શશિ થરુર નો ઑક્સફોર્ડ યુનિયનમાં તીખો પ્રહાર: ‘બ્રિટિશ કોલોનીયાલીઝમ (વસાહતવાદ) ભારત માટે આશીર્વાદ નહીં, અભિશાપ હતો’
ઑક્સફોર્ડ યુનિયનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રસિદ્ધ લેખક શશિ થરુરે આપેલું ભાષણ આજે પણ વૈશ્વિક રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બનતુ રહે છે. ‘બ્રિટિશ સામ્રાજ્ય ભારત માટે સકારાત્મક હતું કે નહીં? તે’ વિષય પર યોજાયેલી ચર્ચામાં થરુરે તથ્યો, આંકડા અને ઐતિહાસિક ઉદાહરણો સાથે બ્રિટિશ વસાહતવાદની કડક ટીકા કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં બ્રિડીશરોને રોકડુ પરખાવ્યુ હતું કે બ્રિટિશ શાસન ભારત માટે ઉપકાર નહીં, પરંતુ આયોજનબદ્ધ શોષણ અને વિનાશનો અધ્યાય હતો.

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ પદની તક અને અમેરિકાનો વીટો : સિદ્ધાંતોની રાજકીય કિંમત ચૂકવનાર નેતા થરૂર ની મજબૂત ઈચ્છાશક્તિને કારણે અમેરિકાએ તેમને મહાસચિવ બનતા અટકાવ્યા હતા..?
સિદ્ધાંતોની રાજકીય કિંમત ચૂકવનાર નેતા શશિ થરૂર તેમની પ્રતિભા અને નૈતિક મૂલ્યો માટે જાણીતા છે, પરંતુ આ ગુણોને કારણે જીવનમાં અનેકવાર તેમણે સત્ય માટે ભારે કિંમત ચૂકવવી પડી છે. જો તેઓ સમાધાનકારી વ્યક્તિત્વ ધરાવતા હોત, તો વર્ષ 2006માં તેઓ સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ બની શક્યા હોત. જોકે, અમેરિકાએ તેમને એક મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતા ઉમેદવાર ગણાવ્યા હતા અને તેમના વિરુદ્ધ વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. જોન બોલ્ટને તત્કાલીન અમેરિકી વિદેશ મંત્રીને ટાંકીને નોંધ્યું હતું કે, “મને નથી લાગતું કે આપણને એક મજબૂત મહાસચિવની જરૂર છે”.

બ્રિટિશ સંસ્થાનવાદની આકરી ટીકા અને ઓક્સફોર્ડ યુનિયનનું ઐતિહાસિક ભાષણ : જ્યારે શશિ થરૂરે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો.
ઑક્સફોર્ડ યુનિયનમાં બ્રિટિશ સામ્રાજ્યની પોલ ખુલ્લી પાડી
શશિ થરુરે પોતાના ભાષણની શરૂઆત ભારતની આર્થિક સ્થિતિથી કરી. તેમણે જણાવ્યું કે 18મી સદીની શરૂઆતમાં ભારત વિશ્વના કુલ જીડીપીમાં અંદાજે 23 ટકા હિસ્સો ધરાવતું હતું, પરંતુ બ્રિટિશ શાસન પૂરું થતી વેળાએ આ હિસ્સો ઘટીને 4 ટકા કરતા પણ ઓછો રહી ગયો. “આ આર્થિક પતન કુદરતી નહોતું, પરંતુ બ્રિટિશ નીતિઓના પરિણામે થયું,” એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું.

બ્રિટિશો દ્વારા રજૂ કરવામાં આવતા રેલવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના દાવાને ખોટો ઠેરવતા થરુરે કહ્યું કે રેલવે ભારતના વિકાસ માટે નહીં, પરંતુ બ્રિટિશ હિત માટે બનાવવામાં આવી હતી. “કાચો માલ બંદર સુધી પહોંચાડવો અને સૈન્ય નિયંત્રણ મજબૂત કરવું – આ રેલવેના મુખ્ય ઉદ્દેશો હતા. તેનો ખર્ચ પણ ભારતીય કરદાતાઓએ જ ભર્યો હતો,” તેમ તેમણે ઉમેર્યું હતુ.
શશિ થરુર નો તીખો પ્રહાર: “બ્રિટિશ રાજ ભારત માટે આશીર્વાદ નહીં, ઐતિહાસિક અપરાધ હતો”
દાયકાઓથી બ્રિટિશ સામ્રાજ્યને “સંસ્કાર, રેલવે અને કાયદાની ભેટ” તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ ઑક્સફોર્ડ યુનિયનના મંચ પરથી શશિ થરુર દ્વારા રજુ કરાયેલા વક્તવ્યે આ મિથકને ચકનાચૂર કરી દીધું. વૈશ્વિક મંચ પર તેમણે ખુલ્લા શબ્દોમાં જણાવ્યું કે બ્રિટિશ વસાહતવાદ ભારત માટે કોઈ ઉપકાર નહોતો, પરંતુ લૂંટ, શોષણ અને માનવ વિનાશનો આયોજનબદ્ધ અધ્યાય હતો.

