Surat : સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષના બાળકના અપહરણ (Kidnapping) અંગેની બે દિવસ પહેલા ફરિયાદ નોંધાઈ હતી. Surat ની ડિંડોલી પોલીસે બાળક(Baby Boy) અપહરણની ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં અપહ્રૃત બાળકને શોધીને તેના પરિવારને સોંપી મહિલા આરોપીની ધરપકડ કરી હતી.

સુરત(Surat)ના ડિંડોલી પોલીસ (Dindoli Police) સ્ટેશનમાં 23 જાન્યુઆરીના રોજ ફરિયાદી આલિર ઝફર કવ્વાલે ફરીયાદ નોંધાવી હતી કે તેના રહેણાંકના મકાન ભેસ્તાન (Bhestan) આવાસ ખાતે જ્યારે પોતે હાજર ન હતો ત્યારો મોટી દિકરીને અજાણી સ્ત્રી એ જણાવ્યુ હતુ કે ”ગેટ પર તારી મમ્મી ઉભા છે અને મને તારા ભાઈ ને લેવા મોકલી છે” તેમ જણાવીને મારા 2 વર્ષીય બાળક દાનીશને ખોળાંમાં ઉપાડીને કોઈ અજાણી સ્ત્રી લઈ ગઈ છે.
ડિંડોલી પોલીસ હરકતમાં આવી
ડિંડોલી પોલીસે આ અંગે તુરંત જ એક્શનમાં આવીને તપાસ હાથ ધરી હતી. પોલીસે વિવિધ ટીમો બનાવીને વિસ્તારના સીસીટીવી (cctv) ખંગાળવા સાથે આપસાપના લોકોની પુછપરછ હાથ ધરી હતી. આ સાથે પોલીસે શહેરભરમાં વિવિધ સ્થળો પર અપહ્રૃત બાળકના પોસ્ટરો (Poster) લગાવી સોશિયલ મીડિયા (Social Media) પર પણ અપહ્રૃત બાળકનો ફોટો વાયરલ કર્યો હતો. સાથે સાથે પોલીસે પોતાના બાતમિદારો સહિત હ્યુમન ઈન્ટેલીંજેસની પણ મદદ લઈ બાળકની શોધખોળ હાથ ધરી હતી.
અપહ્રૃત બાળકને લઈ મહિલા પોતાની બહેનના ઘરે નંદુરબાર પહોંચી
ડિંડોલી પોલીસે શહેરભરમાં વિવિધ સ્થળો પોસ્ટર લગાવ્યા અને વોટસએપ પર ફોટો સાથે વાયરલ કર્યા હતા. દરમ્યાન આરોપી મહિલા પોતાની બહેનના ઘરે નંદુરબાર (Nandurbar) પહોંચી ગાઈ હતી. જોકે સુરત પોલીસે સરહદી વિસ્તારમાં પોસેટર લગાવ્યા હતા. ફોટો વાયરલ થતા આરોપી મહિલા રૂબિના અપહ્રત બાલકને લઈને લિંબાયત વિસ્તારમાં આવી પહોંચી હતી. પોલીસના સ્ટ્રોંગ ઈન્ફોરમેશન નેટવર્કના કારણે ફોટો વાળી મહિલા અને બાળકની માહિતી પોલીસ સુધી પહોંચી હતી. પોલીસે ત્વરિત એક્શનમાં આવી માહિતીની જગ્યા પર તપાસ હાથ ધરતા અપહ્રૃત બાળક સાથે મહિલા આરોપી મળી આવી હતી.

72 કલાકમાં ડિંડોલી પોલીસે બાળક અને આરોપી મહિલાને શોધી
Surat માં બાળકોના અપહરણ અને અપહરણ બાદ તેમની સાથે દુષ્કર્મ અને હત્યા થવાના બનાવો છેલ્લા કેટલાક સમયથી વધી ગયા છે. છેલ્લા 4 મહિનામાં Surat પોલીસે દુષ્કર્મ બાદ હત્યાના 3 જેટલા કેસમાં દાખલો બેસાડે તેવી કલમો લગાવી પુરાવા એકઠા કરી કોર્ટને સોંપ્યા છે. સાથે સાથે કોર્ટે પણ દાખલો બેસે તેવા ઝડપી ચુકાદા આપ્યા છે. ત્યારે બાળકના અપહરણની ફરીયાદ મળતા ડિંડોલી પોલીસે (Dindoli Police) અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. બાળક તસ્કરી એંગલને ધ્યાનમાં રાખી રેલ્વે સ્ટેશન, બસ સ્ટોપ, સ્લમ વિસ્તારોમાં પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફુટેજ ખંગાળી સીસીટીવી ફુટેજમાં મહિલાનો ચહેરો સ્પષ્ટ થયા બાદ હ્ચુમન ઈન્ટેલિજન્સ દ્વારા આરોપીનું લોકેશન મેળવી 72 કલાકના ટુંકા સમયગાળામાં મહિલા આરોપી રુબીનાને ઝડપી લીધી હતી. પોલીસે સમગ્ર કેસ માત્ર 72 કલાકમાં સોલ્વ કરીને રાહતનો શ્વાસ લીધો હતો.
મહિલાએ કેમ કર્યું અપહરણ ..?
આરોપી મહિલા રૂબીનાએ અપહરણ (Kidnnaping) કેમ કર્યું તે અંગે પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું કે પોતાની બહેનને બાળક ન હોવાથી તે બાળકની શોધમાં હતી. ત્યારે જાણકારી મળી કે ભેસ્તાનમાં રહેનાર પરિવારમાં પિતા જેલમાં છે જ્યારે બાળક ફક્ત બે વર્ષનું છે. આ અંગે બાળકના ઘરે અને ફ્લેટમાં રેકી કર્યા બાદ તેણે અપહરણનો પ્લાન બનાવ્યો હતુ. પ્લાન પ્રમાણે ઘરમાં રહેલી મોટી બાળકીને કહ્યુ કે તેના મમ્મી બાળકને ગેટ પર બોલાવે છે તેમ કહીને બાળકને ઉઠાવીને ભાગી ગઈ હતી. પોતાની નંદુરબાર ખાતે રહેતી બહેનના ત્યા બાળકને લઈ ગયા બાદ રુબીનાને પોલીસની સક્રીયતા વધી હોવોનું જાણવા મળતા તેણે લિંબાયત ખાતે રહેતી પોતાની બહેનપણીને ત્યા બાળકને સંતાડ્યો હતો.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
પરિવારે પોલીસનો આભાર માન્યો
બે વર્ષીય દાનીશને પોલીસે 72 કલાકમાં જ શોધી કાઢતા બાળકના પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ હતી અને તેમણે ડિડોલી પોલીસના ઈન્સપેક્ટર એમ. એલ. સાલુકે, પીએસઆઈ કે. બી. દેસાઈ, શી-ટીમ સહિત સમગ્ર ટીમને આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ જુઓ
Surat Rape : સુરતમાં વધુ એક સગીરા ગેંગરેપનો શિકાર બનતા ચકચાર