પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : પાકિસ્તાન શાંતિનો ‘ભસ્માસુર’ : જ્યારે આતંકવાદની ખેતી કરનારના પોતાના જ ઘર સળગ્યા – અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈકની અંદરની વાત
પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : ઇતિહાસ સાક્ષી છે કે જે દેશ આતંકવાદને પોતાની વિદેશ નીતિનું હથિયાર બનાવે છે, અંતે તે હથિયાર તેની જ છાતીમાં ભોંકાય છે. આજે પાકિસ્તાનની જે દશા થઈ રહી છે, તે આ સત્યનું જ્વલંત ઉદાહરણ છે. દાયકાઓ સુધી ભારતના નિર્દોષ નાગરિકોના લોહી વહેવડાવનારા અને અફઘાનિસ્તાનમાં અસ્થિરતા ફેલાવનારા પાકિસ્તાનને આજે પોતાના જ પાળેલા ‘સર્પો’ ડંખી રહ્યા છે. રવિવારે વહેલી સવારે પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની સરહદ ઓળંગીને કરેલી એર સ્ટ્રાઈક એ માત્ર એક લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ પાકિસ્તાનની આતંકવાદ સામેની નીતિઓની સંપૂર્ણ નિષ્ફળતાની સાબીતી છે.
પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : બહાદુરી કે લાચારી? એર સ્ટ્રાઈકની વિગતો
પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : તાજેતરના અહેવાલો અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના પક્તિકા અને નંગરહાર પ્રાંતમાં અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાન સરકારનો દાવો છે કે આ એક ‘ઇન્ટેલિજન્સ બેઝ્ડ સિલેક્ટિવ ઓપરેશન’ હતું, જેનો હેતુ પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકવાદીઓને ખતમ કરવાનો હતો.

અફઘાન મીડિયાના જણાવ્યા અનુસાર આ હુમલામાં નાંગરહારના એક ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં એક જ પરિવારના 23 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. હુમલાના સમયે પરિવાર સૂતો હતો જેથી તેમને બચવાનો મોકો પણ મળ્યો ન હતો.
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન (IHRF) અમેરિકી માનવ અધિકાર સંસ્થાના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 16 અફઘાન નાગરિકોના મોત નિપજ્યા છે. જેમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. જોકે અફધાન સકાર તરફથી આંકડાઓની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.

પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : પાકિસ્તાની સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, પક્તિકા પ્રાંતના બાર્મલ જિલ્લામાં એક મદરેસાને નિશાન બનાવવામાં આવી હતી, જ્યારે નંગરહાર પ્રાંતના ખોગયાની, બહસોદ અને ઘાની ખેલ જિલ્લાઓમાં પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની માહિતી મંત્રાલયે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે આ ઓપરેશનમાં ‘ફિત્ના અલ-ખ્વારીજ’ (FAK) અને ‘દાએશ ખોરાસન પ્રાંત’ (DKP) ના સાત મુખ્ય કેમ્પો અને ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે.

🛑 પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : અફઘાનિસ્તાનનો કડક વિરોધ: “સર્વભૌમત્વ પર ઘા”
પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : અફથાનિસ્તાને પાકિસ્તાનની કાર્યવાહી પર તાત્કાલિક અને કડક પ્રતિક્રિયા આપી છે. કાબુલમાંથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પાકિસ્તાનના આ હુમલાને “સીધુ આક્રમણ” અને અફધાનિસ્તાનના સર્વભૌમત્વનો ભંગ ગણાવવામાં આવ્યો છે.
સરહદી વિસ્તારોમાં વધારાના સૈનિક તહેનાત કરવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે અને પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે.

