ક્રાઈમ

ધંધુકા : ભાદર કાંઠે ચાલતા જુગારધામ પર પોલીસનો સપાટો, 8 શખ્સો ઝડપાયા

ધંધુકા: ભાદર નદીના કાંઠે ચાલતા જુગારધામ પર પોલીસનો સપાટો, 8 શખ્સો લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયા

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત અમદાવાદ વિભાગના ઈ.પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટની સૂચના મુજબ વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. જે અનુસંધાને ધંધુકા પોલીસે ભાદર નદીના કાંઠે દરોડો પાડીને મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે.

પોલીસ

પોલીસની ચોક્કસ બાતમીના આધારે રેડ

ધંધુકા ડિવિઝનના ઈ.નાયબ પોલીસ અધીક્ષક શ્રી આસ્થા રણાના માર્ગદર્શન હેઠળ ધંધુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.ડી. ગોજીયા અને પી.એસ.આઈ. એચ.એસ. ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હતી,. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ધંધુકાના નાનીજોક શીતળા માતાની દેરી પાસે ભાદર નદીના કાંઠે જાહેરમાં કેટલાક ઇસમો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડતા તીન પત્તીનો જુગાર રમતા કુલ 8 ઇસમો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

પોલીસ

કુલ ₹1.06 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ અને વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની વિગત નીચે મુજબ છે:

રોકડ રકમ: ₹21,990/- (અંગ ઝડતી અને દાવ પરથી)

મોબાઇલ ફોન: 8 નંગ (કિંમત ₹40,000/-)

મોટરસાયકલ: 3 નંગ (કિંમત ₹45,000/-)

ગંજી પાના: 52 નંગ પોલીસે કુલ ₹1,06,990/- નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,.

આ પણ જુઓ, ફિલ્મ બંગાળ ફાઈલ્સનું ધ્રુજાવી દેતુ સત્ય

ઝડપાયેલા આરોપીઓની વિગત

આ કેસમાં પોલીસે નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરી છે:,

1. બચુભાઇ ઉસ્માનભાઇ મોદન (ઉ.વ. 52, ખેતી)

2. દિનેશભાઇ નટવરલાલ મોદી (ઉ.વ. 46, કમ્પાઉન્ડર)

3. દેવજીભાઇ ગોવિંદભાઇ પરમાર (ઉ.વ. 54, કમ્પ્યુટર ઓપરેટર, રાણપુર)

4. બીસુભા ફતુભા પરમાર (ઉ.વ. 55, મજૂરી)

5. પ્રકાશભાઇ ઉકાભાઇ પીપળીયા (ઉ.વ. 35, મજૂરી)

6. કિશનભાઇ વિનોદભાઇ કંથડાયા (ઉ.વ. 35, મજૂરી)

7. વિનોદભાઇ ભીમજીભાઇ રાઠોડ (ઉ.વ. 35, મજૂરી)

8. પ્રવીણભાઇ વ્રજલાલ સોમાણી (ઉ.વ. 75, નિવૃત્ત),.

કામગીરી કરનાર પોલીસ ટીમ

આ સફળ કામગીરીમાં પી.આઈ. આર.ડી. ગોજીયા, પી.એસ.આઈ. એચ.એસ. ઝાલા, હેડ કોન્સ્ટેબલ કમલેશભાઇ, ગીરીશભાઇ, વિશાલભાઈ અને મહિલા કોન્સ્ટેબલ ગાયત્રીબેન સહિતનો સ્ટાફ જોડાયો હતો,.

Related posts

ક્રાઈમ બ્રાન્ચ ની મોટી સફળતા : હાટકેશ્વર જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો

SAHAJANAND RAJPUT

ક્રાઈમ બ્રાન્ચ : એલીસબ્રીજમાં થયેલી ₹7.38 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

rajputsr

રૂપાલમાં અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસ નો મોટો દરોડો : ₹3.86 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

rajputsr

Leave a Comment