27 C
Ahmedabad
September 17, 2023
NEWSPANE24
Crime News Vadodara

Teasing : યુવતીઓની છેડતી કરી ધમકી આપતા શખ્સને પાસા

Teasing
SHARE STORY

Teasing : વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતીઓની છેડતી કરી ધમકી આપતા શખ્સને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યો છે.

Teasing : શહેર પોલીસ કમિશ્નરની સુચના

Teasing
આરોપી મહંમદ જાહીદ

વડાદરા શહેર પોલીસ કમિશ્નર સમશેરસિંહ દ્વારા જાહેરમાં યુવતીઓની છેડતી કરી ગુનાહિત અસામાજીક પ્રવૃત્તિઓ આચરતા તત્વો વિરુદ્ધ કડક પગલા લેવા સુચનો કરવામાં આવ્યા હતા. જેના અંતર્ગત કાર્યવાહી કરતા વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જાહેરમાં યુવતીઓની છેડતી કરતા શખ્સને પાસા હેઠળ રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

Teasing : આરોપી વિરુદ્ધ ફરિયાદ

Teasing

વડોદરા શહેરના રોસનનગર ઈલેક્ટ્રીક લોકોશેડ, નવાયાર્ડ ખાતે રહેતો મહંમદ જાહીદ નબજુલ હસન પઠાણ(23) આ વિસ્તારમાં રહેતી અને અહીંથી પસાર થતી યુવતીઓની પાછળ આવી જાહરમાં એક્ટિવા રોકી હાથ પકડી અભદ્ર ભાષામાં ધાક-ધમકીઓ આપતો હતો. જેને લઈને વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાઈ હતી.

Teasing : આરોપીને પાસા હેઠળ ધકેલાયો

Teasing

આરોપીને પોલીસે ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ પ્રતિબંધક ધારા-1985 અને પાસાના નવા સુધારાના વટહુકમની કલમ 2(H)(2) “જાતિય સતામણી અપરાધી” પ્રમાણે કાર્યવાહી હાથ ધરી પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપ્યો છે.

Teasing : કાર્યવાહીમાં સામેલ અધિકારી-કર્મચારીઓ

વડોદરા પોલીસની આ કાર્યવાહીમાં ફતેહગંજ પોલીસ સ્ટેશન પો.ઈ. એ.બી. જાડેજા, પો.ઈ. ના રાઈટર શક્તિસિંહ નટુભા, એલ.આર.ડી. નરેશભાઈ સામંતભાઈ સહિતનો સ્ટાફ સામેલ છે.

તાજા સમાચાર

ADVERTISEMENT

દેશની કેટલીક એવી સામાજીક સમસ્યાઓ પણ છે કે જેમાં કાયદાકીય પ્રક્રિયાઓની સાથે સાથે સામાજીક જાગૃતી પણ એટલી જ જરુરી છે. જ્યાં પણ આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ નજરે ચડે ત્યાં ત્વરિત પોલીસનો સંપર્ક સાધી આવી પ્રવૃત્તિથી સમાજનો બચાવ કરી શકાય છે.

આ પણ જુઓ

Crime Branch Ahmedabad : AK-47 સહિત લોંગ રેંન્જ રાયફલના પાર્ટ બનાવતો યમનનો શખ્સ ઝડપાયો


SHARE STORY

Related posts

Students return from Ukraine : યુક્રેનથી પાછા ફરેલા 27 વિદ્યાર્થીઓનું ગાંધીનગરમાં સ્વાગત

Newspane24.com

LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા

SAHAJANAND

Ahmedabad Police : હોળી-ધુળેટી સંદર્ભે પોલીસ કમિશ્નરનું જાહેરનામું

Newspane24.com

અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ

SAHAJANAND

Leave a Comment