ફટાફટ ન્યૂઝખબર

Gujarat : TB મુક્ત ગુજરાત માટે સરકારે ઘડી નવી રણનીતિ

🚨 Gujarat : ટીબી હારેગા, દેશ જીતેગા: ગુજરાતને ક્ષયમુક્ત બનાવવા રાજ્યપાલ અને આરોગ્ય મંત્રીનો માસ્ટર પ્લાન!

Gujarat

🏛️ Gujarat : લોકભવન ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

Gujarat : દેશને સંપૂર્ણપણે ટીબી મુક્ત કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત થઈ રહેલી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી મેહુલ દવે, આરોગ્ય કમિશ્નર ડૉ. રતનકંવર ગઢવી ચારણ અને જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. નીલમ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

🤝 જન-આંદોલન અને નશામુક્તિ પર વિશેષ ભાર

Gujarat : બેઠક દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતને ક્ષયમુક્ત કરવા માટે આ અભિયાનને વ્યાપક જન-આંદોલનનું સ્વરૂપ આપવું જરૂરી છે. તેમણે અધિકારીઓને ક્ષય નિયંત્રણની કામગીરીમાં સહેજ પણ ઢીલાશ ન રાખવા કડક સૂચના આપી હતી. આ ઉપરાંત દર્દીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા અને ‘ટીબી મુક્ત ભારત પંચાયત’ માટે મહત્તમ જાગૃતિ ફેલાવવા તાકીદ કરી હતી. બીજી તરફ, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ દરેક દર્દી સુધી સમયસર શ્રેષ્ઠ સારવાર પહોંચાડવા સ્પષ્ટ સૂચના આપી હતી અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે સખત કાયદાકીય પગલાં લેવાની બાબત પર પણ ચર્ચા કરી હતી.

🔬 ઘર-ઘર તપાસ અને ૨૯૪ પોર્ટેબલ એક્સ-રે મશીનોની ખરીદી

Gujarat : ગુજરાતમાં ટીબીનું સંપૂર્ણ નિદાન અને સારવાર તમામ સબ-સેન્ટર અને સરકારી હોસ્પિટલોમાં બિલકુલ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. હાલમાં રાજ્યમાં ૨,૩૫૧ માઇક્રોસ્કોપી સેન્ટર, ૩ અત્યાધુનિક ટીબી કલ્ચર લેબોરેટરી, ૭૪ CBNAAT મશીનો અને ૩૯૩ TrueNAT મશીનો કાર્યરત છે. વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન પ્રત્યેક તાલુકા અને વધુ ભારણ ધરાવતા જિલ્લાઓ માટે નવા ૧૦૦ TrueNAT મશીનો ખરીદવામાં આવશે. આ ઉપરાંત ઘર-ઘર જઈને સંભવિત દર્દીઓની તપાસ કરવા માટે ૨૯૪ પોર્ટેબલ હેન્ડ-હેલ્ડ એક્સ-રે મશીનો વસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે.

🥗 કુપોષણ સામે રક્ષણ: દર્દીઓને મળશે ‘રેડી ટુ ઇટ ન્યુટ્રીશન સ્નેક્સ’

Gujarat : સરકારે દર્દીઓના પોષણ માટે પણ વિશેષ ધ્યાન આપ્યું છે. ૪૨ કિલોથી ઓછું વજન ધરાવતા પુખ્ત દર્દીઓ અને ૧૪ વર્ષથી નાના તમામ બાળકોને ૬ મહિના સુધી ‘રેડી ટુ ઇટ ન્યુટ્રીશન સ્નેક્સ’ અપાશે. આ બેઠકમાં સાગરખેડૂઓની સ્વાસ્થ્ય સુરક્ષા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. નોડલ અધિકારીઓ, સ્વયંસેવકો અને NCC કેડેટ્સની સંયુક્ત ટીમ દ્વારા સમગ્ર રાજ્યમાં ટીબી અટકાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

QR Code

Hit and Run : લખનૌમાં કારના બોનેટ પર લટકતી યુવતી! VIDEO વાયરલ થતાં મચ્યો હડકંપ

Ad p

Related posts

ધુરંધર 2 : સરહદ પાર ‘ધુરંધર ફોબિયા’: ભારતીય ફિલ્મ જોઈને પાકિસ્તાનીઓના હોશ ઉડ્યા, સોશિયલ મીડિયા પર હાહાકાર

SAHAJANAND RAJPUT

સેવા તીર્થ : ‘સત્તા’ નહીં હવે ‘સેવા’નું સરનામું : PM મોદીએ દેશને અર્પણ કર્યું નવું PMO ‘સેવા તીર્થ’

SAHAJANAND RAJPUT

ખડી યુદ્ધ : દુનિયામાં વધતા તણાવ વચ્ચે મોદી-ટ્રમ્પનો મોટો ફોન કોલ! શું પશ્ચિમ એશિયામાં હવે આવશે શાંતિ?

SAHAJANAND RAJPUT

Leave a Comment