Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 26 માસ બાદ કોર્પે આરોપીઓ જશા સોલંકી અને કિશન માથાસુરીયાને અંતિમ શ્વાસ સુધીનું જીવન જેલમાં પસાર કરવાની સજા ફટકારી છે.

Vadodara Gang Rape Case : શું હતો મામલો…?
સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર વડોદરા નવલખી કેસનો ચુકાદો 26 માસ બાદ આવી ગયો છે ત્યારે શું હતી આ સમગ્ર ધટના અને તેમાં પોલીસ અને પ્રશાસને કેવી કામગીરી કરી તે જાણએ.
મંગેતર પર હુમલો કરી ભગાડી મુકી પીડિતા પર દુષ્કર્મ આચર્યુ

ગત 28 નવેમ્બર 2019ના દિવસે વડોદરાના નવલખી કંમ્પાઉન્ડમાં 14 વર્ષ અને 18 માસની સગીરા પર ગેંગ રેપની ગોઝારી ધટના બની હતી. જેમાં સગીરા અને તેનો મંગેતર નવલખી કંપાઉન્ડ પાસે બેઠા હતા ત્યારે આરોપી કિશન અને જશાએ સગીરાના ભાવી પતિ પર હુમલો કરી ધમકાવી ભાગડી મૂક્યો હતો. બાદમાં સગીરાને નવલખી કંપાઉન્ડની ઝાડીઓમાં લઈ જઈ સામુહિક દુષ્કર્મને અંજામ આપ્યો હતો.
Vadodara Gang Rape Case : પોલીસ હરકતમાં આવી

સગીરા પર ગેંગરેપને લઈને મચેલી ચકચાર સાથે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે સમગ્ર શહેરમાં સ્કેચ લગાડવા સહિત, ટેકનિકલ સર્વલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો સહારો લેતા કુલ 22 ટીમો બનાવી આરોપીઓની શોધ-ખોળમાં દિવસ રાત એક કરી દીધા હતા.
Vadodara Gang Rape Case : તત્કાલિન ગૃહમંત્રીએ વડોદરા આવી પીડિતાના પરિવારની મુલાકાત લીધી

આ ધટનાના સમગ્ર રાજ્યમાં ભારે પડધા પડ્યા હતા. બહુચર્ચિત આ ધટનાના આરોપીઓનો સાત દિવસ સુધી આરોપીઓના કોઈ સગડ ન મળતા તત્કાલિન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા ખાતે પહોંચી પીડિતા અને તેના પરિવાસ સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવતા ગુનેગારોને વહેલામાં વહેલી તકે ઝડપી લઈ કડક રજા કરવા અંગે આશ્વાસન આપ્યુ હતુ.
આરોપીઓ ઝડપાયા
બાદમાં 20થી 25 વર્ષની વય ધરાવતા આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા. પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે આરોપીઓ અગાઉ પણ ચોરી સહિતના ગુના કરી ચૂક્યા હતા.
ઘટનાનાં રિ-ક્રિએશનમાં આરોપીઓને જોવા લોકોના ટોળા
વડોદરા શહેર ક્રાઈમબ્રાંચના ACP ધર્મેન્દ્રસિંહ ચૌહાણની આગેવાનીમાં કેસના તપાસ આગળ વધી રહી હતી. આરોપીઓને પોલીસ જ્યારે ધટનાના રિ-ક્રિએશન માટે લઈ આવી ત્યારે લોકોના ટોળે ટોળા આરોપીઓને જોવા એકઠા થયા હતા. આરોપીઓને બાંધીને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિ-ક્રિએશન કર્યુ હતુ. રિ-ક્રિએશન દરમ્યાન આરોપીઓને તેમના રહેણાંક પર લઈ જઈ માહિતી એકત્ર કરવામાં આવી હતી. બાદમાં અન્ય બે શકમંદોને રાજસ્થાનથી ઝડપી લેવાયા હતા.
વડોદરા પોલીસની ઝીણવટભરી તપાસ

