Image default
ખબર

પાણી બોટલ : યુદ્ધ મધ્ય પૂર્વમાં અને તરસ ગુજરાતમાં! શું આ ઉનાળે પાણીની બોટલના ભાવ આસમાને પહોંચશે?

પાણી બોટલ : ગરમી વધતા પહેલા જ પાણીની બોટલનો ‘દુકાળ’? ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની સીધી અસર હવે તમારા ખિસ્સા પર!

પાણી બોટલ

પાણી બોટલ : જેમ જેમ ઉનાળાનો પારો વધી રહ્યો છે, તેમ તેમ અમદાવાદીઓ માટે પાણીની બોટલ એ જીવનદોરી સમાન બની જાય છે. પછી તે ઘર હોય, ઓફિસ હોય કે પાનના ગલ્લા, તરસ છિપાવવા માટે PET (પ્લાસ્ટિક) બોટલનો ઉપયોગ અનિવાર્ય છે. પરંતુ આ વર્ષે, ઇઝરાયેલ-ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગ પર મોટો ફટકો પડ્યો છે, જેની સીધી અસર પીવાના પાણીની બોટલની ઉપલબ્ધતા અને કિંમત પર થવાની પૂરેપૂરી શક્યતા છે.

પાણી બોટલ : માત્ર 12 દિવસમાં 40% નો ભાવ વધારો!

પાણી બોટલ : વિશ્વ રાજકારણમાં ચાલી રહેલા યુદ્ધને કારણે કાચા માલ (પોલિમર) ના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે, માત્ર 12 જ દિવસમાં PET પોલિમરના ભાવમાં આશરે 40% નો ઉછાળો આવ્યો છે. ફેબ્રુઆરીના અંતમાં જે PET નો ભાવ ₹99,000 પ્રતિ ટન હતો, તે હવે વધીને ₹1.39 લાખ પ્રતિ ટન પર પહોંચી ગયો છે. આટલો મોટો વધારો ઉત્પાદકો માટે સહન કરવો મુશ્કેલ બની રહ્યો છે.

પણી બોટલ

પાણી બોટલ : ઉત્પાદનમાં ઘટાડો: 75 લાખની સામે માત્ર 50 લાખ બોટલ

પાણી બોટલ : કાચા માલના ઊંચા ભાવ અને રિફાઇનરીઓમાંથી સપ્લાયમાં આવતી અડચણોને કારણે ઉત્પાદન ક્ષમતામાં મોટો ઘટાડો થયો છે. ક્લિયર વોટર બોટલના ડાયરેક્ટર નયન શાહે જણાવ્યું છે કે, “અમારી પાસે દરરોજ 75 લાખ બોટલ બનાવવાની ક્ષમતા છે, પરંતુ કાચા માલની તંગીને કારણે હાલમાં અમે માત્ર 50 લાખ બોટલ જ બનાવી શકીએ છીએ“.

પાણી બોટલ

પાણી બોટલ : શું પાણીની બોટલ મોંઘી થશે?

હા, તેની પૂરેપૂરી સંભાવના છે. કાચા માલના ખર્ચમાં વધારો થવાને કારણે:

  • 200ml ની ખાલી બોટલ જે ફેબ્રુઆરીમાં ₹1.10 માં મળતી હતી, તેનો ભાવ હવે ₹1.45 થઈ ગયો છે.
  • વધતા ખર્ચને કારણે ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલર્સના માર્જિન પણ ઘટી રહ્યા છે.
  • ગુજરાતમાં 10,000 થી વધુ પ્લાસ્ટિક ઉત્પાદન એકમો છે, જે દેશના કુલ ઉત્પાદનનો 35% થી 40% હિસ્સો ધરાવે છે. આ સંકટને કારણે નાના ઉત્પાદકોની હાલત સૌથી વધુ કફોડી બની છે.
પણી બોટલ

પાણી બોટલ : નાના ઉત્પાદકો અને ગ્રામીણ વિસ્તારો પર વધુ અસર

પાણી બોટલ : ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GSPMA) ના જણાવ્યા મુજબ, નાના ઉત્પાદકો પાસે વર્કિંગ કેપિટલની અછત સર્જાઈ છે, જેના કારણે તેઓ જૂના કોન્ટ્રાક્ટ પૂરા કરવામાં અસમર્થ છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ઉનાળાની પીક સીઝન દરમિયાન અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં, જ્યાં ઓછી કિંમતની બોટલોનું વેચાણ વધુ હોય છે, ત્યાં પાણીની બોટલની ભારે અછત અથવા કિંમતમાં મોટો વધારો જોવા મળી શકે છે.

પણી બોટલ

ટૂંકમાં, જો વૈશ્વિક તણાવ ઓછો નહીં થાય, તો આ ઉનાળે તરસ છિપાવવા માટે તમારે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.

ઈરાન ઇઝરાયેલ જંગ : શું આ 1400 વર્ષ જૂના શિયા-સુન્ની સંઘર્ષનું નવું પ્રકરણ..?

ધ્રૃજાવી દેતુ સત્ય – બંગાળ ફાઈલ્સ | Bengal Files | Vimarsh |

Related posts

T20 વર્લ્ડ કપ 2026 : કોલંબોમાં પાકિસ્તાનનું ‘મોયે-મોયે’

SAHAJANAND RAJPUT

ઓનલાઈન શોપિંગ કૌભાંડ : ઓનલાઈન શોપિંગનો મોંધો સામાન ગાયબ કરી ડમી વસ્તુ પધરાવતી ગેંગ ઝડપાઈ

SAHAJANAND RAJPUT

દિલ્હી ટ્રિપલ મર્ડર : ‘ધનવર્ષા’ના બહાને ટ્રિપલ મર્ડર

SAHAJANAND RAJPUT

Leave a Comment