સ્થાનિક સૂત્રોના કહેવા મુજબ, પાકિસ્તાનના આ હુમલામાં કેટલાક નાગરિકોના મોત અને ઈજાઓના અહેવાલ છે. જોકે આ અંગે સત્તાવાર આંકડા હજુ જાહેર થયા નથી.
પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : આતંકવાદની ખેતી જેવુ વાવો તેવુ લણો
પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : ભારતીય દૃષ્ટિકોણથી જોઈએ તો, પાકિસ્તાન આજે જે આગમાં સળગી રહ્યું છે તે તેણે પોતે જ લગાડેલી છે. વર્ષો સુધી પાકિસ્તાની સેના અને આઈએસઆઈ (ISI) એ ‘સારા આતંકવાદી’ અને ‘ખરાબ આતંકવાદી’ વચ્ચે ભેદભાવ કર્યો. જે આતંકવાદીઓ ભારત વિરુદ્ધ લડે તેને ‘મુજાહિદ્દીન’ કહેવા અને જે પાકિસ્તાન વિરુદ્ધ લડે તેને ‘ખ્વારીજ’ અથવા આતંકવાદી કહેવા – આ બેવડું વલણ આજે પાકિસ્તાનને મોંઘું પડી રહ્યું છે.

પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : તાજેતરમાં જ પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદની એક શિયા મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટે પાકિસ્તાનની આંતરિક સુરક્ષાની પોલ ખોલી નાખી હતી, જેમાં 31 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત, બાજૌર અને બન્નુ જિલ્લામાં થયેલા હુમલાઓમાં પાકિસ્તાનના એક લેફ્ટનન્ટ કર્નલ સહિત અનેક સૈનિકો માર્યા ગયા છે. આ હુમલાખોરો અફઘાન નાગરિકો હોવાનું બહાર આવતા પાકિસ્તાન સરકાર હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર દોષારોપણ કરી રહી છે.
પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : દોહા કરાર અને પાકિસ્તાની આક્રમકતાનો વિરોધાભાસ
પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ જણાવ્યું છે કે અફઘાન ભૂમિનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદ ફેલાવવા માટે ન થવો જોઈએ. તેઓ આજે વિશ્વ સમુદાયને અપીલ કરી રહ્યા છે કે તાલિબાન સરકારને 2020 ના ‘દોહા કરાર’ યાદ અપાવવામાં આવે. કેટલો મોટો વિરોધાભાસ છે! જે દેશે પોતે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદને પોષવા માટે અનેક કરારોનું ઉલ્લંઘન કર્યું છે, તે આજે બીજા પાસે કરારના પાલનની અપેક્ષા રાખી રહ્યો છે.

પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : પાકિસ્તાનનો દાવો છે કે તેમની પાસે અફઘાનિસ્તાનમાં બેઠેલા આકાઓ દ્વારા હુમલાના આયોજનના ‘નિર્ણાયક પુરાવા’ છે. પરંતુ શું પાકિસ્તાન એ ભૂલી ગયું છે કે અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાન સત્તામાં આવ્યા ત્યારે પાકિસ્તાની સેના અને તત્કાલીન સરકારે તેને ‘આઝાદીની જીત’ ગણાવી હતી? આજે એ જ તાલિબાન શાસિત અફઘાનિસ્તાન પાકિસ્તાન માટે ગળાની ફાંસ બની ગયું છે.
પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : ભારત માટે ચેતવણી અને સાવધાની
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલો આ તણાવ દક્ષિણ એશિયાની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે. ભારત માટે આ ઘટનાક્રમ બે પાસાં દર્શાવે છે:

