ક્રાઈમખબર

બોપલ ‘: મેનેજર જ નીકળ્યો ચોર! iPhone 17 Pro ચોરી મુંબઈ છુપાયેલો શખ્સ ઝડપાયો

👮‍♂️📱વિશ્વાસઘાત અને ચોરી: સાઉથ બોપલના મોબાઈલ સ્ટોરમાં ચોરી કરનાર સ્ટોરના જ મેનેજરને પોલીસે મુંબઈમાં ટ્રેસ કર્યો 🚨🏃‍♂️

Bop Chori M

અમદાવાદ: કહેવાય છે કે ‘વાડ જ ચીભડાં ગળે’ ત્યારે રખેવાળી કોણ કરે? આવો જ એક કિસ્સો અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. સાઉથ બોપલમાં આવેલ જાણીતા પૂજારા મોબાઈલ સ્ટોરમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સે જ વિશ્વાસઘાત કરી સ્ટોરમાંથી કિંમતી મોબાઈલ અને એસેસરીઝની ચોરી કરી હતી. જોકે, બોપલ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આ મેનેજરને મુંબઈથી ઝડપી પાડ્યો છે.

🕵️‍♂️ બોપલમાાં વિશ્વાસઘાત! જેણે સ્ટોર સાચવવાનો હતો તેણે જ લાખોની ચોરી કરી

ઘટનાની વિગત એવી છે કે, પૂજારા મોબાઈલ સ્ટોરમાં મેનેજર તરીકે કામ કરતા વિપુલ મનોહરભાઈ ભાવસાર (રહે. નવા વાડજ, મૂળ રહે. પાલઘર, મહારાષ્ટ્ર) એ સ્ટોરમાંથી એક આઈફોન ૧૭ પ્રો (iPhone 17 Pro, 256 GB) તથા અન્ય કિંમતી એસેસરીઝની ચોરી કરી હતી. આ ચોરી કરેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૧,૩૯,૯૬૮/- જેટલી થાય છે. ચોરી કર્યા બાદ આરોપી મેનેજર ફરાર થઈ ગયો હતો.

બોપલ

🚨 અમદાવાદથી મુંબઈ સુધી ફિલ્મી પીછો: બોપલ પોલીસને મળી સફળતા

આ ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૬ ની કલમ-૩૦૬ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ટીમ તપાસમાં લાગી હતી.,

બોપલ

તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રમાં છુપાયો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે. ચાવડા અને તેમની ટીમ તાત્કાલિક મુંબઈ પહોંચી હતી અને ત્યાંથી આરોપી વિપુલ ભાવસારને દબોચી લીધો હતો. હાલ પોલીસ દ્વારા તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

👮‍♂️ આ ટીમે પાર પાડી કામગીરી

બોપલ :

આ પ્રશંસનીય કામગીરીમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.વી. ચૌધરી, પી.એસ.આઈ. જી.કે. ચાવડા, અને કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ તથા કિસ્મતભાઈ જોડાયા હતા.

B C 11 4

રાજકોટ : વિધર્મી હેડ કોન્સ્ટેબલે મા-દીકરીની ઈજ્જત લૂંટી, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો

Related posts

જોધપુર : એક અશ્લીલ વીડિયો, 8 નરાધમો અને બે સગી બહેનોની જિંદગીનો કરુણ અંત

SAHAJANAND RAJPUT

અમદાવાદ સાયબર ક્રાઈમ : પોલીસના નામે વૃદ્ધાનું ‘ડિજિટલ અરેસ્ટ’ : ₹55 લાખ પડાવનાર ગેંગ ઝડપાઈ

SAHAJANAND RAJPUT

ગરમીનો પ્રકોપ: આરોગ્ય વિભાગે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો લૂ થી બચવા શું કરવું અને શું નહીં?

SAHAJANAND RAJPUT

Leave a Comment