24 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
Breaking News Politics

UP Election : કોંગ્રેસને મોટો ફટકો : RPN Singh બીજેપીમાં શામેલ

UP Election
SHARE STORY

UP Election RSN Singh join BJP
UP Election RSN Singh join BJP

તનજીત પ્રતાપ નારાયણસિંહ(RPN Singh) નું કોંગ્રેસમાંથી રાજીનામું

UP Election પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સ્વામિપ્રસાદ મૌર્ય, અપર્ણા યાદવ પછી પોતાના મતવિસ્તાર પડરૌનાના મતદારોમાં સારીએવી પકડ ધરાવતા એક મોટાકદના નેતા રતનજીત પ્રતાપ નારાયણસિંહ(RPN Singh)એ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પંજો તરછોડી બીજેપીનો કરકમળ પકડી લીધો છે.

UP Election માં પક્ષાંતર ચરમ પર

ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા નેતાઓનું પક્ષાંતર ચરમ પર છે. પક્ષાંતરની અફરાતફરીના આ સમયગાળામાં કેટલાક નેતાઓ પોતાના નીહિત સ્વાર્થ માટે તો કેટલાક સિદ્ધાંતોને લઈને પક્ષાંતર કરી રહ્યા છે. પક્ષાંતરને અંતે કઈ પાર્ટીને કેટલો ફાયદો થયો તે તો ઈલેક્શનના પરિણામો બાદ જ જાણી શકાશે, પરંતુ હાલ દરેક પક્ષ પક્ષાંતર બાદ પોતાને ફાયદો થયો હોવાની રાજકીય હવા ચલાવવાનો ભરપૂર પ્રયત્ન કરી રહ્યો છે. હાલના ઉત્તરપ્રદેશના રાજકીય માહોલમાં RSN Singh જેવા મોટા કદના કોંગ્રેસના નેતાના ભાજપમાં આવી જવાથી ભાજપને નિશ્ચિત ફાયદો થતો દેખાઈ રહ્યો છે.

UP Election RSN Singh join BJP

કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં શામેલ હતા

RPN Singh ઉત્તરપ્રદેશના કુશીનગરના રહેવાસી છે અને તેઓ ઉત્તરપ્રદેશની ચૂંટણીના કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં શામેલ હતા. તેઓ એક લાંબી રાજકીય સફર તય કરી ચૂક્યા છે. RPN Singh ઉત્તર પ્રદેશની પડરૌના વિધાનસભા સીટ પરથી કોંગ્રેસ તરફથી વર્ષ 1996, 2002 અને 2007માં ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે કોંગ્રેસ તરફથી 4 વાર લોકસભાની ચૂંટણી લડી હતી, જોકે 2009માં તેઓ કુશીનગર સંસદીય ક્ષેત્રથી જીત હાંસલ કરી UPA-2ની સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા હતા. તેઓ ઉત્તરપ્રદેશ યૂથ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

RPN Singhની રાજનીતિક કારકિર્દી

  • 1996 થી 2009 સુધી ઉત્તરપ્રદેશની પડરૌના સીટથી કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા
  • વર્ષ 2009 થી 20011 સુધી કેન્દ્રીય સડક-પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો
  • વર્ષ 2009 થી 2014 સુધા સંસદસભ્ય તરીકે કાર્યરત રહ્યા
  • વર્ષ 2011 થી 2013 સુધી કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ અને કોર્પોરેટર વિભાગના રાજ્યમંત્રી રહ્યા
  • 1977 થી 1999 સુધી ઉત્તરપ્રદેશ યુવા કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા
  • વર્ષ 2003 થી 2006 સુધી ઓલ ઈન્ડિયા કોંગ્રેસનું સચિવ પદ સંભાળ્યુ
  • RSN Singhના પિતા કુંવર CPN Singh ઈન્દિરા ગાંધીના સમયકાળમાં રાજ્યમંત્રી હતા
  • રાહુલગાંધી બ્રિગેડનો હિસ્સો રહી ચૂક્યા છે
  • ઝારખંડ વિધાનસભાની ચૂંટમી દરમિયાન કોંગ્રેસે તેમને પ્રભારી પણ બનાવ્યા હતા.

