કરોડોની ચોરી પાછળના બે શાતિર ચોરો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયા
અમદાવાદ | ક્રાઈમ ન્યૂઝ
અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માણેકબાગ સોસાયટીમાં થયેલ મોટી ઘરફોડ ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને મોટી સફળતા મળી છે. તા. 11થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન અજાણ્યા તત્ત્વોએ રહેણાંક મકાનમાં પ્રવેશ કરી રોકડ રકમ સાથે સોના, ચાંદી અને હીરાના કિંમતી દાગીના ચોરી કર્યા હતા.
આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો હતો, જોકે અમદાવાદ શહેર પોલીસે ઝડપથી કાર્યવાહી કરી ગુનેગારો અને મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

🕵️♀️ CCTV, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીથી ખુલ્યો ભેદ
ચોરીના ગંભીર સ્વરૂપને ધ્યાનમાં રાખી ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ હાથ ધરી.
તપાસ દરમિયાન—

- આધુનિક ટેકનિકલ સર્વેલન્સ
- આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ
- ગુપ્ત બાતમી
- હ્યુમન ઇન્ટેલિજન્સ
આ તમામના સહયોગથી આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી લેવાયા.
💰 45 લાખ રોકડ અને કરોડના દાગીના કબ્જે

આ કેસમાં સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસ દ્વારા ચોરી ગયેલ તમામ મટેરીયલ સલામત રીતે કબ્જે લેવામાં આવ્યો છે.
📌 કબ્જે કરાયેલ મુદ્દામાલ:

- રોકડ રકમ: ₹45,00,000
- સોનાના દાગીના:
- કુલ વજન: 2 કિ.ગ્રા. 278.990 ગ્રામ
- અંદાજીત કિંમત: ₹1,01,75,000
- ચાંદીના દાગીના:
- કુલ વજન: 557.400 ગ્રામ
- અંદાજીત કિંમત: ₹50,000
માણેકબાગ સોસાયટીમાં થયેલી ચોરીમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કબજે કરાયેલા દાગીના
👤 કોણ છે ઝડપાયેલા આરોપીઓ?
પોલીસે બે આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

🔹 કમલેશ ઉર્ફે ગિગો કાંતીભાઈ સોમાભાઈ આસયન્રા (પરમાર), ઉ.વ. 29
રહે. ચાંદખેડા, અમદાવાદ | મૂળ વતન: પાલનપુર, બનાસકાંઠા

🔹 મેહુલ સ/o મથુરભાઈ મફાભાઈ પરમાર, ઉ.વ. 26
રહે. શાહપુર તથા વાસણા, અમદાવાદ | મૂળ વતન: ડીશા, બનાસકાંઠા
⚠️ શાતિર આરોપીનો લાંબો ગુનાહિત ઇતિહાસ

ઝડપાયેલા આરોપીઓમાંથી કમલેશ ઉર્ફે ગિગો અગાઉથી જ ઘરફોડ અને ચોરીના 10થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આથી પોલીસ દ્વારા વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
🚔 અમદાવાદ શહેર પોલીસનો સ્પષ્ટ સંદેશ

આ કેસનો ઝડપી ઉકેલ લાવી અમદાવાદ શહેર પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ગુનાખોરી કરનારાઓ માટે કોઈ સહાનુભૂતિ નહીં. ઘરફોડ ચોરી જેવા ગુનાઓ સામે પોલીસ સતત સતર્ક અને સક્રિય છે.
અમદાવાદમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ : નવજાત બાળકનો બચાવ
- CEIR : ફોન ચોરાશે તો બની જશે ખાલી ‘પ્લાસ્ટિકનો ટુકડો’, જાણો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો નવો માસ્ટર પ્લાન
- CID ક્રાઈમ : પાલનપુર હાઈવે પર CID ક્રાઈમનો સપાટો: ₹7 લાખના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા!
- સરખેજ હત્યા : અંગત અદાવતમાં થયેલી સનસનીખેજ હત્યાનો પોલીસે વીજળીક ગતિએ ઉકેલ્યો ભેદ
- UCC : સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થવાની તૈયારી? જાણો CMને સોંપાયેલા રિપોર્ટમાં શું છે ખાસ!
- પિંક ટોઇલેટ : દિવ્યાંગો માટે ખાસ સીટ અને મહિલા કેરટેકર સાથેની સુવિધા, મહિલાઓ માટે ખાસ હાઈ-ટેક ટોઈલેટ
આ પણ જુઓ