1. સીમા પાર આતંકવાદનું જોખમ: જ્યારે પાકિસ્તાન આંતરિક રીતે અસ્થિર બને છે, ત્યારે તે અવારનવાર જનતાનું ધ્યાન ભટકાવવા માટે કાશ્મીર અથવા ભારતની સરહદે ઉશ્કેરણીજનક કૃત્યો કરી શકે છે.
2. આતંકી જૂથોનું વિલીનીકરણ: જો TTP અને ઇસ્લામિક સ્ટેટ જેવા જૂથો વધુ મજબૂત બનશે, તો તે સમગ્ર ક્ષેત્ર માટે જોખમ ઊભું કરશે. પાકિસ્તાની વાયુસેનાએ કરેલી આ એર સ્ટ્રાઈક કદાચ આ જૂથોને ભારત તરફ વળવા માટે પણ પ્રેરી શકે છે, જેની સામે આપણી એજન્સીઓએ સાવધ રહેવું પડશે.
પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : શું આ માત્ર શરૂઆત છે?
પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર દ્વારા પાકિસ્તાનની આ કાર્યવાહી પર હજુ સુધી કોઈ સત્તાવાર મૌન ધારણ કરવામાં આવ્યું છે, પરંતુ અંદરખાને રોષ ઉકળી રહ્યો છે. ઑક્ટોબર મહિનામાં પણ બંને દેશો વચ્ચે સરહદી અથડામણો થઈ હતી જેમાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. કતારની મધ્યસ્થતામાં થયેલા યુદ્ધવિરામ બાદ પણ પરિસ્થિતિ સુધરી નથી.

પાકિસ્તાન જે ‘સિલેક્ટિવ ઓપરેશન’ ની વાત કરે છે, તે ખરેખર તો તેની લાચારી છે. તે આતંકવાદના મૂળને નષ્ટ કરવા નથી માંગતું, પરંતુ માત્ર એવા આતંકવાદીઓને નિશાન બનાવે છે જે તેને નુકસાન પહોંચાડી રહ્યા છે. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો હજુ પણ પાકિસ્તાની ધરતી પર સુરક્ષિત છે, જે ભારત વિરુદ્ધ કાવતરાં ઘડે છે.
શાંતિનો એક જ માર્ગ – આતંકવાદનો સંપૂર્ણ નાશ
પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : પાકિસ્તાને સમજવાની જરૂર છે કે આતંકવાદ એ દૂધ પાઈને ઉછેરેલો સાપ છે, જે અંતે તો માલિકને જ કરડે છે. અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાન પોતાની આંતરિક સુરક્ષા નિષ્ફળતા છુપાવી શકશે નહીં. જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતી પર ચાલી રહેલા તમામ આતંકી કેમ્પોને બંધ નહીં કરે, ત્યાં સુધી તેને રમઝાન મહિનામાં પણ આવી અશાંતિનો સામનો કરવો પડશે.

પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : ભારત હંમેશા શાંતિનું પક્ષધર રહ્યું છે, પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે આતંકવાદના જનક દેશમાં ક્યારેય સ્થિરતા હોઈ શકતી નથી. આપણી સેના અને સરકાર સરહદો પર બાજ નજર રાખી રહી છે, કારણ કે પાડોશમાં લાગેલી આ આગની જ્વાળાઓ આપણા આંગણા સુધી ન પહોંચે તે જોવાની જવાબદારી આપણી છે.
પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : પાકિસ્તાનની આ એર સ્ટ્રાઈક એ માત્ર એક લશ્કરી ઓપરેશન નથી પરંતુ મજબુરી છે, કુદરતનો ન્યાય છે. જેવો સંગ, તેવો રંગ – આતંકવાદના સંગાથે આજે પાકિસ્તાનને પોતાના જ પાડોશી અને પોતાના જ પાળેલા જૂથો સામે યુદ્ધના મેદાનમાં લાવીને ઊભું કરી દીધું છે. પાકિસ્તાન એ દક્ષિણ એશિયાનો એવો શ્રાપિત દેશ છે જે પોતના આતંકવાદી ક્રિયાકલાપોના કારણે પોતે તો શાંતિથી રહેતો નથી પણ સમગ્ર ખંડની શાંતિને સતત હણતો રહે છે.
કેન્સર પીડિતોની મદદે ‘આશા વાન’
કોમ્યુનલ વાયોલન્સ બિલનું સત્ય | હિન્દુ વિરોધી પ્રાવધાનોનો પર્દાફાશ | વિમર્શ |
