Blogરાજકારણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર–કચ્છનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવીને વર્ષ 2026ની શરૂઆત સાથે જ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સૌરાષ્ટ્ર–કચ્છનો પ્રારંભ કર્યો હતો. આ અવસરે તેમણે સૌરાષ્ટ્ર–કચ્છને ભારતના ગ્રોથનું “એન્કર રીજન” ગણાવતા કહ્યું કે, અહીં વિકાસ અને વિરાસતનો મંત્ર ચારેય બાજુ ગુંજી રહ્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત: સપનાથી વૈશ્વિક બેન્ચમાર્ક સુધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બે દાયકા પહેલા એક સપનાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે ગ્લોબલ ગ્રોથ અને પાર્ટનરશીપનું મજબૂત પ્લેટફોર્મ બની ગઈ છે. અત્યાર સુધીમાં 10 વાઇબ્રન્ટ સમિટ યોજાઈ ચૂકી છે. શરૂઆતમાં ગુજરાતના સામર્થ્યને વિશ્વ સમક્ષ મુકવાનો ઉદ્દેશ્ય હતો, પરંતુ આજે તે રોકાણથી આગળ વધીને MSME, સ્ટાર્ટઅપ્સ, કોર્પોરેટ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટે વિશ્વાસનું પ્રતિક બની છે.

ગુજરાત

આ જ સમય છે, સાચો સમય છે’ – વૈશ્વિક રોકાણકારોને સ્પષ્ટ સંદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોકાણકારોને સંબોધતાં દ્રઢપણે કહ્યું કે, ભારત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર–કચ્છમાં રોકાણ કરવાનો આ જ શ્રેષ્ઠ સમય છે. ભારત “વિકસિત ભારત @2047” તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે અને આ પ્રદેશ તેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.

ગુજરાત

તેમણે ઉમેર્યું હતું કે, ભારત આજે:

  • વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે
  • દુનિયાનું નંબર-વન ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ (UPI) ધરાવે છે
  • બીજો સૌથી મોટો મોબાઇલ મેન્યુફેક્ચરર છે
  • ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે
ગુજરાત

સૌરાષ્ટ્ર–કચ્છ : ભારતના મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન ગ્રોથનું કેન્દ્ર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સૌરાષ્ટ્ર–કચ્છ માત્ર તકોનો પ્રદેશ નથી, પરંતુ ભારતના ગ્રોથનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની ગયું છે.

ગુજરાત

MSME અને ઇન્ડસ્ટ્રીયલ શક્તિ

  • રાજકોટમાં અઢી લાખથી વધુ MSME સક્રિય
  • સ્ક્રૂ-ડ્રાઈવરથી લઈને મશીન ટૂલ્સ અને સ્પેસ ટેક્નોલોજી સુધીના પાર્ટ્સનું ઉત્પાદન
  • મોરબી: વૈશ્વિક સ્તરે ટાઇલ્સ ઉદ્યોગમાં બેન્ચમાર્ક
ગુજરાત

“મોરબી–જામનગર–રાજકોટનું ‘મિની જાપાન’નું સપનું આજે સાકાર થયું છે,” તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું.

આ પણ જુઓ

अमित शाहने अखिलेश को…?

ગ્રીન એનર્જી અને ટેક્નોલોજીમાં વિશ્વનું નેતૃત્વ

  • 30 ગીગાવોટ ક્ષમતાવાળો દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક
  • પેરિસ શહેર કરતાં પાંચ ગણો મોટો
  • ગ્રીન હાઈડ્રોજન અને BESS (Battery Energy Storage System)ના મોટા પ્રોજેક્ટ્સ
ગુજરાત

સેમીકન્ડક્ટર અને AI

  • ધોલેરા SIRમાં ભારતની પહેલી સેમીકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી
  • AI, ડેટા આધારિત ઇનોવેશન અને ન્યુક્લિયર એનર્જીમાં મોટા રિફોર્મ
ગુજરાત

વૈશ્વિક કનેક્ટિવિટી અને માનવબળ વિકાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર–કચ્છ વિશ્વકક્ષાના બંદરો – મુંદ્રા અને પિપાવાવ – સાથે વૈશ્વિક વ્યાપારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

આ સાથે,

ગુજરાત
  • કોશલ્ય સ્કીલ યુનિવર્સિટી
  • નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી
  • ગતિશક્તિ યુનિવર્સિટી
  • ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓના કેમ્પસ

ગુજરાતમાં ફ્યુચર-રેડી ટેલેન્ટ પાઈપલાઈન સુનિશ્ચિત કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : “ગુજરાત ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર”

ગુજરાત

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે છેલ્લા 20 વર્ષમાં રાજ્યમાં રૂ. 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે.
2024ની સમિટમાં થયેલા 98 હજાર MoUમાંથી 25,500 MoU સૌરાષ્ટ્ર–કચ્છના હતા અને 78% પ્રોજેક્ટ્સAlready કમિશન્ડ થઈ ચૂક્યા છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : વાઇબ્રન્ટ ગુજરાતની સફળ યાત્રા

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, 80 MoUથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાતની યાત્રાએ આજે 98,000 પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સનો ઈતિહાસ રચ્યો છે. આ રિજનલ કોન્ફરન્સમાં:

ગુજરાત
  • 400થી વધુ એક્ઝિબિટર્સ
  • 16થી વધુ દેશોના પ્રતિનિધિઓ
  • MSME માટે વિશાળ તકો

રૂપાલમાં અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસ નો મોટો દરોડો : ₹3.86 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

નવા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સની જાહેરાત

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્દ મોદી દ્વારા:

ગુજરાત
  • 7 જિલ્લામાં 3540 એકરમાં 13 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ
  • રાજકોટના નાગલપરમાં 336 એકરનો મેડિકલ ડિવાઇસ પાર્ક – ઇ-લોકાર્પણ
ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સૌરાષ્ટ્ર–કચ્છ એ માત્ર એક ઇવેન્ટ નહીં, પરંતુ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફનો મજબૂત પગથિયો છે. વિકાસ અને વિરાસતના સંગમ સાથે સૌરાષ્ટ્ર–કચ્છ આજે ભારતના ભવિષ્યનું દિશાસૂચક બની રહ્યું છે.

Related posts

An entrepreneur shares 20 tips for traveling for free

rajputsr

Fitbit’s first smartwatch can now make payments in the UK

rajputsr

ક્રાઈમ બ્રાન્ચ : એલીસબ્રીજમાં થયેલી ₹7.38 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

rajputsr

Leave a Comment