અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 2026 ની ચૂંટણી પહેલા જ રાજકીય ગણિતો બદલાયા, સરખેજ વોર્ડમાં કોંગ્રેસને લાગ્યો જોરદાર ઝટકો!
🔥 સરખેજ : ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ક્લીન બોલ્ડ!

અમદાવાદના રાજકારણમાં અત્યારે એક જ ચર્ચા છે – સરખેજ વોર્ડમાં શું થયું? ફોર્મ ભરવાની અને ચકાસણીની પ્રક્રિયા ચાલતી હતી ત્યાં જ કોંગ્રેસના મજબૂત અને યુવાન ઉમેદવાર ભરતભાઈ ભરવાડે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા સનસનાટી મચી ગઈ છે. કોંગ્રેસે જે યુવા ચહેરા પર ભરોસો મૂકીને મેદાનમાં ઉતાર્યા હતા, તે જ ચહેરાએ હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટેકો જાહેર કરી દીધો છે.
🤝 મોદી-શાહના ‘વિકાસ’ મોડેલમાં અતૂટ વિશ્વાસ
ભરતભાઈ ભરવાડે પોતાની ઉમેદવારી પાછી ખેંચતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિકાસશીલ નેતૃત્વથી પ્રભાવિત છે. ખાસ કરીને અમિત શાહ જ્યારે સરખેજ વિસ્તારના સાંસદ છે, ત્યારે આ વિસ્તારમાં થયેલો અભૂતપૂર્વ વિકાસ જોઈને તેમને લાગ્યું કે પ્રજાના હિત માટે ભાજપ સાથે રહેવું જ યોગ્ય છે. તેમને એ વાતનો અહેસાસ થયો કે જો ખરેખર વિસ્તારનું ભલું કરવું હોય, તો મોદી સાહેબના વિકાસના રથમાં જોડાવું અનિવાર્ય છે.

🏠 ભાજપ પરિવારમાં ભવ્ય સ્વાગત
આ મહત્વના પ્રસંગે ભાજપના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર અને સરખેજના અગ્રણી આગેવાન કમલેશભાઈ ત્રિપાઠીએ ભરતભાઈ ભરવાડનું કેસરિયો ખેસ પહેરાવીને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

અમિતભાઈ ઠાકરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભરતભાઈ જેવા શક્તિશાળી યુવાનના આવવાથી ભાજપ પરિવાર વધુ મજબૂત બન્યો છે. તેમણે ઉમેર્યું કે ભરતભાઈની શક્તિઓનો ઉપયોગ પાર્ટી આગામી દિવસોમાં જનતાની સેવા માટે કરશે.
🤐 કોંગ્રેસની હાલત: “યે દુખ કાહે ખતમ નહીં હોતા બે…”

એક તરફ કોંગ્રેસ ગમે તેમ કરીને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને ભરતભાઈ જેવા “જબરજસ્ત યુવાન” ને શોધીને ઉમેદવારી ફોર્મ ભરાવવામાં સફળ રહી હતી. પરંતુ, ફોર્મની ચકાસણીની થોડી જ મિનિટો બાદ બાજી પલટાઈ ગઈ! કોંગ્રેસ માટે તો અત્યારે એવી સ્થિતિ સર્જાઈ છે કે સોશિયલ મીડિયા પર લોકો મીમ્સ બનાવી રહ્યા છે કે – “યે દુખ કાહે ખતમ નહીં હોતા બે…”. બિચારી કોંગ્રેસ માંડ માંડ ઉમેદવાર તૈયાર કરે છે ત્યાં તો ભાજપનો વિકાસ તેમને આકર્ષી લે છે!

📊 ભરવાડ સમાજ અને સરખેજના રાજકારણ પર અસર
ભરતભાઈ ભરવાડ સરખેજ વિસ્તારના અને ખાસ કરીને ભરવાડ સમાજના એક પ્રભાવશાળી નેતા છે. ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભરતભાઈના આવવાથી ભરવાડ સમાજમાં અને સમગ્ર સરખેજ ગામમાં ભારતીય જનતા પાર્ટીની પકડ વધુ મજબૂત થશે. આ બદલાતા સમીકરણો હવે AMC 2026 ની ચૂંટણીના પરિણામો પર મોટી અસર પાડી શકે તેમ છે.
