24 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
Gujarat News Unique

Surat Special ! જીવદયા પ્રેમીની અનોખી પહેલ : દોરીની ગૂંચ લાવો સામે ખમણ કે લોચો ફ્રી

SHARE STORY

સુરતીઓ ખાવાના અને તહેવારના શોખીન હોય છે. ત્યારે ઉત્તરાયણ પર્વ પછી ફરસાણનાં વેપારી Surat Special અનોખી સ્કીમ લાવ્યા છે. કાતીલ દોરીથી પક્ષીઓના મોત થાય છે ત્યારે દોરીની ગૂંચ લાવો અને ખમણ, લોચો ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કીમથી રસ્તાઓ અને વૃક્ષો પર પડી રહેલી દોરીના ગુંચ હટાવવા એક પ્રયત્ન શરુ કર્યો છે. 

ગ્રાહકને દોરી સામે ખમણ આપતા વેપારી

તાજા સમાચાર

કોરોનાની મહામારી વચ્ચે સુરતીઓ કોઈપણ તહેવાર હોય તેને ધૂમધામથી ઉજવતા હોય છે.  ત્યારે ઉતરાયણ પર્વ સુરતના સુરતીઓ માટે મનગમતો તહેવાર છે. 14 જાન્યુઆરીએ ઉત્તરાયણની ઉજવણી શરૂ થઈ હતી. આમ તો સુરતમાં 14 અને 15 મી તારીખે વાસી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવતી હોય છે. પણ આ વખતે 16મી તારીખે રવિવાર આવતો હોવાને લઈને સુરતીઓએ ત્રણ દિવસ સુધી પોતાના પરિવાર સાથે ધાબા પર પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ઉત્તરાયણમાં પતંગ માટે ઉપયોગમાં લેવાતો પતંગ નો દોરો આમ તો કાપવામાં જાણીતો છે. પતંગ કાપવામાં માહેર દોરી જ્યારે રસ્તાઓ પર લોકોના ગળા કપાતા હોય છે અને ઉત્તરાયણ પત્યા બાદ પતંગના દોરા ગમે ત્યાં લટકતા અથવા તો ઝાડ કે ઈલેક્ટ્રીક વાયર પર પણ લટકતા જોવા મળે છે. જેને લઇને અકસ્માતનો સૌથી વધુ ભય રહે છે. આ પ્રકારના અકસ્માતો અકસ્માત ના થાય તે માટે સુરતના એક ફરસાણના વેપારી દ્વારા એક અનોખી સ્કીમો મૂકવામાં આવી છે. 

ફરસાણનાં વેપારી ચેતન ભાઈ

શું છે સુરતીઓ માટે સ્કીમ?

સુરતીઓની સવાર આમ તો ખમણ અને લોચા થી સવારની શરૂઆત કરતા હોય છે. ત્યારે જીવ દયા પ્રેમી એવા ફરસાણના વેપારી દ્વારા 500 ગ્રામ દોરીની ગૂંચ સામે 500 ગ્રામ ખમણ ફ્રી આપવાની તેમજ 1 કિલો દોરીની ગૂંચ સાથે 1 કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રી માં આપવાની જાહેરાત કરી છે. સુરતમાં આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવાય છે. પણ આ તહેવાર પછી દોરાની ગૂંચ ગમે ત્યાં પડી રહે છે. તેના કારણે ઘણીવાર અકસ્માતો થવાની સંભાવના રહે છે. જેથી વેપારી ચેતન ભાઈએ લોકોના સહયોગથી આ ઓફર આવ્યો હતો.

આ પણ જુઓ

ગુજરાતમાં Rajdhani Express ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ, યાત્રીઓ સુરક્ષીત


SHARE STORY

Related posts

First “Digital Justice Clock” in Gujarat : ગુજરાતમાં પ્રથમ “ઈ કોર્ટ-ફી પોર્ટલ” કાર્યરત

SAHAJANAND

જુના વાહનનો નંબર રાખી શકાશે : Old vehicle number can be kept

SAHAJANAND

Offline Teaching : ધોરણ ૧ થી ૯ નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરાશે

SAHAJANAND

large quantity of liquor seized : અસલાલીમાં 11.71 લાખનો દારુનો જથ્થો ઝડપાયો

SAHAJANAND

Leave a Comment