શશિ થરૂર : ભારતને ગરીબ બનાવવાનો સુચિત ષડયંત્ર
શશિ થરુરે ભારપૂર્વક જણાવ્યું કે બ્રિટિશ શાસન પહેલાં ભારત વિશ્વ અર્થવ્યવસ્થાનો મજબૂત સ્તંભ હતું. વિશ્વના કુલ જીડીપીમાં આશરે 23 ટકા હિસ્સો ધરાવતું ભારત, બ્રિટિશ લૂંટ બાદ 4 ટકા કરતાં પણ નીચે ધકેલાઈ ગયું.
“આ પતન અકસ્માત નહોતું, પરંતુ બ્રિટિશ નીતિઓનું પરિણામ હતું,” એમ શશિ થરૂર દ્વારા અંગ્રેજોને રોકડુ પરખાવી દેવાયુ હતુ.

શશિ થરૂર : ભારતીય ઉદ્યોગોનો સંહાર: સ્વાવલંબનનો ગળુ ઘોટાયો
શશી થરૂર દ્વારા અગ્રેજોને આઈનો બતાવતા સ્પષ્ટ કરી દેવાયુ હતુ કે ઢાકાની મસલિન, દેશી કાપડ અને પરંપરાગત હસ્તકલા — આ ભારતની ઓળખ હતી. પરંતુ બ્રિટિશોએ પોતાના કારખાનાના માલ માટે ભારતીય ઉદ્યોગોને નષ્ટ કરી નાખ્યા. લાખો કારીગરો બેરોજગાર બન્યા, ગામડાં કંગાળ બન્યા અને ભારતને આયાત પર નિર્ભર બનાવવામાં આવ્યું.
શશિ થરૂર : રેલવેનો ભ્રમ: વિકાસ નહીં, લૂંટની પાઈપલાઈન
શશિ થરુરે સ્પષ્ટ કર્યું કે રેલવે ભારતને જોડવા માટે નહીં, પરંતુ ભારતને લૂંટવા માટે બનાવાઈ હતી. કાચો માલ ખાણમાંથી બંદર સુધી પહોંચાડવો અને સૈન્ય કબ્જો મજબૂત રાખવો — આ જ રેલવેનું ધ્યેય હતું. વિસંગતિ એ હતી કે તેનો ખર્ચ પણ ભારતીયોના ખિસ્સામાંથી જ ઉઘરાવવામાં આવ્યો.
શશિ થરૂર : ભયંકર અછત – બ્રિટિશ રાજનો લોહિયાળ ચહેરો
બ્રિટિશ શાસનમાં 30 મિલિયનથી વધુ ભારતીયો દુકાળ અને અછતને કારણે મરી ગયા. અન્ન હાજર હોવા છતાં તેને બ્રિટન નિકાસ કરવામાં આવ્યું. થરુરે આને “પ્રશાસકીય નિષ્ફળતા નહીં, પરંતુ માનવતા વિરુદ્ધનો અપરાધ” ગણાવ્યો.

