સ્ટાર્ટઅપ ઈન્ડિયા ના 10 વર્ષ: વડાપ્રધાન મોદીનો યુવા ઉદ્યોગસાહસિકોને પ્રેરક સંદેશ
નવી દિલ્હી | 16 જાન્યુઆરી 2026

રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસના અવસર પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરના સ્ટાર્ટઅપ જગત સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગસાહસિકો, નવોચારકો અને હિતધારકોને શુભકામનાઓ પાઠવી હતી. આ વર્ષનો સ્ટાર્ટઅપ દિવસ ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલને દસ વર્ષ પૂર્ણ થયા છે.

વડાપ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે આ દિવસ ખાસ કરીને ભારતના યુવાનોના સાહસ, નવોચારની ભાવના અને ઉદ્યોગસાહસિક ઉત્સાહનું ઉત્સવ છે, જેમણે વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભારતને નવી ઓળખ અપાવી છે.
અર્થતંત્ર બદલનારા એન્જિન બની રહ્યા છે સ્ટાર્ટઅપ્સ
પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે સ્ટાર્ટઅપ્સ માત્ર નવા વ્યવસાય નથી, પરંતુ
પરિવર્તનના એવા એન્જિન છે, જે દેશની અર્થવ્યવસ્થા અને સમાજનું ભવિષ્ય ઘડી રહ્યા છે.

તેમણે કહ્યું કે આજના સ્ટાર્ટઅપ્સ પૃથ્વી સામે ઉભા પડકારોના ઉકેલ શોધી રહ્યા છે અને સાથે સાથે લાખો લોકો માટે નવા અવસરનું સર્જન કરી રહ્યા છે. મોટા સપના જોવાની હિંમત, પરંપરાગત વિચારોને પડકારવા અને જોખમ લેવાનું સાહસ કરનાર તમામ ઉદ્યોગસાહસિકો પર તેમણે ગર્વ વ્યક્ત કર્યો.
અંતરિક્ષ અને રક્ષા ક્ષેત્ર સુધી સ્ટાર્ટઅપ્સની ઉડાન
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત સરકાર તમામ હિતધારકો સાથે મળીને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહી છે. ત્વરિત સુધારાત્મક પહેલોના કારણે હવે સ્ટાર્ટઅપ્સ અંતરિક્ષ, રક્ષા અને અદ્યતન ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં પ્રવેશ કરી શક્યા છે, જે અગાઉ અશક્ય માનવામાં આવતા હતા.

તેમણે ગર્વથી જણાવ્યું કે સ્ટાર્ટઅપ્સ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને સરકાર જોખમ લેતા તથા સમસ્યાઓ ઉકેલવા આગળ આવતા યુવાનોને સતત સમર્થન આપતી રહેશે.
આ પણ જુઓ
हिंन्दू कभी आतंकवादी नहीं हो सकता ।।
મેંટર્સ, રોકાણકારો અને શૈક્ષણિક સંસ્થાઓને પણ મળ્યો માન
સ્ટાર્ટઅપ્સ પાછળ કાર્યરત મેંટર્સ, ઇન્ક્યુબેટર્સ, રોકાણકારો, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સહાયક વ્યવસ્થાઓની ભૂમિકાને પણ વડાપ્રધાને ખુલ્લેઆમ બિરદાવ્યા. તેમનું માર્ગદર્શન અને અનુભવો યુવા નવોચારકોને પ્રોત્સાહિત કરવામાં અને ભારતની વિકાસયાત્રામાં યોગદાન આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

સંસ્કૃત શ્લોક દ્વારા યુવાનોમાં નવી ઊર્જાનો સંચાર
યુવા ઉદ્યોગસાહસિકોની અડગ નિષ્ઠા અને અવિરત પ્રયત્નોની પ્રશંસા કરતાં વડાપ્રધાન મોદીએ એક પ્રેરણાદાયી સંસ્કૃત શ્લોક ઉદ્ધૃત કર્યો:

કેન્સર પીડિતોની મદદે ‘આશા વાન’
“દુર્લભાન્યપિ કાર્યાણિ સિદ્ધ્યંતિ પ્રોદ્યમેન હિ।
શિલાપિ તનુતાં યાતિ પ્રપાતેન અર્ણસો મુહુઃ॥”
અર્થાત્, સતત પ્રયત્નો દ્વારા અઘરા કાર્ય પણ સિદ્ધ થાય છે – જેમ સતત વહેતા પાણીથી પથ્થર પણ ઘસાઈ જાય છે.

વડાપ્રધાને જણાવ્યું કે યુવાનોની આ જ ઊર્જા, જુસ્સો અને સંકલ્પ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની સૌથી મોટી શક્તિ બનશે.
#10YearsOfStartupIndia | ભારતનું ભવિષ્ય સ્ટાર્ટઅપ્સ સાથે

ભારત આજે વૈશ્વિક સ્તરે સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી રહ્યું છે અને તેની પાછળ દેશના આત્મવિશ્વાસભર્યા યુવાનોની અવિરત મહેનત અને નવોચારની શક્તિ છે.
