ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્સર સ્ક્રિનિંગ ‘આશા વાન’નું લોકાર્પણ કર્યું
રેડ ક્રોસ ભાવનગરને મળેલી અદ્યતન વાનથી ગ્રામીણ સ્તરે કેન્સરની વહેલી તપાસને મળશે વેગ
ગાંધીનગર | 08 જાન્યુઆરી, 2026

વડાપ્રધાન નરેન્દ્રભ મોદીના “હેલ્થ એન્ડ વેલનેસ ફોર ઓલ”*ના ધ્યેયને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરને ડોનેશન રૂપે પ્રાપ્ત થયેલી અદ્યતન કેન્સર સ્ક્રિનિંગ વાન *‘આશા વાન’નું લોકાર્પણ કર્યું હતું.
આ પણ જુઓ
મહાકુંભ – હિંન્દુ નો વિરોધી હિંન્દુ

કેન્સરની વહેલી ઓળખ માટે અલ્ટ્રા-મોડર્ન સુવિધાઓથી સજ્જ આશા વાન
જેનબર્ક ફાર્માસ્યુટિકલ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ભાવનગર બ્રાન્ચને ભેટ આપવામાં આવેલી આ આશા વાન EVA-Pro ડાયગ્નોસ્ટિક્સ, મેમોગ્રાફી યુનિટ તેમજ નિષ્ણાત ડોક્ટરો સાથે ટેલી-કન્સલ્ટેશન જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. આ વાન દ્વારા સ્થળ પર જ કેન્સરની પ્રાથમિક તપાસ શક્ય બનશે.

અનેક પ્રકારના કેન્સરના સ્ક્રિનિંગની સુવિધા
આ આશા વાન મારફતે લંગ કેન્સર, ઓરલ કેન્સર, બ્લડ કેન્સર, સર્વાઈકલ કેન્સર, પેન્ક્રિયાટિક કેન્સર ઉપરાંત લીવર, બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સર જેવા ગંભીર રોગોની વહેલી તપાસ અલ્ટ્રા-મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સથી કરી શકાશે. જેના પરિણામે સમયસર નિદાન અને સારવાર માટે માર્ગ સુગમ બનશે.

ગ્રામીણ વિસ્તારો માટે આશીર્વાદરૂપ પહેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં વહેલી ઓળખ અત્યંત જરૂરી છે. આશા વાન દ્વારા ખાસ કરીને ગ્રામીણ અને દૂરદરાજ વિસ્તારોમાં રહેતા લોકો સુધી આરોગ્યસેવા પહોંચાડવામાં સહાય મળશે, જેનાથી કેન્સર સામેની લડાઈમાં નવી દિશા મળશે.
આ પણ જુઓ
શશિ થરૂર : સિદ્ધાંતોની રાજકીય કિંમત ચૂકવનાર નેતા

10 કેન્સર સ્ક્રિનિંગ વાન જનસેવા અર્પણ
આ અવસરે મુખ્યમંત્રીએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગર બ્રાન્ચને કુલ 10 કેન્સર સ્ક્રિનિંગ વાન જનસેવા માટે અર્પણ કરી હતી. કાર્યક્રમમાં જેનબર્ક ફાર્માના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશિષ ભૂતા તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- વડોદરામાં 10 લાખની લૂંટ | ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપી પકડ્યા
- ક્રાઈમ બ્રાન્ચ ની મોટી સફળતા : હાટકેશ્વર જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો
- સ્ટાર્ટઅપ ઈન્ડિયા ના 10 વર્ષ : વડાપ્રધાન મોદીનો યુવા ઉદ્યોગસાહસિકોને પ્રેરક સંદેશ
- ટીમ ઈન્ડિયા નો વડોદરામાં દબદબો : 300 રનનો ટાર્ગેટ પણ પડ્યો નાનો
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર–કચ્છનો પ્રારંભ
