ખબર

Vehicle Transfer : આધાર કાર્ડ વગર વાહન ટ્રાન્સફર કે NOC નહીં મળે, બદલાઈ ગયા છે RTOના નિયમો

Vehicle Transfer

🚗 Vehicle Transfer : વાહન માલિકો માટે મોટા સમાચાર: હવે આધાર વગર વાહન ટ્રાન્સફર નહીં થાય, RTO પ્રક્રિયામાં થયા મોટા ફેરફાર

ગાંધીનગર: જો તમે તમારું જૂનું વાહન વેચવાનું વિચારી રહ્યા છો અથવા તો બીજા રાજ્યમાં લઈ જવા માટે NOC કઢાવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ભારત સરકાર દ્વારા વાહન માલિકીની તબદીલી (Transfer of Ownership) અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવાની આખી પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે.

📅 Vehicle Transfer : ૧૫ જુલાઈથી નિયમો લાગુ

Vehicle Transfer : પરિવહન ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ૧૫ જુલાઈ ૨૦૨૬ થી પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. હવેથી આધાર વેરિફિકેશન વગર વાહન ટ્રાન્સફરની પ્રક્રિયા આગળ વધશે નહીં.

🛡️ શા માટે લેવાયો આ નિર્ણય?

Vehicle Transfer : આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ વાહન માલિકોની સુરક્ષા વધારવાનો છે. ઘણીવાર અનધિકૃત રીતે વાહનોની તબદીલી કે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવતા હોય છે. આ નવી ઓનલાઈન આધાર વેરિફિકેશન પ્રક્રિયાથી આવી છેતરપિંડી અટકાવી શકાશે અને સમગ્ર પ્રક્રિયા વધુ ઝડપી અને સુરક્ષિત બનશે.

💻 ઓનલાઈન પ્રક્રિયામાં શું ધ્યાન રાખવું?

Vehicle Transfer : નવી વ્યવસ્થા મુજબ, અરજદારે પરિવહન પોર્ટલ પર પોતાના આધાર કાર્ડની વિગતો દાખલ કરવાની રહેશે.

  • જો વિગતો મેચ થશે તો: જો આધારની વિગતો અને પોર્ટલ પરની વિગતો સંપૂર્ણપણે મળી જશે, તો જ ઓનલાઈન પ્રોસેસ પૂરી થઈ શકશે.
  • જો વિસંગતતા હશે તો: જો આધાર કાર્ડ અને પોર્ટલની વિગતોમાં તફાવત હશે, તો અરજદારે ડ્રાઈવિંગ લાયસન્સ (DL) ની વિગતો આપવી પડશે.
  • RTO ના ધક્કા ક્યારે ખાવા પડશે?: જો તમારી RC બુક અને ડ્રાઈવિંગ લાયસન્સની વિગતોમાં પણ જો તફાવત હશે, તો તમારે રૂબરૂ જરૂરી પુરાવા સાથે સંબંધિત RTO કચેરીએ જવું પડશે.

ટૂંકમાં, સરકાર હવે વાહન વ્યવહારના રેકોર્ડને એકદમ સચોટ બનાવવા માંગે છે જેથી ભવિષ્યમાં કોઈ પણ વાહન માલિકને મુશ્કેલી ન પડે.

ચાંગોદરમાં બે ગોડાઉનમાંથી રૂ.39.57 કરોડનો ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો ઝડપાયો, ચાંગોદર પોલીસનો મેગા દરોડો

Ad p

Related posts

ટ્રમ્પનો ‘ટ્રિગર’ પર હાથ: ઈરાનને ૧૦૦૦ મિસાઈલોથી ફૂંકી મારવાની ચેતવણી

SAHAJANAND RAJPUT

લવ જેહાદ : હોટલમાં જવા હિન્દુ દીકરીઓને બનાવી ‘બેગમ’: બુરખાવાળા નકલી આધારકાર્ડના ખૌફનાક ખેલનો પર્દાફાશ!

SAHAJANAND RAJPUT

Gujarat Police : મહોરમ જુલૂસના રૂટ પર લોખંડી બંદોબસ્ત, સોશિયલ મીડિયા પર પોલીસની કડક વોચ

SAHAJANAND RAJPUT

Leave a Comment