‘શશિ થરૂર : Divide and Rule’: દેશ તોડવાની નીતિ
બ્રિટિશોએ ભારતને શાસવા માટે ભારતીયોને જ લડાવ્યા. ધર્મ, જાતિ અને પ્રદેશના નામે ફૂટ પાડી અને અંતે તેનો સૌથી ભયંકર પરિણામ 1947નું વિભાજન આવ્યું. લાખો લોકોના પ્રાણ ગયા અને કરોડો ઘરવિહોણા બન્યા.
શશિ થરૂર : લોકશાહી આપ્યાનો ઝૂઠો દાવો
બ્રિટિશો દાવો કરે છે કે તેમણે ભારતને લોકશાહી આપી, પરંતુ થરુરે પૂછ્યું — “જે શાસનમાં ભારતીયોને મત આપવાનો અધિકાર ન હતો, તે લોકશાહી કેવી?”. સ્વતંત્રતા માગનારાઓને જેલ, ગોળીઓ અને ફાંસી આપવામાં આવી — આ લોકશાહી નહીં, દાસતા હતી.
શશિ થરૂર : માફી નહીં, તો સત્ય પણ નહીં!
શશિ થરુરે બ્રિટન પાસેથી ભીખ માંગવાની નહીં, પરંતુ ઐતિહાસિક સત્ય સ્વીકારવાની માંગ કરી. તેમણે કહ્યું કે પ્રતિકાત્મક વળતર અને ઔપચારિક માફી ભારત માટે નહીં, પરંતુ બ્રિટનના અંતરાત્મા માટે જરૂરી છે.

ઇતિહાસને સજાવવાની નહીં, સ્વીકારવાની જરૂર
ઑક્સફોર્ડ યુનિયનના મંચ પરથી થયેલો આ પ્રહાર માત્ર એક ભાષણ નહોતો, પરંતુ બ્રિટિશ સામ્રાજ્યના ભ્રામક “ગ્લોરીફિકેશન” સામે ભારતીય સત્યનો સ્ફોટક અવાજ હતો. શશિ થરુરે દુનિયાને યાદ અપાવ્યું કે ભારતની ગરીબી, પછાતપણું અને વિભાજન — આ બધું બ્રિટિશ રાજની ભેટ હતી, ઉપકાર નહીં.
શશિ થરૂર હંમેશા તેમના સ્પષ્ટ વિચારો માટે જાણીતા રહ્યા
જેનો પુરાવો મે 2015માં ઓક્સફોર્ડ યુનિયનમાં જોવા મળ્યો હતો જ્યાં તેમણે બ્રિટિશ સંસ્થાનવાદની તીખી ટીકા કરી હતી. આ ઉપરાંત, ઓક્ટોબર 2022માં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડીને પોતાની રાજકીય દૃઢતાનો પરિચય આપ્યો હતો.
‘સ્વચ્છ ભારત’ અભિયાન અને રાજકીય સંઘર્ષ :
રાજકીય ક્ષેત્રે પક્ષની રેખાથી અલગ જઈને પણ તેમણે સત્યનો સાથ આપ્યો છે, જેનું ઉદાહરણ વડાપ્રધાન મોદીના ‘સ્વચ્છ ભારત અભિયાન’ પ્રત્યેનું તેમનું સમર્થન છે. જોકે, આ સમર્થનને કારણે તેમને પક્ષના પ્રવક્તા પદેથી હટવું પડ્યું હતું. આમ, શશિ થરૂર નું રાજકીય જીવન દર્શાવે છે કે તેઓ સત્તા કે પદ કરતાં પોતાના મૂલ્યો અને મજબૂત ઈચ્છાશક્તિને વધુ મહત્વ આપે છે.

• સ્પષ્ટ વક્તા અને નૈતિક મૂલ્યોનું પ્રતિબિંબ:
શશિ થરૂર તેમની પ્રતિભા અને નૈતિક મૂલ્યો માટે જાણીતા છે. ઓક્સફોર્ડ યુનિયનમાં બ્રિટિશ સંસ્થાનવાદની ટીકા કરીને તેમણે સાબિત કર્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ સત્ય બોલવાની હિંમત ધરાવે છે.
• મજબૂત ઈચ્છાશક્તિનું પ્રદર્શન:
શશિ થરૂર એક મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતા ઉમેદવાર રહ્યા છે. જે રીતે તેમણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ પદ માટે પોતાની દાવેદારી મક્કમતાથી રજૂ કરી હતી (ભલે અમેરિકાએ વીટો વાપર્યો હોય), તે જ મક્કમતા તેમણે બ્રિટિશ શાસનની ભૂલોને ઉજાગર કરવામાં પણ બતાવી હતી.
• સત્ય માટે જોખમ લેવાની વૃત્તિ:
તેમણે હંમેશા સત્ય માટે ભારે કિંમત ચૂકવી છે. જેવી રીતે તેમણે ‘સ્વચ્છ ભારત અભિયાન’નું સમર્થન કરીને પક્ષના પ્રવક્તા પદ ગુમાવ્યું હતું, તેવી જ રીતે ઓક્સફોર્ડમાં તેમનું નિવેદન પણ કોઈ પણ રાજકીય નફા-નુકસાનના વિચાર વગરનું અને તથ્યો પર આધારિત હતું. જો તેઓ સમજૂતી કરનારા (compromiser) હોત, તો તેઓ ૨૦૦૬માં જ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બની ગયા હોત. પરંતુ ઓક્સફોર્ડનું તેમનું ભાષણ દર્શાવે છે કે તેઓ સિદ્ધાંતો સાથે બાંધછોડ કરતા નથી.

