27 C
Ahmedabad
September 26, 2023
NEWSPANE24
Gujarat News

Sujalam Suflam : ગાંધીનગરના કોલવડાથી સુજલામ-સુફલામ જળ અભિયાન પાંચમાં તબક્કાનો પ્રારંભ

Sujalam Suflam
SHARE STORY

Sujalam Suflam : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોલવડાથી સુજલામ-સુફલામ જળ અભિયાન પાંચમાં તબક્કાનો પ્રારંભ કરાવતા કોલવડા ગામ તળાવને ઉંડુ કરવાની શરુઆત કરી હતી.

Sujalam Suflam : ગુજરાત વોટર ડેફિસીટ રાજ્યમાંથી વોટર સરપ્લસ રાજ્ય

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનશક્તિ સાથે જળશક્તિને જોડી સિંચનજળ, સંચયજળની વ્યવસ્થા દ્વારા ગુજરાત રાજ્યને વોટર ડેફિસીટ રાજ્યમાંથી વોટર સરપ્લસ રાજ્ય બનાવી દીધુ છે.

Sujalam Suflam

-: મુખ્યમંત્રી :-

  • આપણે વિજળી-પાણીના બચાવ થકી દેશ સેવા કરીએ
  • જળ આત્મનિર્ભરતા થકી આત્મનિર્ભર ગુજરાતનું નિર્માણ કરી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરીએ
  • ગુજરાતમાં પાણીની સમસ્યાઓના નિવારણ અંગે ગુજરાત સરકરા પ્રતિબદ્ધ છે
  • “પર ડ્રોપ-મોર ક્રોપ”નો સિદ્ધાંત અપનાવવા સાથે રાસાયણિક ખાતરથી મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતીમાતાને “સુજલામ સુફલામ” બનાવવા તરફ આગળ વધીએ
Sujalam Suflam

Sujalam Suflam : સુજલામ સુફલામ યોજના થકી માનવી સહિત પશુ-પંખી સૌ જીવોને પુરતુ પાણી મળશે

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે સુજલામ સુફલામ યોજના સહરિત બોરીબંધ, ચેકડેમ, નર્મદા કેનાલ નેટવર્ક, જળસંચય, જળસંગ્રહ અને જળ સિંચન દ્વારા રાજ્યના ભૂગર્ભજળના સ્તરોને ઉચા લાવવામાં સફળતા મળી છે અને ખેડુતોના ખેતર સુધી પાણી પહોંચી શક્યુ છે. સુજલામ સુફલામ જેવી યોજનાઓના કારણે માત્ર માનવીને જ નહીં પરંતુ પશુ-પંખી સૌ જીવોને પુરતુ પાણી મળશે.

Sujalam Suflam

Sujalam Suflam : જળ આત્મનિર્ભરતા થકી આત્મનિર્ભર ગુજરાત

તેમણે દરેક ઘરને નલ સે જલની યોજનાને 100 સાર્થક કરવાની નેમ સાથે વધુમાં જણાવ્યુ હતુ કે લોકોને પાણીની સમસ્યા ન રહે તે માટે સતત સજાગ સરકાર નલ સે જલ ના અભિયાનમાં પણ મોખરે રહેશે. તેમણે લોકોને આવાહન કર્યુ હતુ કે પાણી અને વીજળી બચાવી આપણે દેશ સેવાની સાથે સાથે જળ આત્મનિર્ભરતા થકી આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરી શકીએ છીએ.

આ પણ જુઓ

Namo in Gujarat : ગુજરાત રાષ્ટ્રને નવી દિશા ચીંધવા સમર્થ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાણીની મહત્વતા દર્શાવતા ઉમેર્યુ હતુ કે પાણી એ પરમેશ્વરનો પ્રસાદ છે અને ભગવાન મહાવીર દ્વારા પાણીનો ઘી ની જેમ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવેલી છે ત્યારે આપણે સૌ પાણીનો વ્યય અટકાવીએ અને જળસંચય કરીએ તે સમયની માંગ છે.

તાજા સમાચાર

ADVERTISEMENT

SHARE STORY

Related posts

IPL 2022 : ચેન્નાઈ સુપરકિંગ્સ પ્રેક્ટિસ માટે સુરતમાં

Newspane24.com

Boris Johnson : બ્રિટિશ પ્રધાનમંત્રીની ગાંધી આશ્રમ મુલાકાત

Newspane24.com

અભિનેતા સોનુ સુદ(Sonu Sood)ની બહેન માલવિકાએ પકડ્યો કોંગ્રેસનો હાથ

SAHAJANAND

Corona : ગુજરાતમાં કોરોના ઘટ્યો : નવા 245 કેસ : 5 ના મોત

SAHAJANAND

Leave a Comment