Vadodara Police : છેલ્લા દોઢેક માસમાં 10 દુકાનોના તાળા તોડનાર રીઢી ચોરને ઈ-ગુજકોપ એપ્લિકેશનના આધારે વડોદરા શહેર પોલીસની પીસીબી શાખાએ ઝડપી લીધો છે.
Vadodara Police : સરપ્રાઈઝ ચેકિંગ
વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમશેર સિંઘની અલગ-અલગ જગ્યાઓ પર શંકાસ્પદ શખ્સો-વાહનોના સપપ્રાઈઝ ચેકિંગ કરવાની સુચના અનુસાર પીસીબી શાખાના પો.ઈન્સ. જે.જે. પટેલ અને તેમની ટીમ કાર્યવાહી કરી રહી હતી.
Vadodara Police : ઈ-ગુજકોપના આધારે આરોપી ઝડપાયો

પોલીસે કાર્યવાહી દરમ્યાન સયાજીગંઝ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠાથી આગળ હવેલી તરફ જતા રોડ પર મોટરસાયકલ પર જઈ રહેલા એક શંકાસ્પદ શખ્સને રોકી મોટરસાયકલનો નંબર ઈ-ગુજકોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા માલિક તરીકે શિનોરના અંકિત રમણભાઈ પાટણવાડીયાનું હોવાનું અને આ શખ્સ વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલા હોવાનું જાણવા મળ્યુ હતુ.
Vadodara Police : છેલ્લા દોઢ માસમાં 10 ચોરી

પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરતા તેણે છેલ્લા દોઢેક માસમાં વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 10 જેટલી દુકાનોના તાળા તોડી ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ. જેમાં બી.પી.સી. રોડ ગાય સર્કલની આસપાસના વિસ્તારોમાં આવેલી 6 સહિત અન્ય વિસ્તારોમાં મળી કુલ 10 ચોરીઓ શામેલ છે.
Vadodara Police : આરોપીનો ગુનાહિત ઈતિહાસ

આરોપી ગનાહિત માનસિકતા ધરાવોતો હોઈ અગાઉ 2 વાર પાસા હેઠળ ઝડપાઈ ચુક્યો છે. આરોપી મકરપુરામાં 2, નવાપુરામાં 3, માજલપુરમાં 5, ડીસીબી પો.સ્ટે.માં 1, વડોદરા તાલુકામાં 3, ડભોઈ પો.સ્ટે.માં 3, જે.પી. રોડ પો.સ્ટે.માં 2, અકલાવમાં 1, ગોત્રીમાં 1 અને રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 ગુનો આચરી ચુક્યો છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
Vadodara Police : આરોપી પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલ
પોલીસે આરોપી પાસેથી 2 મોબાઈલ, એક મોટરસાયકલ અને રોકડા રુ. 1,820 મળી કુલ રુ. 72,320નો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરા શહેર પીસીબીએ આ અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે આરોપીને ગોત્રી પોલીસને સોંપ્યો છે.
આ પણ જુઓ
TheKashmirFiles : દાલમિયાં ગ્રૃપ સ્વખર્ચે કર્મચારીઓને “ધ કાશ્મિર ફાઈલ્સ” બતાવશે
