ફટાફટ ન્યૂઝખબર

Food Safety : ગુજરાતની 200 હોસ્ટેલ-કેન્ટીનમાં અચાનક તપાસ, 200 સ્થળોએ દરોડા, 10 કેન્ટીન બંધ અને 61ને નોટિસ

Food Safety

Food Safety : સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલા પી. પી. સવાણી શાળાની હોસ્ટેલમાં ગત ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થવાની અત્યંત ગંભીર દુર્ઘટના સામે આવી હતી. માસૂમ બાળકોના આરોગ્ય સાથે થયેલા આ ખીલવાડને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધો છે. આ ઘટનાને પગલે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ત્વરિત અને કડક વલણ અપનાવતાં સમગ્ર ગુજરાતની તમામ હોસ્ટેલ અને કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા તથા સ્વચ્છતા અંગે સઘન તપાસ કરવા માટે ખાસ સ્પેશિયલ ડ્રાઇવ યોજવાના આદેશ આપ્યા હતા.

🔍 ૨૦૦ હોસ્ટેલ-કેન્ટીનમાં ત્રાટકી ટીમ: સરકારીથી ખાનગી સંસ્થાઓમાં સઘન ચેકિંગ

Food Safety : આરોગ્ય મંત્રીના સ્પષ્ટ નિર્દેશ બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમો સમગ્ર રાજ્યમાં એક્શન મોડમાં આવી ગઈ હતી. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં તંત્ર દ્વારા રાજ્યભરની કુલ ૨૦૦ હોસ્ટેલ અને કેન્ટીનમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન માત્ર ખાનગી જ નહીં પરંતુ સરકારી સંસ્થાઓ પર પણ કડક નજર રાખવામાં આવી હતી. આ તપાસમાં ૪૭ સરકારી, ૨૧ અર્ધ-સરકારી અને ૧૩૨ ખાનગી હોસ્ટેલ તથા કેન્ટીનોનો સમાવેશ થાય છે.

🛑 ગંભીર ગંદકી બાદ ૧૦ કેન્ટીન સ્વયંભૂ બંધ, ૧નું લાયસન્સ સસ્પેન્ડ!

Food Safety : તપાસ દરમિયાન તંત્રને અનેક જગ્યાએ આરોગ્ય માટે જોખમી અને અનહાઇજેનિક સ્થિતિ જોવા મળી હતી. ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને અનહાઇજેનિક પરિસ્થિતિને પગલે ૧૦ હોસ્ટેલ/કેન્ટીનોને સ્વયંભૂ બંધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત કાયદાકીય ધોરણોનું પાલન ન કરવા બદલ ૧ સંસ્થાનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જે કેન્ટીનોમાં ક્ષતિઓ જોવા મળી હતી તેવી ૬૧ સંસ્થાઓને તાત્કાલિક સુધારા અર્થે ‘ઇમ્પ્રુવમેન્ટ નોટીસ’ આપવામાં આવી છે.

🧪 ૧૧૪ ખાદ્ય નમૂના લેવાયા: ભેળસેળિયાઓ સામે કાર્યવાહી અવિરત રહેશે

Food Safety : વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનની શુદ્ધતા ચકાસવા માટે તંત્ર દ્વારા સ્થળ પરથી ૧૧૪ જેટલા શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂના એકત્ર કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને ભેળસેળયુક્ત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો સામે આગામી સમયમાં પણ આ કડક કાર્યવાહી અવિરત ચાલુ રહેશે.

QR Code

Vadodara : ઓલિવ ઓઇલના બોક્સ પાછળથી મળ્યો ₹30 લાખનો દારૂ, PCBનો મોટો દરોડો

Ad p

Related posts

Gujarat Police : 14 દિવસમાં 84 બાળકોને અપાવી આઝાદી, બાળમજૂરી સામે સૌથી મોટો પ્રહાર!

SAHAJANAND RAJPUT

Gujarat : કાર્બન ઉત્સર્જનમાં 49.79 મિલિયન ટનનો ઘટાડો, ગ્રીન એનર્જીમાં ગુજરાતનો ડંકો

SAHAJANAND RAJPUT

રાજા શિવાજી : મરાઠી સિનેમામાં રિતેશ દેશમુખનો ડંકો! ‘રાજા શિવાજી’એ રિલીઝ પહેલા જ તોડ્યા તમામ રેકોર્ડ

SAHAJANAND RAJPUT

1 comment

Ahmedabad Police : અમદાવાદ પોલીસે ‘બાબુ કાલીયા ગેંગ’ પર કસ્યો GUJCTOCનો સકંજો September 15, 2026 at 9:48 am

[…] Food Safety : ગુજરાતની 200 હોસ્ટેલ-કેન્ટીનમાં&#823… […]

Reply

Leave a Comment