ખબર

ગરમી ચેતવણી : ગુજરાતમાં માર્ચમાં જ અગનગોળા વરસશે! 11 જિલ્લામાં ‘યલો એલર્ટ’ જાહેર

ગરમી ચેતવણી : ગુજરાતમાં માર્ચમાં જ અગનગોળા વરસશે! 11 જિલ્લામાં ‘યલો એલર્ટ’ જાહેર, જાણો કયા શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર થયો

માર્ચની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ! હવામાન વિભાગે 11 જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટમાં પારો 40 ડિગ્રીએ પહોંચ્યો.

ગરમી ચેતવણી

અમદાવાદ: ગુજરાતમાં હજુ તો માર્ચ મહિનો શરૂ થયો છે ત્યાં જ ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર સહિત કુલ 11 જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

ગરમી ચેતવણી : રાજકોટ અને સુરેન્દ્રનગર તપ્યા: પારો 40 ડિગ્રીએ!

રવિવારે સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જેના કારણે લોકોએ બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. અમદાવાદમાં પણ ગરમીનો પારો સામાન્ય કરતા 5.2 ડિગ્રી વધીને 39.4 ડિગ્રી નોંધાયો છે.

ગરમી ચેતવણી : હજુ પણ વધશે આકરો તાપ IMD ના બુલેટિન મુજબ, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સંકેતો દર્શાવે છે કે આ વર્ષે ઉનાળો વહેલો અને વધુ આકરો રહેશે.

ગરમી ચેતવણી : શું રાખશો સાવચેતી?

ગરમી ચેતવણી : તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે સીધા તડકાથી બચવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. વધતી જતી ગરમીને જોતા વડીલો અને બાળકોએ ખાસ કાળજી લેવી જરૂરી છે.

Related posts

મતદાન : રસ્તાઓ પર ગુંજ્યો ‘મતદાન’નો નાદ : વિદ્યાર્થીઓએ કરી નૈતિક મતદાનની હાકલ

SAHAJANAND RAJPUT

Women’s Champions Trophy 2027 હવે ભારતમાં : ICCનો મોટો નિર્ણય

SAHAJANAND RAJPUT

US Iran War : શું ભારતનું ખિસ્સું ખાલી થશે? અમેરિકા-ઈરાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા

SAHAJANAND RAJPUT

Leave a Comment