સોમનાથ સ્વાભિમાન પર્વ
સોમનાથ સ્વાભિમાન પર્વ : સુવર્ણ વૈભવ સાથે પુનઃસ્થાપિત થતી ભારતની અમર આસ્થાસુવર્ણ વૈભવ સાથે પુનઃસ્થાપિત થતી ભારતની અમર આસ્થા
ભારતીય સંસ્કૃતિ અને અસ્મિતાના અવિનાશી પ્રતિક રૂપ શ્રી સોમનાથ મંદિર આજે ફરી એકવાર પોતાના પૌરાણિક વૈભવને આધુનિક યુગમાં ઉજાગર કરી રહ્યું છે. ઇતિહાસ અને પુરાણોમાં વર્ણિત સોમનાથની જાહોજલાલી વડાપ્રધાન તથા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને નેતૃત્વમાં પુનઃસ્થાપિત થઈ રહી છે.

સોમનાથ સ્વાભિમાન પર્વ : સુવર્ણ વૈભવ સાથે પુનઃસ્થાપિત થતી ભારતની અમર આસ્થાસુવર્ણમય સોમનાથ : વૈભવની નવી ઓળખ
શ્રી સોમનાથ મંદિરમાં ચાલી રહેલી અલંકાર કામગીરી મંદિરની ધાર્મિક સાથે સાથે સાંસ્કૃતિક મહત્તાને વધુ ઉજાગર કરે છે. હાલ મંદિર પર 1500થી વધુ કળશોને સુવર્ણમઢિત કરવામાં આવ્યા છે, જે સોમનાથના શાશ્વત ગૌરવનું પ્રતીક બની રહ્યાં છે.

મંદિરનું ગર્ભગૃહ, શિવલિંગ પરનું છત્ર, ગર્ભગૃહના દરવાજા, દરવાજા પાસેના સ્તંભો, તેમજ મંદિરના શિખર પર સ્થાપિત સુવર્ણ ધ્વજદંડ અને તેની સાથે જોડાયેલ ત્રિશૂળ—આ બધું જ સુવર્ણ અલંકરણથી ઝળહળતું દેખાય છે. આ સમગ્ર પ્રક્રિયા સોમનાથની પુનર્જીવિત થતી વૈભવતા અને ભવ્યતાની સ્પષ્ટ સાક્ષી છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ : સુવર્ણ વૈભવ સાથે પુનઃસ્થાપિત થતી ભારતની અમર આસ્થાઇતિહાસ અને પુરાણોની સાક્ષી
સોમનાથના ઇતિહાસરસિક અને અભ્યાસુ શ્રી ભાસ્કરભાઈ વૈદ્ય જણાવે છે કે, પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં સોમનાથ મંદિરની અપાર વૈભવતા અને સમૃદ્ધિનું વર્ણન મળે છે. તે સમયના વર્ણનો અનુસાર મંદિરમાં વજનદાર સોનાની સાંકળો, ઘંટ, રત્નજડિત સ્તંભો જેવી રચનાઓ હતી.

પ્રસિદ્ધ સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ પણ પોતાના સાહિત્યમાં સોમનાથ મંદિરની જાહોજલાલીનો વિશેષ ઉલ્લેખ કર્યો છે. આ વૈભવ માત્ર ધાર્મિક નહીં, પરંતુ સાંસ્કૃતિક અને આર્થિક દૃષ્ટિએ પણ વિશ્વવિખ્યાત હતું.
સોમનાથ સ્વાભિમાન પર્વ : સુવર્ણ વૈભવ સાથે પુનઃસ્થાપિત થતી ભારતની અમર આસ્થાશ્રદ્ધા અને દાનની પરંપરા
ભાસ્કરભાઈ વૈદ્યના જણાવ્યા અનુસાર સોમનાથ મંદિરને સુવર્ણમય બનાવવાની શરૂઆત દાન અને શ્રદ્ધાના સંકલ્પ સાથે જોડાયેલી છે.

વર્ષ 2002માં રાજકોટના એક પરિવારે 75 કિલોનું સુવર્ણ થાળું સોમનાથ મંદિરમાં અર્પણ કર્યું હતું. ત્યારબાદ લખી પરિવારે પણ સોનાના દાનનો સંકલ્પ કર્યો, જેના કારણે મંદિરને સુવર્ણમય બનાવવાની પ્રક્રિયા વેગવંતી બની.
આજે પણ સોમનાથ ટ્રસ્ટની સુવર્ણ કળશ યોજના અંતર્ગત અનેક દાતાઓ દ્વારા મંદિરના કળશોને સુવર્ણમઢિત કરવામાં આવ્યા છે, જે શ્રદ્ધા આધારિત વારસાગત સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ : સુવર્ણ વૈભવ સાથે પુનઃસ્થાપિત થતી ભારતની અમર આસ્થા વડાપ્રધાનના વિઝનથી આધુનિક વિકાસ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ સોમનાથ તીર્થક્ષેત્રને માત્ર ધાર્મિક કેન્દ્ર નહીં, પરંતુ સુવિધાસભર સાંસ્કૃતિક તીર્થ તરીકે વિકસાવવામાં આવ્યું છે. સમુદ્ર કિનારે બનાવાયેલ ભવ્ય વોક-વે, ભાવિકો માટે સુલભ દર્શન વ્યવસ્થાઓ, ગોલ્ફ કાર જેવી સુવિધાઓ અને સુવ્યવસ્થિત પરિસર વિકાસથી યાત્રાળુઓને સગવડ મળી રહી છે.
કેન્સર પીડિતોની મદદે ‘આશા વાન’
ભારતના ઐતિહાસિક ગૌરવ અને સાંસ્કૃતિક વારસાની જીવંત ઓળખ
સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતની શાશ્વત સંસ્કૃતિ, અડગ શ્રદ્ધા અને પુનર્જાગૃત અસ્મિતાનું પ્રતિક છે. સુવર્ણ કળશોથી ઝળહળતું સોમનાથ મંદિર માત્ર ધાર્મિક આસ્થા નહીં, પરંતુ ભારતના ઐતિહાસિક ગૌરવ અને સાંસ્કૃતિક વારસાની જીવંત ઓળખ તરીકે આજે ફરી એકવાર વિશ્વ સમક્ષ ઊભું છે.
આ પણ જુઓ
“લવ જેહાદ ફેક્ટરી”ના CEO જમાલુદ્દિન ઉર્ફે છાંગુર બાબા
- વડોદરામાં 10 લાખની લૂંટ | ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપી પકડ્યા
- ક્રાઈમ બ્રાન્ચ ની મોટી સફળતા : હાટકેશ્વર જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો
- સ્ટાર્ટઅપ ઈન્ડિયા ના 10 વર્ષ : વડાપ્રધાન મોદીનો યુવા ઉદ્યોગસાહસિકોને પ્રેરક સંદેશ
- ટીમ ઈન્ડિયા નો વડોદરામાં દબદબો : 300 રનનો ટાર્ગેટ પણ પડ્યો નાનો
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર–કચ્છનો પ્રારંભ