ઑક્સફોર્ડ યુનિયન: સત્ય જ્યારે સામ્રાજ્ય સામે ઊભું થાય
મે 2015માં ઑક્સફોર્ડ યુનિયનના મંચ પરથી શશિ થરૂરે જે કહ્યું, તે માત્ર બ્રિટિશોએ સાંભળાવાનું ન હતું. તેમણે બ્રિટિશ વસાહતવાદને “ભારત માટે આશીર્વાદ” કહેનારા ઇતિહાસકારોના મોઢા પણ બંધ કરી દીધા. તેમણે સ્પષ્ટપણે કહ્યુ કે બ્રિટીશ વસાહતવાદના કાળ દરમ્યાન ભારત લૂંટાયું, ભૂખે મર્યું, તોડાયું.
આ ભાષણ કોઈ ઉશ્કેરણી નહોતું, પરંતુ ઐતિહાસિક જવાબદારી હતી. છતાં, પશ્ચિમના ઘણા વર્તુળોમાં આ સત્ય “અસહજ” બની ગયું. પરંતુ થરૂરનું સત્ય સ્પષ્ટ, ધારદાર, વાસ્તવિક અને સચોટ હતુ.
પોતાના પક્ષમાં પણ અસુવિધાજનક અવાજ
શશિ થરૂરે પોતાના સૈદ્ધાંતિક અભિગમથી માત્ર વૈશ્વિક શક્તિઓને જ નહિ, પોતાની પાર્ટીને પણ અસહજ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી (2022) એ સાબિત કરી દીધું કે તેઓ આંતરિક લોકશાહીમાં વિશ્વાસ રાખે છે—ચુટણી જીતવા માટે નહીં, પરંતુ વિચારધારા બચાવવા માટે લડવાનું પસંદ કરે છે.

સમસ્યા શશિ થરૂર નથી—સમસ્યા સિસ્ટમ છે
શશિ થરૂરનું પતન કે અવગણના તેમની નહીં પરંતુ સિસ્ટમની ખામીને દર્શાવે છે. આ સિસ્ટમને મજબૂત નેતા નહીં, આજ્ઞાકારી નેતા જોઈએ છે. વિચારીને બોલનારો નહીં, સ્ક્રિપ્ટ મુજબ બોલનારો નેતા જોઈએ છે. જ્યારે શશિ થરુર તેમાં ફિટ થાય એમ નથી..
ઈતિહાસ કોને સાચો ઠેરવશે?
શશિ થરૂર કદાચ સત્તાના શિખરે નહીં હોય, પરંતુ ઈતિહાસ સત્તાને નહીં—સત્યને યાદ રાખે છે.
નેલ્સન મંડેલા, લિંકન, ગાંધી—તેમણે પણ પોતાના સમયમાં “અસહજ” હોવાની જ કિંમત ચૂકવી હતી. શશિ થરૂર એ ભારતના રાજકારણને યાદ અપાવે છે કે સત્તા ક્ષણિક હોય છે, પરંતુ સિદ્ધાંતો શાશ્વત.
આ પણ જુઓ
કોજરીવાલ રાજકિય મારિચ
- વડોદરામાં 10 લાખની લૂંટ | ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપી પકડ્યા
- ક્રાઈમ બ્રાન્ચ ની મોટી સફળતા : હાટકેશ્વર જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો
- સ્ટાર્ટઅપ ઈન્ડિયા ના 10 વર્ષ : વડાપ્રધાન મોદીનો યુવા ઉદ્યોગસાહસિકોને પ્રેરક સંદેશ
- ટીમ ઈન્ડિયા નો વડોદરામાં દબદબો : 300 રનનો ટાર્ગેટ પણ પડ્યો નાનો
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર–કચ્છનો પ્રારંભ
