ખબરક્રાઈમ

ચાંગોદર પોલીસ દરોડો : ₹3,26,420/- ની કિંમતનો ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર સાથે આરોપી ઝડપાયો

ચાંગોદર પોલીસ દરોડો : સાવધાન! તમારી આસપાસ તો નથી વેચાઈ રહ્યું આ ‘મીઠું ઝેર’ ? ચાંગોદર પોલીસે બ્લિન્કિટના ગોડાઉન પર દરોડો પાડી ₹3,26,420/- ની કિંમતના ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર સાથે આરોપી ઝડપ્યો.

ચાંગોદર પોલીસ

ચાંગોદર પોલીસ દરોડો : રાજ્યમાં વધતા જતાં નશાના કારોબાર સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે. ચાંગોદર પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદે સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ સામાન કોઈ નાની-સૂની જગ્યાએ નહીં પણ ચચરાવાડી વાસણા ગામની સીમમાં આવેલા ‘અસ્લીક-4’ વેરહાઉસના બ્લિન્કિટ (Blinkit) ના ગોડાઉનમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો.

શું છે આ ‘ગોગો’ સ્મોકિંગ કોનનો ખેલ?

આજના યુવાનો અને સગીરોમાં ચરસ અને ગાંજા જેવા નશાનું સેવન વધ્યું છે. આ નશો કરવા માટે ખાસ પ્રકારના રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓ પાન ના ગલ્લા, કરિયાણાની દુકાનો અને ચાની કિટલીઓ પર સહેલાઈથી ઉપલબ્ધ થઈ જતી હતી, જેના કારણે યુવા પેઢી નશાના રવાડે ચઢી રહી છે.

ચાંગોદર પોલીસ દરોડો : ઝેરી કેમિકલ્સનું મિશ્રણ: યુવાધનને ખોખલું કરવાનું ષડયંત્ર

FE

સ્ત્રોતો મુજબ, આ રોલિંગ પેપર અને કોનમાં માત્ર કાગળ નથી હોતો, પરંતુ તેમાં ટાઈટેનિયમ ઓક્સાઈડ, પોટેશિયમ નાઈટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવી વસ્તુઓ હોય છે. આ કેમિકલ્સ માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ઝેરી અને હાનિકારક સાબિત થઈ શકે છે.

3 16

પોલીસનો સપાટો: ₹3.26 લાખનો મુદ્દામાલ જપ્ત

ચાંગોદર પોલીસ દરોડો : બાતમીના આધારે પોલીસે બ્લિન્કિટ ગોડાઉન પર દરોડો પાડીને કુલ ₹3,26,420/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે:

• ગેરકાયદે રોલિંગ પેપર અને ગોગો સ્મોકિંગ કોન.

• હુક્કા, કોલસા, ફોઈલ પેપર અને ચીપિયા.

• વિવિધ પ્રકારના હુક્કા ફ્લેવર.

8 17

ચાંગોદર પોલીસ દરોડો : આ મામલે પોલીસે કેતનકુમાર ઠાકોરપ્રસાદ ભટ્ટનગર (રહે. ચાંદખેડા, મૂળ નડિયાદ) ની ધરપકડ કરી તેની સામે BNS ની કલમ-223 મુજબ ગુનો દાખલ કર્યો છે.

ચાંગોદર પોલીસ દરોડો : આ કુશળ અધિકારીઓની ટીમે પાર પાડ્યું ઓપરેશન

આ સફળ ઓપરેશન અમદાવાદ વિભાગના મે. આઈ.જી.પી. વીધી ચૌધરી અને પોલીસ અધીક્ષક ઓમ પ્રકાશ જાટ ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. સાણંદ ડિવિઝનના નાયબ પોલીસ અધીક્ષક નિલમ ગોસ્વામી ની સૂચનાથી ચાંગોદર પોલીસની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી છે.

10 13

ટીમમાં સામેલ અધિકારીઓ/કર્મચારીઓ:

એન.એચ. સવસેટા (પોલીસ ઇન્સ્પેક્ટર, ચાંગોદર).

એસ.એચ. રાઠોડ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર).

એ.એસ.આઇ. પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ (બ.નં. ૬૫૯).

અ.હે.કો. કિરીટસિંહ ઉદેસંગ (બ.નં. ૧૩૧૯) – જેમણે હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મેળવી હતી.

આ.પો.કો. ધનરાજસિંહ નારણસિંહ (બ.નં. ૨૨૭) – જેમણે બાતમી મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

11 11

અ.પો.કો. ભોન્ટુસિંહ ભુપતસિંહ (બ.નં. ૧૫૨૬).

ચાંગોદર પોલીસ દરોડો : પોલીસની આ સતર્કતાને કારણે તરુણો અને યુવાનોને બરબાદ કરતું એક મોટું રેકેટ પકડાયું છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ સતત કાર્યરત છે.

સાણંદ દારૂ પાર્ટી : કરોડોનો વૈભવ, વિદેશી નશો અને કાયદાનો ભંગ – શું આ છે નવું ‘ફાર્મહાઉસ કલ્ચર’?

ધ્રૃજાવી દેતુ સત્ય – બંગાળ ફાઈલ્સ | Bengal Files | Vimarsh

Related posts

પીએમ મોદીની અપીલ: શું ફરી આવશે Work From Home ના દિવસો? સોનું ન ખરીદવા પાછળનું મોટું આર્થિક કારણ

SAHAJANAND RAJPUT

વડોદરા : સનફાર્મા રોડ પરથી ટ્રેક્ટર ચોરનારા ‘રીઢા ગુનેગારો’ ઝડપાયા

SAHAJANAND RAJPUT

વડોદરા : લાખોના સોના-હીરા અને વિદેશી પાઉન્ડ સાથે આરોપીની ધરપકડ!

SAHAJANAND RAJPUT

Leave a Comment