વડોદરા પોલીસે પ્રશંસનીય કામગીરી કરતા માત્ર 45 દિવસમાં તપાસ પુરી કરી 98થી વધુ સાક્ષીઓના નિવેદનો નોંધી આશરે 1500 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી. જેમાં આરોપીઓ સામે IPC 376(2)(M)(N), 376(3), 376(D)(A), 377, 363, 394, 323,506(2) અને 114 સહિત પોક્સો એકટની કલમો લગાડવામાં આવી હતી. આ સાથે પોલીસે આરોપીઓ વિરુદ્ધ સાયન્ટિફીક પુરાવાઓ અને DNA પણ એકઠા કર્યા હતા.
કોર્ટે આરોપીઓને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી
આ કેસમાં સરકાર તરફથી એડ્વોકેટ પ્રવીણ ઠક્કરને સ્પેશિયલ સરકારી વકીલ તરીકે નીમાયા હતા. તેમણે આરોપીઓએ કરેલા જધન્ય અપરાધ બદલ ફાંસીની સજાની માંગ કરી હતી. 1500 પાનાની ચાર્જશીટ, 22 પંચો અને 98 પૈકી 40 સાક્ષીઓને તપાસી 26 માસ બાદ ચુકાદો આપતા કોર્ટે આરોપીઓને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી હતી.

આ કેસમાં સરકાર દ્વારા નિમાયેલ સ્પેશિયલ સરકારી વકીલે જણાવ્યુ હતુ કે કોર્ટે પક્સોની કલમ 6/1 મુજબ આરોપીઓને સામુહિક દુષ્કૃત્યના ગુનામાં દોષિત ઠેરવ્યા છે. આ કલમ અંતર્ગત ફાંસીની સજાની પણ જોગવાઈ છે. મેં આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ કરી હતી. જોકે કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આરોપીઓને જે આજીવન કેદની સજા કરવામાં આવી છે તેમાં તેમને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે. હું આ સજાને આવકારુ છુ. સામાન્ય રીતે સરકરા તરફથી કેસ સાબિત કરવામાં ધણા બાધા પડકારો હોય છે. આજે હું ખુશ છુ કે સરકારે મારા માથે મુકેલી આ જવાબદારી પુરી કરવામાં હું સફળ રહ્યો છુ.
Vadodara Gang Rape Case : સરકારી વકીલે તપાસનીશ અધિકારીની પ્રશંસા કરી

સરકારી વકીલે વધુમાં જણાવ્યુ હતુ કે આ તપસ દરમિયાન ખુબજ અગત્યના પુરાવાઓ પ્રાપ્ત થયા હતા, જેમાં તબીબી પુરાવાઓ, ફોરેન્સિક સાઈન્સના પુરાવાઓ, નજરે જોનાર સાક્ષીઓના પુરાવાઓ, ભોગ બનનારનો પોતાનો પુરાવો, ઓળખ પરેડનો પુરાવો સહિતના ઘણા બધા પુરાવાઓ હતા. આ સાથે સરકાર તરફથી તમામ સાક્ષીઓએ કેસને સમર્થન આપ્યુ હતુ. આ સાથે આ કેસના તપાસ અધિકારી ડી.એસ. યોહાણે આ કેસની તપાસમાં ખુબજ જહેમત ઉઠાવી હતી જેનું આ પરિણામ છે. આ કેસનો જેટલો શ્રેય મને મળે છે તેટલો જ શ્રેય તપાસ અધિકારી તરીકે ACP ડી.એસ. ચોહાણને પણ મળે છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આરોપીઓના વકીલો ઉપલી કોર્ટમાં જવાની શક્યતા
આ ઘટનાનો ચૂકાદો આવી જતા આરોપીઓના વકીલ અલ્પેશ ચૌહાણે જણાવ્યુ હતુ કે અમારા પક્ષમાં જો ચુકાદો નહીં આવે તો અમે ન્યાય માટે ઉપલી કોર્ટનો દરવાજો ખખડાવીશું.
આ પણ જુઓ
caretaker beating child : સુરતમાં કેરટેકરે માર મારતા 8 માસના બાળકને બ્રેઈન હેમરેજ