Image default
ક્રાઈમ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ નો ગોમતીપુરમાં સપાટો: વરલી મટકાના જુગારધામ પર દરોડો, 7 શખ્સો ઝડપાયા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ નો ગોમતીપુર જુગાર ધામ પર દરોડો : વરલી મટકાનો જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા, કુલ રુ. 80,000 નો મુદ્દામાલ કબજે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ : ક્રાઈમ બ્રાન્ચે ગોમતીપુર વિસ્તારમાં ચાલી રહેલા એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ગોમતીપુરના શકરા ઘાંચીની કાલી વિસ્તારમાં આવેલા અમન ચાંદમિયા શેખના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાનમાં બહારથી માણસો બોલાવીને હાર-જીતનો વરલી મટકાનો જુગાર રમાડવામાં આવતો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

આ સફળ રેઈડ દરમિયાન પોલીસે મુખ્ય આરોપી અમન શેખ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સ્થળ પરથી ₹64,500 રોકડ, ₹15,500ની કિંમતના 3 મોબાઈલ ફોન અને જુગારના આંકડા લખેલા ચોપડા તથા સ્લીપ બુક મળી કુલ ₹80,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપીઓમાં અમન શેખ (21), મોહંમદ ઈકબાલ શેખ (55), મોહંમદ સાદીક શેખ (40) અને અહમદહુસેન ઘાંચી (57) જેવા શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસે જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ઓનલાઈન શોપિંગ કૌભાંડ : ઓનલાઈન શોપિંગનો મોંધો સામાન ગાયબ કરી ડમી વસ્તુ પધરાવતી ગેંગ ઝડપાઈ

SAHAJANAND RAJPUT

ચાંગોદર પોલીસ દરોડો : ₹3,26,420/- ની કિંમતનો ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર સાથે આરોપી ઝડપાયો

SAHAJANAND RAJPUT

સાણંદ દારૂ પાર્ટી : કરોડોનો વૈભવ, વિદેશી નશો અને કાયદાનો ભંગ – શું આ છે નવું ‘ફાર્મહાઉસ કલ્ચર’?

SAHAJANAND RAJPUT

Leave a Comment