અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને મોટી સફળતા: એલીસબ્રીજમાં થયેલી ₹7.38 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ રીઢા તસ્કરો ઝડપાયા

વિદેશ ગયેલા મકાનમાલિકના બંધ ઘરને બનાવ્યું હતું નિશાન
અમદાવાદ શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં આશરે સાડા પાંચ મહિના પહેલા થયેલી એક મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને સફળતા મળી છે. એલીસબ્રીજની પ્રીતમ નગર સોસાયટીમાં રહેતા અને હાલ વિદેશ ગયેલા એક મકાનમાલિકના બંધ ઘરના દરવાજાનું તાળું તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોના-ચાંદીના દાગીના અને રિક્ષા સહિત ₹7.38 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹7,38,500 ની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જપ્ત કરાયેલી ચીજવસ્તુઓની વિગત નીચે મુજબ છે:

• સોનાનું મંગળસૂત્ર: ₹1,83,000
• સોનાનો હાર: ₹2,05,000
• સોનાની 3 બંગડીઓ: ₹2,85,000
• રણછોડરાયજીના ચિત્રવાળું સોનાનું પેન્ડલ: ₹34,000
• ચાંદીના સિક્કા અને અન્ય દાગીના. આ ઉપરાંત, ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલી સીએનજી ઓટો રિક્ષા (GJ-27-Y-0424) અને ઘરફોડ માટે વપરાતા ડિસમિસ પણ કબજે કરવામાં આવ્યા છે.
આ પણ જુઓ
કસાબ વિશે આ શાંભળ્યુ છે..?
ક્રાઈમ બ્રાન્ચ : ઝડપાયેલા આરોપીઓની વિગત
ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે નીચેના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે:

1. કરણ ઉર્ફે ટોકો: રહે. શાહપુર, અમદાવાદ.
2. જયેશ ઉર્ફે બડિયો: રહે. માધવપુરા, અમદાવાદ.
3. ધર્મેશ ઉર્ફે જગો: રહે. વાસણા, અમદાવાદ.

ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
પકડાયેલા તસ્કરોનો ગુનાહિત ઈતિહાસ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે અને અગાઉ પણ અનેક ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. આરોપી જયેશ ઉર્ફે બડિયો સામે વાડજ, નવરંગપુરા અને નારણપુરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. જ્યારે ધર્મેશ ઉર્ફે જગો સામે મણિનગર, સેટેલાઈટ, એલીસબ્રીજ, નવરંગપુરા અને નારણપુરા પોલીસ સ્ટેશનમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે એલીસબ્રીજ પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
- વડોદરામાં 10 લાખની લૂંટ | ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપી પકડ્યા
- ક્રાઈમ બ્રાન્ચ ની મોટી સફળતા : હાટકેશ્વર જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો
- સ્ટાર્ટઅપ ઈન્ડિયા ના 10 વર્ષ : વડાપ્રધાન મોદીનો યુવા ઉદ્યોગસાહસિકોને પ્રેરક સંદેશ
- ટીમ ઈન્ડિયા નો વડોદરામાં દબદબો : 300 રનનો ટાર્ગેટ પણ પડ્યો નાનો
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર–કચ્છનો પ્રારંભ
