
🚨 Sarkhej Police : એસ.જી. હાઈવે પર ‘મુનબીન કાફે’ના નામે ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર સરખેજ પોલીસ ત્રાટકી
Sarkhej Police : અમદાવાદના સૌથી વ્યસ્ત અને મોભાદાર એસ.જી. હાઈવે પર આવેલ એક કાફેમાં ચાલતા ગેરકાયદેસર કાળા કારોબારનો સરખેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણીતા ‘મુનબીન કાફે’ પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેઈડ દરમિયાન કાફેના ઓઠા હેઠળ ચાલતી ગંભીર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લી પડી ગઈ છે, જેણે અમદાવાદના પોશ વિસ્તારોના નબીરાઓની પોલ ખોલી નાખી છે.
🔍 Sarkhej Police : હર્બલના નામે નિકોટીનનું ઝેર પીરસતો ધંધો
Sarkhej Police : સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ એ.આર.બોળીયા અને તેમનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી કે સરખેજ મકરબા પશ્ચિમ ગેટની સામે, શ્રી રામ મોટર્સની પાછળ આવેલા ‘મુનબીન કાફે’ (The Moonbean Cafe) માં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ધમધમી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે કોઈ પણ સમય બગાડ્યા વિના ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવા માટે સદર મુનબીન કાફે પર દરોડો પાડ્યો હતો.
જ્યારે પોલીસે કાફેની અંદર તપાસ હાથ ધરી, ત્યારે અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કાફેમાં ગ્રાહકોને જુદી જુદી હર્બલ ફ્લેવર આપવાના ઓઠા હેઠળ વાસ્તવમાં નિકોટીનયુક્ત ફ્લેવરના અત્યંત હાનિકારક તમાકુવાળા હુક્કા પીરસવામાં આવી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી તમાકુવાળા હુક્કા, નિકોટીનયુક્ત ફ્લેવરના અલગ અલગ પેકેટ તેમજ હુક્કાને લગતી અન્ય ચીજવસ્તુઓ સહિત કુલ રૂ. ૧૨,૭૪૦/- નો મુદ્દામાલ કાયદેસર તપાસ અર્થે જપ્ત કર્યો છે.

👥 પકડાયેલા નબીરા કોણ છે?
Sarkhej Police : આ ગેરકાયદેસર હુક્કાબાર ચલાવનારા અને યુવાધનને ખોટા માર્ગે ધકેલનારા બે યુવાન સંચાલકોની પોલીસે ઘટનાસ્થળેથી ધરપકડ કરી છે: ૧. હર્ષ દેવેનભાઈ ત્રિપાઠી (ઉંમર વર્ષ ૨૩) – ધંધો-વેપાર, રહેઠાણ: સી/૨૦૯ આનલ ટાવર, કોમર્સ છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ. ૨. જૈનમ સાલીનભાઈ દોશી (ઉંમર વર્ષ ૨૪) – ધંધો-વેપાર, રહેઠાણ: ઈ/૧૬ નવજીવન ટાવર, ગુરૂકુળ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ.
અમદાવાદના અતિ પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરા અને વસ્ત્રાપુરના આ ભણેલા-ગણેલા ઘરના યુવાનો ગેરકાયદેસર હુક્કાબાર ચલાવીને યુવાધનને બરબાદ કરવાના આ ખતરનાક કારોબારમાં સંડોવાયેલા મળી આવ્યા છે, જે સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.
👮 સરખેજ પોલીસની પ્રશંસનીય કામગીરી
Sarkhej Police : આ સફળ દરોડાની સમગ્ર કાયદેસરની કામગીરી અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર-૧ સાહેબ શ્રી અને ઝોન-૭ નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી, ‘એમ’ ડિવિઝનના એસીપી સાહેબ શ્રી અને સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ. એલ. ચાવડાના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
આ દરોડામાં કામગીરી કરનાર સર્વેલન્સ ટીમમાં પી.એસ.આઈ. એ.આર.બોળીયા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સાજીદખાન નજીમખાન, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જીલુભા, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભાગ્યપાલસિંહ વિજયસિંહ, અભીજીતસિંહ કાકુભા અને અનિરૂધ્ધસિંહ ભરતભાઈનો સમાવેશ થાય છે. સરખેજ પોલીસની આ ત્વરિત કામગીરીથી એસ.જી. હાઈવે પર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા અન્ય તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
