Blogક્રાઈમ

વડોદરામાં 10 લાખની લૂંટ | ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપી પકડ્યા

વડોદરા લૂંટ : ફિલ્મી સ્ટાઈલમાં ૧૦ લાખની લૂંટ! ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના સમયમાં ગુનાનો ભેદ ઉકેલ્યો

⭐ આંખમાં મરચું, કારમાંથી હેન્ડબેગ લૂંટાઈ, ૨૦ દેશની કરન્સી મળી

વડોદરા લૂંટ

વડોદરા લૂંટ : વડોદરા શહેરમાં ફરી એકવાર ગુનાખોરીનું ગંભીર સ્વરૂપ સામે આવ્યું છે. વડોદરામાં આંખમાં મરચાંની ભૂકી નાખી લાખોની લૂંટ ચલાવનાર ગેંગ ઝડપાઈ છે. બેગમાંથી 20 દેશોની કરન્સી મળી આવી છે. વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે કારમાંથી ૧૦ લાખ રૂપિયા લૂંટવાના ચકચારી બનાવનો આખરે પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત પગલા લઈ સાત આરોપીઓને પકડી પાડ્યા છે અને લૂંટાયેલો મુદ્દામાલ કબજે કર્યો છે.

📅 ૧૬ જાન્યુઆરીની રાત્રે શું બન્યું?

વડોદરા લૂંટ : ૧૬/૦૧/૨૦૨૬ના રોજ કારેલીબાગ વિસ્તાર નજીક આવેલી પોતાની ગિફ્ટ શોપ બંધ કરી ફરીયાદી રાત્રે આશરે ૮:૩૦ વાગ્યે વારસિયાના ચતુરભાઈ પાર્ક સોસાયટી ખાતે પોતાના ઘરે પહોંચ્યા હતા. કાર પાર્ક કરી નીચે ઉતરતાં જ બાઈક અને એક્ટિવા પર આવેલા ચાર યુવાનોએ અચાનક હુમલો કર્યો.

😱 આંખમાં મરચાની ભૂકી, છાતીમાં ફટકો અને ૧૦ લાખની હેન્ડબેગ લૂંટાઈ

વડોદરા લૂંટ : આરોપીઓએ મોઢે કાળા કપડા બાંધી ફરીયાદીને માર માર્યો, આંખોમાં મરચાની ભૂકી નાખી અને કારમાં રહેલી ૧૦ લાખ રૂપિયા રોકડ ભરેલી હેન્ડબેગ લઇ ફરાર થઈ ગયા.

🚔 પોલીસમાં ફરિયાદ અને લૂંટનો ગંભીર ગુનો

વડોદરા લૂંટ : આ ઘટના અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ની કલમ ૩૦૯(૬), ૧૧૫(૨), ૫૪ હેઠળ લૂંટનો ગુનો નોંધાયો. ગુનો ગંભીર હોવાનું જણાતા તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી.

🕵️‍♂️ ક્રાઈમ બ્રાન્ચની માસ્ટર પ્લાનિંગ: CCTVથી આરોપીઓ સુધી

વડોદરા લૂંટ : ક્રાઈમ બ્રાન્ચે CCTV ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સહારે પગલાં ભર્યા. ભુતડી ઝાંપા રોડ પરથી હેરેન વસાવા નામના ઇસમને શંકાસ્પદ હેન્ડબેગ સાથે ઝડપી લેવાયો.

💰 હેન્ડબેગમાંથી મળ્યું અચંબાજનક સામાન

વડોદરા લૂંટ : પોલીસ તપાસમાં ભારતીય ચલણ ઉપરાંત અમેરિકા, જાપાન, યુરોપ, ઓસ્ટ્રેલિયા સહિત ૨૦ દેશોની વિદેશી કરન્સી મળી આવી — કુલ ૭,૮૦૮ નોટો.

🧠 લૂંટ પાછળનું ષડ્યંત્ર: ઓળખીતાની ટિપથી ગુનાની રચના

વડોદરા લૂંટ : પૂછપરછ દરમિયાન ખુલ્યું કે આરોપી શનાભાઈ ઉર્ફે ભલાભાઈ વાઘેલા ફરીયાદીની દુકાન, ઘર અને આવન-જાવનનો સમય જાણી પૂરેપૂરી રેકી કરી હતી. ત્યારબાદ સહઆરોપીઓને માહિતી આપી લૂંટનું આયોજન કરાયું.

કોમ્યુનલ વાયોલંસ બીલ : હિંન્દુ વિરોધી પ્રાવધાનોનો પર્દાફાશ

લૂંટ માટે આરોપીઓએ મોઢું ઢાંક્યું અને વાહનોની નંબર પ્લેટ કાઢી નાંખી હતી.

📌 વડોદરા લૂંટ : કબજે કરાયેલ મુદ્દામાલ

  • 💸 ભારતીય + વિદેશી ચલણ (૨૦ દેશ)
  • 🏍️ હીરો એક્સટ્રીમ મોટરસાયકલ (₹80,000)
  • 📱 4 મોબાઈલ ફોન (₹20,000)
  • 🚦 લૂંટમાં ઉપયોગ કરેલ વાહનો

👮 વડોદરા ક્રાઈમ બ્રાન્ચ નું ટીમ વર્ક

વડોદરા લૂંટ : પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, એચ.ડી. તુવર, એન.જી. જાડેજા સહિત ક્રાઈમ બ્રાન્ચ અને વારસિયા પોલીસ સ્ટાફની સંયુક્ત કામગીરીથી લાખોની લૂંટના ગુનાનો સંપૂર્ણ પર્દાફાશ થયો છે.

વડોદરા લૂંટ

ઝડપાયેલા આરોપીઓના નામ:

1. શનાભાઈ ઉર્ફે ભલાભાઈ ચાંદુભાઈ વાઘેલા (વડોદરા)

2. આકાશ નવરુભાઈ દેવીપૂજક (આણંદ)

3. રવિ મુન્નાભાઈ ઠાકોર (આણંદ)

4. અતુલ અશોકભાઈ દેવીપૂજક (આણંદ)

5. હિરેન નમેર્ષભાઈ વસાવા (આણંદ)

ક્રાઈમ બ્રાન્ચ ની મોટી સફળતા : હાટકેશ્વર જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો

આ પણ જુઓ

Related posts

Virginia DMV to open new Williamsburg customer service center

rajputsr

Food goes digital: Online grocery shopping becomes popular

rajputsr

Experts wants us to stop using the Terminator to talk about AI

rajputsr

Leave a Comment