Vadodara Police : વડોદરાના વહુચર્ચિત તૃષા સોલંકી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે માત્ર 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી એક નવી સિદ્ધી હાંસલ કરી છે.
તૃષા સોલંકી હત્યા કેસ

Vadodara Police : મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના મુજાર ગામડીના સીમમાં એકતરફી પ્રેમમાં પાગલ કલ્પેશ જયંતિભાઈ ઠાકોરે પ્રેમિકા 19 વર્ષીય તૃષા સોલંકીના ગળાપર ધારદાર હથીયાર વડે ઉપરાઉપરી ઘા મારી હાથ કાપી કાપી ક્રૃરતાપૂર્વક હત્યા કરી હતી. ઘટનાની જાણ થયા બાદ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અલગ અલગ ટીમો બનાવી ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ક્રાઈમ બ્રાંચે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.
આ પણ જુઓ
Vadodara Police : પ્રેમિકાના હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ
Vadodara Police : ક્રાઈમ બ્રાન્ચની દિવસ-રાત એક કરતી કાર્યવાહી

Vadodara Police : ક્રાઈમ બ્રાંચે માત્ર આરોપીને પકડી લેવામાં સતર્કતા દાખવવા સુધી સીમિત ન રહેતા આગળની તપાસને ગતિ આપવા દિવસ-રાત એક કરી પૂરાવાઓ એકત્ર કરવા સાથે આરોપીને અંજામ સુધી પહોંચાડવા ભારે જહેમત ઉઠાવી સતત કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટ દ્વારા અપાયેલા આરોપીના 3 દિવસના રીમાન્ડ દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચે અગત્યના પુરાવાઓ એકઠા કરવા સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતુ.
Vadodara Police : ક્રાઈમ બ્રાન્ચે ટુંકા સમયગાળામાં એકઠા કરેલા પુરાવા

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે 164 મુજબના 3 નિવેદનો સાથે 98 સાક્ષીઓના નિવેદનો, સાઈન્ટિફીક પુરાવાઓ, ટેકનિકલ પુરાવાઓ, પોસ્ટમોર્ટમ સહિતના મેડિકલ રીપોર્ટ, આરોપીએ હત્યા કરતી વખતે પહેરેલા કપડા, હત્યામાં વપરાયેલુ હથિયાર, આરોપીની ગતિવિધી સ્પષ્ટ કરતા CCTV ફુટેજ, આરોપી અને મૃતકની ફોન-કોલ ડિટેઈલ, એફએસએલના પૂરાવા સહિત વિવિધ સંયોગિક પૂરાવાઓનું સંકલન કરી મેરેથોન કાર્યવાહી કરતા માત્ર 7 દિવસના નાના સમયગાળામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
Vadodara Police : વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની સિદ્ધી
Vadodara Police : હત્યાના કેસમાં ગુજરાત પોલીસે રાજ્યના વિવિધ શહેરોમાં 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે પરંતુ વડોદરા શહેર પોલીસ દ્વારા 7 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવાનો આ પ્રથમ બનાવ છે. વળી સજ્જડ પૂરાવાઓ સાથે તૈયાર કરાયેલી ચાર્જશીટ આરોપીને કેપિટલ પનિશમેન્ટ સુધી પહોંડવાનો ક્રાઈમ બ્રાન્ચ સક્ષમ પ્રયાસ છે.
Vadodara Police : આરોપીને અંજામ સુધી પહોંચાડવો અમારો ધ્યેય : ACP ડી.એસ. ચૌહણ
આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ACP ડી.એસ. ચૌહાણે જણાવ્યુ હતુ કે પોલીસે રાત-દિવસ જહેમત ઉઠાવી મેડિકલ, ટેકનિકલ, એફએસએલ અને સંયોગીક પૂરાવાઓને આધારે આરોપીને અંજામ સુધી પહોંચાડવા માત્ર 7 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરી છે.

આ કેસને ઝડપથી ચલાવી આરોપીને સજા અપાવવા સ્પેશ્યલ પ્રોસીક્યુટરની નિમણુંક કરવાની કાર્યવાહી શરુ કરી દેવાઈ છે. આરોપીને પુરાવાના આધારે કોર્ટ મોટામાં મોટી સજા કરે તે માટે અમે આશાવાદી છીએ પરંતુ અમને આત્મસંતોષ ત્યારે જ થશે જ્યારે આરોપી તેના અંજામ સુધી પહોંચશે.