Image default
ક્રાઈમખબર

અમદાવાદ ગ્રામ્ય LCB : બંધ મકાનોને નિશાન બનાવતી હાઈપ્રોફાઈલ ગેંગ ઝડપાઈ : ૧૪.૬૦ લાખની ચોરીના ગુનામાં LCBની મોટી સફળતા

અમદાવાદ ગ્રામ્ય LCB : બંધ મકાનોને નિશાન બનાવતી હાઈપ્રોફાઈલ ગેંગ ઝડપાઈ : ૧૪.૬૦ લાખની ચોરીના ગુનામાં LCBની મોટી સફળતાઅમદાવાદ ગ્રામ્યમાં ત્રાટકેલી ‘ગુરખા-ગબ્બર’ ગેંગનો ખેલ ખતમ: 14.60 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, જાણો કેવી રીતે LCB એ બિછાવી જાળ!

અમદાવાદ ગ્રામ્ય LCB

અમદાવાદ ગ્રામ્ય LCB : જિલ્લામાં વધતી જતી મિલકત સંબંધી ગુનાખોરીને ડામવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટની સૂચનાથી એલ.સી.બી. (LCB) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ધોલેરા અને કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ત્રણ મોટી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલીને પોલીસે બે રીઢા ગુનેગારોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

અમદાવાદ ગ્રામ્ય LCB : હેબતપુરના બંધ મકાનને બનાવ્યું હતું નિશાન

અમદાવાદ ગ્રામ્ય LCB : ઘટનાની વિગત મુજબ, ગત ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારના હેબતપુર ગામે એક અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ કબાટમાંથી રૂપિયા ૧૪,૬૦,૦૦૦/- ની માતબર રકમની ચોરી કરી હતી. આટલી મોટી રકમની ચોરી થતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.

અમદાવાદ ગ્રામ્ય LCB

અમદાવાદ ગ્રામ્ય LCB : સીસીટીવી અને ‘એસક્રોસ’ કારે ખોલ્યા ચોરના રસ્તા

અમદાવાદ ગ્રામ્ય LCB : ચોરીનો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી. ઇન્સ્પેક્ટર આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં એક શંકાસ્પદ મારૂતી એસક્રોસ ગાડી નજરે પડી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની સચોટ માહિતીના આધારે પોલીસે બે આરોપીઓની અટકાયત કરી અને સઘન પૂછપરછ હાથ ધરી, જેમાં તેઓએ ચોરીની કબૂલાત કરી હતી.

અમદાવાદ ગ્રામ્ય LCB

અમદાવાદ ગ્રામ્ય LCB : નેપાળ અને યુપીના આરોપીઓનો રીઢો ગુનાહિત ઇતિહાસ

અમદાવાદ ગ્રામ્ય LCB : ઝડપાયેલા આરોપીઓમાં જગદીશકુમાર ઉર્ફે ગુરખા (મૂળ નેપાળ) અને પ્રકાશ ઉર્ફે બકો ઉર્ફે ગબ્બર (મૂળ ઉત્તર પ્રદેશ) નો સમાવેશ થાય છે.

અમદાવાદ ગ્રામ્ય LCB

આ બંને આરોપીઓ હાલ અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા હતા. આશ્ચર્યની વાત એ છે કે જગદીશ ઉર્ફે ગુરખા વિરુદ્ધ અગાઉ ખેડા, નડીયાદ, અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ચોરી અને પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે પ્રકાશ ઉર્ફે ગબ્બર પણ મારપીટ અને ધમકીના ગુનાઓમાં સંડોવાયેલો છે.

અમદાવાદ ગ્રામ્ય LCB

અમદાવાદ ગ્રામ્ય LCB : મુદ્દામાલની રિકવરી અને વોન્ટેડ આરોપીની શોધખોળ

અમદાવાદ ગ્રામ્ય LCB : પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી રૂપિયા ૨,૨૦,૦૦૦/- રોકડા અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા ૭,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અમદાવાદ ગ્રામ્ય LCB

આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી ભલાભાઇ ફુલાભાઇ તળપદા (દેવીપુજક) હાલ પોલીસ પકડથી દૂર છે, જેની સામે પણ ખેડા અને આણંદ જિલ્લામાં ચોરીના ડઝનબંધ ગુનાઓ નોંધાયેલા છે.

અમદાવાદ ગ્રામ્ય LCB

ત્રણ ગુનાઓનો ઉકેલ

અમદાવાદ ગ્રામ્ય LCB : આ ધરપકડથી પોલીસે ધોલેરાના બે અને કોઠ પોલીસ સ્ટેશનનો એક એમ કુલ ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલી નાખ્યા છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી.ના પી.આઈ. આર.એન. કરમટીયા, પી.આઈ. કે.એ. સાવલીયા અને તેમની ટીમ જોડાઈ હતી.

અમદાવાદ ગ્રામ્ય LCB

હાલમાં પકડાયેલા બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

LCB Ahmedabad : ગણતરીના દિવસોમાં ડોમ સ્ટ્રક્ચર ચોરીનો ભેદ ઉકેલ્યો : 9.34 લાખનો મુદ્દામાલ કબ્જે

Related posts

અમેરિકા ઈરાન વચ્ચે ‘મહાયુદ્ધ’ કે ‘મહાસંધિ’.?

SAHAJANAND RAJPUT

અદાણીનો ધડાકો : ઔદ્યોગિક ગેસના ભાવમાં ₹37નો ઘટાડો

SAHAJANAND RAJPUT

દિલ્હી ટ્રિપલ મર્ડર : ‘ધનવર્ષા’ના બહાને ટ્રિપલ મર્ડર

SAHAJANAND RAJPUT

Leave a Comment