બાવળાના રૂપાલમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની LCBનો મોટો દરોડો: ₹3.86 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક સફળ ઓપરેશન પાર પાડીને બાવળા પોલીસ સ્ટેશન હેઠળના રૂપાલ ગામમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસને ચોક્કસ માહિતી મળી
બાતમીના આધારે કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક નવધી ચૌધરી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે LCB પી.આઈ. આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજયભાઈ બોળીયાને એક ચોક્કસ અને આધારભૂત બાતમી મળી હતી. આ બાતમીના આધારે રૂપાલ ગામના જીવાપુરા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ પણ જુઓ
લવ જેહાદના CEO જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા
વિદેશી દારૂની કુલ 1536 બોટલ જપ્ત : ₹3,86,400 નો મુદ્દામાલ કબજે
લાખોનો મુદ્દામાલ જપ્ત પોલીસ ને જીવાપુરામાં આવેલા ઈરફાન મહેબૂબભાઈ વોરાની કબજા ભોગવટા વાળી દુકાનમાં તપાસ કરતા ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1536 બોટલ જપ્ત કરી છે, જેની કુલ કિંમત ₹3,86,400 થાય છે. પોલીસે આ જથ્થો કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગણનાપાત્ર કેસ નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ
કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરીમાં LCB પોલીસ અધિકારી પી.આઈ. આર.એન. કરમટીયા, પી.આઈ. કે.એ. સાવલીયા, એ.એસ.આઈ. દિલીપસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ સિસોદિયા, પુષ્પરાજસિંહ ચુડાસમા, અજયભાઈ બોળીયા, કિરીટભાઈ મીર, ભગીરથસિંહ ડોડીયા તથા કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ પરમાર, વિપુલભાઈ પટેલ અને વિશાલકુમાર સોલંકી જોડાયા હતા.