ભાજપના કેન્દ્રીય મંત્રી જ્યાતિરાદિત્ય સિંધિયા, ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં ભગવો ધારણ કર્યો

UP Election RSN Singh join BJP
UP Election RSN Singh join BJP

RPN Singh હાલ ઝારખંડ કોંગ્રેસના પ્રભારી છે. કોંગ્રેસની સરકારમાં ત્રણ વાર પડરૌના સીટ પરથી ધારાસભ્ય અને એકવાર, સાંસદ તથા મંત્રી પણ રહી ચુક્યા છે. તેમણે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપના કેન્દ્રીય મંત્રી જ્યાતિરાદિત્ય સિંધિયા, ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય નેતાઓની હાજરીમાં ભગવો ધારણ કર્યો હતો.

મુખ્યમંત્રીની સીટ બાદ પડરૌના સીટ બીજેપી અને સપા માટે નાકનો વિષય બનશે

રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે UP Election માં RPN Singh બીજેપી તરફથી તેમની પારંપરીક પડરૌના વિધાનસભા સીટ પરથી તાજેતરમાં ભાજપમાંથી સમાજવાદી પાર્ટીમાં ગટેલા સ્વામી પ્રસાદ મૌર્ય સામે ચૂંટણી લડી શકે છે. સ્વામી પ્રસાદ મૌર્ય હાલ પડરૌનાથી ધારાસભ્ય છે. RPN Singh ના બીજેપીમાં શામેલ થવા પર પોતાના અતિશયોકિત વાળા નિવેદનો માટે જાણીતા સ્વામી પ્રસાદ મૌર્યએ જણાવ્યુ હતુ કે મારે એક નાના કદનો કાર્યકર્તા પણ તેમને હરાવી શકે છે. જો RSN Singh ને બીજેપી પડરૌના સીટ પરથી મેદાનમાં ઉતારશે તો ઉત્તરપ્રદેશની આ સીટનું રાજકારણ વધુ ગરમાશે. પડરૌના સીટ સમાજવાદી પાર્ટી અને બીજેપી બંન્ને માટે મહત્વની બનશે. બંન્ને પક્ષો અહીં એડી-ચોટીનું જોર લગાવશે અને રાજકીય ચડસા-ચડસી ચરમ પર રહેશે. આ સીટ મુખ્યમંત્રીની સીટો બાદ બંન્ને પક્ષો અને તેમના પક્ષાંતર કરેલા ઉમેદવારો માટે નાકનો સવાલ બનવા સાથે નવા પક્ષમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની ચાવી બની રહેશે.

તાજા સમાચાર

પ્રધાનમંત્રીના દુરદર્શી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા તત્પર : RSN Singh

આપપીએન સિંહે બજેપીમાં શામેલ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને મુખ્યમંત્રી આદિનાથ યોગીની પ્રશંસા કરવા સાતે કોંગ્રેસ પર સવાલ ઉભો કરતા જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રીએ બહુ થોડા સમયમાં રાષ્ટ્રનિર્માણનું કાર્ય કર્યુ છે અને મુખ્યમંત્રી યોગીએ ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્તાની પરિસ્થિતિમાં સુધાર કર્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે આ મારા માટે એક નવી શરુઆત છે અને હું પ્રધાનમંત્રીના દુરદર્શી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રનિર્માણમાં મારું યોગદાન આપવા તત્પર છું. આ સાથે તેમણે કોંગ્રેસ પર સવાલ ઉભા કરતા કહ્યુ હતુ કે 32 વર્ષ સુધી મેં અક પાર્ટીમાં ઈમાનદારી અને લગનથી કામ કર્યુ, પરંતુ જે પાર્ટીમાં મેં આટલા વર્ષો કામ કર્યુ તે પાર્ટી હવે એ પાર્ટી નથી રહી કે નથી એ વિચારધાર રહી જ્યાં મેં શરુઆત કરી હતી.

આ પણ જુઓ :

“The Rubber Girl” અન્વી ઝાંઝરુકિયાને પ્રાધાનમંત્રીના હસ્તે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨’ એનાયત


SHARE STORY

Related posts

Student in Ukraine : ભારતીય વિદ્યાર્થીઓને કોઈ પણ હાલતમાં ખાર્કિવ છોડવા તાકીદ

Newspane24.com

Food Safety : “ફૂડ સેફ્ટિ માટે ફુડ ટેસ્ટિંગ ઓન વ્હીલ”, 22 ફુડ ટેસ્ટિંગ મોબાઈલ લેબોરેટરી વાન કાર્યરત

Newspane24.com

Sarkhej Chori : બનાવટી અમુલ ધીના 160 ડબ્બા સાથે બે આરોપીઓને ઝડપી લેતી સરખેજ પોલીસ

SAHAJANAND

આંગડિયા પેઢીના કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી લૂંટ ચલાવનારા ચાર આરોપી(Loot accused) ઝડપાયા

SAHAJANAND

Leave a Comment