેરવે

SAHAJANAND RAJPUT

શાંતિ મંત્રણા : ઈસ્લામાબાદમાં 21 કલાકનું હાઈ-વોલ્ટેજ ડ્રામા: US-ઈરાન મંત્રણા નિષ્ફળ, શું દુનિયા વિનાશના આરે?

SAHAJANAND RAJPUT

ઇઝરાયેલ : માત્ર 7 દિવસ પહેલા બનેલા હમાસ ચીફ મોહમ્મદ ઓદિહને ફૂંકી માર્યો

SAHAJANAND RAJPUT

Leave a Comment