ઈરાન ઇઝરાયેલ જંગ : શું મધ્ય પૂર્વમાં શિયા-સુન્ની જંગની શરૂઆત થઈ ચૂકી છે? શું આ 1400 વર્ષ જૂના શિયા-સુન્ની સંઘર્ષનું નવું પ્રકરણ છે? જાણો કેમ આરબ દેશો ઈરાનથી ડરે છે.
ઈરાન ઇઝરાયેલ જંગ : મધ્ય પૂર્વ (Middle East) અત્યારે દારૂગોળાના ઢગલા પર બેઠું છે. અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત હુમલા બાદ ઈરાનની ધરતી હચમચી ગઈ છે. આ માત્ર બે દેશો વચ્ચેની લડાઈ નથી, પણ તેની પાછળ સદીઓ જૂનો શિયા-સુન્ની વિવાદ અને સત્તાનો સંઘર્ષ છુપાયેલો છે. મધ્ય પૂર્વ (Middle East) અત્યારે એક એવા વળાંક પર ઉભું છે જ્યાંથી પાછા વળવું અશક્ય લાગે છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાનના સૈન્ય મથકો અને કમાન્ડ સેન્ટરો પર કરવામાં આવેલા ભીષણ હુમલાઓએ દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે. પરંતુ આ યુદ્ધ માત્ર મિસાઈલો અને ડ્રોન સુધી મર્યાદિત નથી; તેની પાછળ સદીઓ જૂનો ધાર્મિક ઈતિહાસ અને આધુનિક સત્તાની લાલસા છુપાયેલી છે.
ઈરાન ઇઝરાયેલ જંગ : ઈરાનમાં ભારે તબાહી
ઈરાન ઇઝરાયેલ જંગ : તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના કમાન્ડ સેન્ટર્સ અને મિસાઈલ સાઈટ્સ પર ઘાતક હુમલા કર્યા છે. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ અને રક્ષામંત્રિ સહિત ટોચના મુખ્ય સૈન્ય કમાન્ડરો માર્યા ગયા છે, જોકે ઈરાન તરફથી હજુ પણ પલટવાર ચાલુ છે. ઈરાને માત્ર 80 મિનિટમાં 8 દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર મિસાઈલ અને દ્રોણ હુમલા કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે.

ઈરાન ઇઝરાયેલ જંગ : શું છે આ શિયા-સુન્ની વિવાદનો ઈતિહાસ?
ઈરાન ઇઝરાયેલ જંગ : આ ઝઘડો આજનો નથી, પણ લગભગ 1400 વર્ષ જૂનો છે. આ વિવાદની શરૂઆત ઈ.સ. 632માં જ ઈસ્લામના પેગંબર મોહમ્મદ સાહેબના અવસાન બાદ થઈ હતી. ઈસ્લામના પેગંબર મોહમ્મદ સાહેબના અવસાનપછી મુસ્લિમ સમુદાયનો આગામી નેતા કોણ બનશે, તે મુદ્દે બે ફાંટા પડ્યા, મુખ્ય પ્રશ્ન એ હતો કે મુસ્લિમ સમુદાયના આગામી નેતા (ખલીફા) કોણ બનશે?

- સુન્ની પક્ષ : બહુમતી લોકોનું માનવું હતું કે નેતાની પસંદગી સમુદાય દ્વારા થવી જોઈએ, અને તેમણે અબુ બક્રને પ્રથમ ખલીફા તરીકે પસંદ કર્યા. આજે દુનિયાના અંદાજે 85-90% મુસ્લિમો સુન્ની છે.
- શિયા પક્ષ : લઘુમતી જૂથનું માનવું હતું કે નેતૃત્વ પેગંબર સાહેબના પરિવારમાં જ રહેવું જોઈએ અને તેમના જમાઈ હઝરત અલીને સાચા વારસદાર માનતા હતા. ‘શિયા’ શબ્દનો અર્થ જ ‘અલીના અનુયાયીઓ’ થાય છે
આજે દુનિયામાં લગભગ 85% મુસ્લિમો સુન્ની છે, જ્યારે ઈરાન બાકીના 15% શિયા મુસ્લિમોનું નેતૃત્વ કરતો સૌથી મોટો દેશ છે. આ વિભાજન ઈ.સ. 656માં ‘બેટલ ઓફ કેમલ’ અને ઈ.સ. 680માં કર્બલાના યુદ્ધ બાદ વધુ ઘેરું અને વીરોધી બન્યું, જ્યાં પેગંબર સાહેબના નવાસા ઇમામ હુસૈન શહીદ થયા હતા. શિયા સમુદાય આજે પણ મોહરમના દિવસે આ શહાદતનો શોક મનાવે છે.

ઈરાન ઇઝરાયેલ જંગ : શા માટે સુન્ની આરબ દેશો ઈરાનથી ડરે છે?
ઈરાન ઇઝરાયેલ જંગ : તમને નવાઈ લાગશે કે ઈસ્લામિક દેશ હોવા છતાં સાઉદી અરેબિયા, UAE અને જોર્ડન જેવા સુન્ની દેશો ઈરાનના પતનથી ખુશ થઈ શકે છે. તેની પાછળના મુખ્ય કારણો આ મુજબ છે:

- શિયા ક્રેસન્ટ (Shia Crescent): ઈરાન લેબનાન, સીરિયા, ઈરાક અને યમન સુધી પોતાનો પ્રભાવ વધારીને એક ‘શિયા કોરિડોર’ બનાવવા માંગે છે, જેનાથી સુન્ની દેશોને પોતાની સત્તા જોખમમાં લાગે છે.
- તેલનો ખેલ: દુનિયાનું 30% તેલ અને ગેસ હર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થાય છે. જો ઈરાન આ રસ્તો બંધ કરી દે, તો આખી દુનિયાની અર્થવ્યવસ્થા ઠપ્પ થઈ શકે છે.
- આંતરિક બળવો: બહેરીન અને સાઉદી અરેબિયાના કેટલાક વિસ્તારોમાં મોટી સંખ્યામાં શિયા વસ્તી રહે છે. આ દેશોને ડર છે કે ઈરાન આ લોકોને ભડકાવીને તેમના દેશમાં તખ્તાપલટ કરાવી શકે છે.
- આજે આ ધાર્મિક વિવાદ રાજકીય યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. ઈરાન દુનિયાનો સૌથી મોટો શિયા બહુમતી (90% થી વધુ) ધરાવતો દેશ છે જે પોતાને શિયા મુસ્લિમોના નેતા તરીકે જોવે છે, જ્યારે 90%થી વધુ સુન્ની મુસ્લિમ વસ્તિ ધરાવતુ સાઉદી અરેબિયા પોતાને સુન્ની દેશોના નેતા તરીકે જુએ છે.
- ‘શિયા ક્રેસન્ટ’ (Shia Crescent) : સુન્ની આરબ દેશો (જેમ કે સાઉદી, UAE, જોર્ડન) ઈરાનના વધતા પ્રભાવથી ડરે છે, જેને ‘શિયા ક્રેસન્ટ’ (Shia Crescent) કહેવામાં આવે છે. આ શબ્દ જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીયએ 2004માં આપ્યો હતો. ઈરાને લેબનાનમાં હિઝબુલ્લાહ, યમનમાં હુથી બળવાખોરો અને સીરિયામાં બશર અલ-અસદ સરકાર દ્વારા પોતાનો પ્રભાવ મજબૂત કર્યો છે, જે સુન્ની દેશો માટે ખતરો માનવામાં આવે છે.

હર્મુઝની સામુદ્રધુની : દુનિયાની ‘એનર્જી લાઈફલાઈન’
ઈરાન ઇઝરાયેલ જંગ : આ યુદ્ધનું સૌથી મોટું આર્થિક પાસું હર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) છે. આ એક સાંકડો દરિયાઈ માર્ગ છે જે ફારસની ખાડી અને ઓમાનની ખાડીને જોડે છે.
- દુનિયાનો 30% તેલ અને ગેસનો પુરવઠો અહીંથી પસાર થાય છે.
- દરરોજ અંદાજે 2 કરોડ બેરલ તેલ અહીંથી નિકાસ થાય છે.
- જો ઈરાન આ માર્ગ બંધ કરે, તો વૈશ્વિક અર્થતંત્ર તબાહ થઈ શકે છે, જેનાથી ચીન જેવા દેશોને સૌથી વધુ નુકસાન થશે.

ઈરાન ઇઝરાયેલ જંગ : ભારતના મુસ્લિમોની પ્રતિક્રિયા
ઈરાન ઇઝરાયેલ જંગ : ઈરાન પરના હુમલાની અસર ભારતમાં પણ જોવા મળી છે. લખનૌ અને કાશ્મીરમાં શિયા સમુદાયના લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યા છે.
- કાશ્મીરના બડગામમાં ‘અમેરિકા મુર્દાબાદ’ના નારા સાથે દેખાવો થયા.
- લખનૌના જાણીતા શિયા ધર્મગુરુ મૌલાના કલ્બે જવાદ અને મૌલાના યાસૂબ અબ્બાસે અમેરિકા અને ઇઝરાયેલની કડક ટીકા કરી છે અને તેને ‘ગુંડાકિર્દી’ ગણાવી છે.
- સુન્ની ધર્મગુરુ મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ પણ પવિત્ર રમઝાન માસમાં થયેલા આ હુમલાની નિંદા કરી છે.

ઈરાન ઇઝરાયેલ જંગ : યુદ્ધની અસરો: શું થશે આગળ?
ઈરાન ઇઝરાયેલ જંગ : નિષ્ણાતો માને છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો તેલના ભાવ આસમાને પહોંચશે. જો ઈરાનમાં સત્તા પરિવર્તન થાય છે, તો અમેરિકા ત્યાં પોતાની કઠપૂતળી સરકાર બેસાડવાનો પ્રયાસ કરશે, જે રશિયા અને ચીન માટે મોટો ફટકો હશે.

નિષ્કર્ષ : આ યુદ્ધ માત્ર સરહદોની લડાઈ નથી, પણ ધર્મ, રાજનીતિ અને તેલના વર્ચસ્વનો એક ખતરનાક ખેલ છે જેની અસરો આવનારા અનેક દાયકાઓ સુધી જોવા મળશે. આ સંઘર્ષ હવે ‘મુસ્લિમ વિરુદ્ધ યહૂદી’ ને બદલે ‘ઈરાન વિરુદ્ધ આરબ દેશો અને ઇઝરાયેલ’ જેવો બની રહ્યો છે. જો મધ્ય પૂર્વના દેશો એકમત નહીં થાય, તો આ વિસ્તાર લાંબા સમય સુધી હિંસાની આગમાં સળગતો રહેશે, જેની અસર વિશ્વના અનેક દેશોની આર્થિક લાઈફલાઈન ગણાતા પેટ્રોલ-ડીઝલના ભાવ પર પણ ચોક્કસ પડશે.
કોમ્યુનલ વાયોલન્સ બિલનું સત્ય | હિન્દુ વિરોધી પ્રાવધાનોનો પર્દાફાશ | વિમર્શ |
