24 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
Nation Gujarat News

Students return from Ukraine : યુક્રેનથી પાછા ફરેલા 27 વિદ્યાર્થીઓનું ગાંધીનગરમાં સ્વાગત

Students return from Ukraine
SHARE STORY

Students return from Ukraine : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલા દ્વારા યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પાછા ફરેલા વિદ્યાર્થીઓનું ગાંધીનગરમાં ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ.

યક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓના જીવન જોખમમાં મુકાઈ જતાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો સહિત સમાગ્ર દેશના લોકો ચિંતીત બન્યા છે. જોકે ભારત સરકારની વિદેશનીતિ અને ઈચ્છાશક્તિને પરિણામે રશિયા, યક્રેન સહિતના દેશો સાથે સંકલન સાધી વિદ્યાર્થીઓને પાછા લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે.

Students return from Ukraine

StudStudents return from Ukraine : નાગરિકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી પાછા લાવવા સરકાર માટે મુશ્કેલ કાર્ય

સામાન્ય રીતે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધ સાથે સંકળાયેલા દેશો યુદ્ધ સિવાયની બાબતો પર પુરતુ ધ્યાન આપી શકતા નથી, વળી યુદ્ધના સમયમાં સંજોગો અનુસાર વ્યાપેલી અરાજકતા અને સતત બદલાતી પરિસ્થિતિ દરેક પ્રકારના ટ્રાન્સપોર્ટેશન માટે પ્રતિકુળ વાતાવરણ ઉભુ કરે છે. એવામાં નાગરિકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પાછા લાવવા દરેક સરકાર માટે એક મુશ્કેલ કાર્ય બની રહે છે.

StudStudents return from Ukraine : અમેરિકા, બ્રિટન અને ચાઈના જેવા વિકસિત દેશોએ હાથ ઉપર કર્યા

જ્યારે અમેરિકા, બ્રિટન અને ચાઈના જેવા વિકસિત દેશો પોતના નાગરિકોને હેમખેમ પાછા લાવવા બાબતે હાથ ઉપર કરી ચૂક્યા છે ત્યારે ભારત સરકારના યથાર્થ પ્રયતનો થકી ભારતીય વિદ્યાર્થીઓ પોતના વતન સુરક્ષિત પાછા ફરી રહ્યા છે. યુદ્ધગ્રસ્ત માહોલમાં કેટલાક પ્રકારની મુશ્કેલીઓ અનિવાર્ય હોય છે અને ગમેતેટલા પ્રયત્નો બાદ પણ તેને ટાળી શકાતી નથી. જોકે ભારત સરાકરે સમય રહેતા યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને આસપાસના દેશો સાથે મંત્રણા કરી ભારત પાછા લાવવાનો રસ્તો કાઢી લીધો છે અને તબક્કાવાર વિદ્યાર્થીઓને પાછા લાવાઈ રહ્યા છે.

StudStudents return from Ukraine : ભારત સરકારનું “ઓપસેશન ગંગા”

Students return from Ukraine

આવા યુદ્ધના સમયમાં પણ ભારત સરકાર દ્વારા યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા માટેનું ઓપરેશન ગંગા ચાલુ રાખવામાં આવ્યુ છે. જેના અંતર્ગત કિરણ રિજિજુ, જનરલ વી.કે. સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને હરદિપસિંહ પુરી સહિતના નેતાઓ હંગેરી, પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા જેવા યુક્રેન બોર્ડરના દેશોમાં જઈ ફાસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા માટે ભરપુર પ્રયાસ કરી રહ્યા છે.

Students return from Ukraine : ભારત સરકાર દ્વારા જાનયુઆરીના અંતમાં યુક્રેનમાંથી પાછા ફરવા અંગે ચેતાવણી આપવામાં આવી હતી. તે વખતે કેટલાક વિદ્યાર્થીઓએ સ્વદેશ પાછા ફરવાને બદલે પોતના અભ્યાસક્રમ, તેના સાથે સંકળાયેલ ખર્ચે વગેરે જેવી બાબતોનું જાતે મુલ્યાંકન કરી યુધ્ધની સ્થિતિની સામે ત્યાં રોકાઈ રહેવાના વિકલ્પને પસંદ કર્યો હતો.

તે સમયે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પરિસ્થિતિનું જાતે મુલ્યાંકન કરવાને બદલે સરકાર દ્વારા કરાયેલા નિર્દેશોને વધુ મહત્વ આપવું જોઈતુ હતુ. વાત અહીં વિદ્યાર્થીઓનો કે વાલીઓનો વાંક કાઢવાની નથી. પરંતુ એ સ્પષ્ટ કરવાની છે કે વિદ્યાર્થીઓ કે વાલીઓની સરખામણીમાં સરકાર પાસે યુદ્ધની પરિસ્થિતિનું મુલ્યાંકન કરવા માટે અનેકગણા મોટા સંસાધનો અને સંસ્થાઓ હોય છે. એટલે કે જ્યારે યુદ્ધની પરિસ્થિતિમાં કોઈ પણ નિર્ણય કરવાનો હોય ત્યારે વ્યક્તિગત નિર્ણય કરતા સરકાર દ્વારા જાહેર કરાયેલ નીતિઓ વધારે સક્ષમ અને સુરક્ષિત હોય છે.

StudStudents return from Ukraine : ગાંધીનગર ખાતે પાછા ફરેલા વિદ્યાર્થીઓ-વાલીઓને મળ્યા મુખ્યમંત્રી

Students return from Ukraine

ભારત સરકાર દવારા સ્વદેશ પરત લવાઈ રહેલા વિદ્યારથીઓને ગાંધીનગર ખાતે આવકારવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વહેલી સવારે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વાતચીત કરી સાંત્વના પાઠવી હતી. આ સમયે વાલીઓ અને સહીસલામત પાછા ફરેલા વિદ્યાર્થીઓ એકબીજાને હર્ષના આંસુ સાથે ભેટી પડતા લાગણીસભર દ્રષ્યો સર્જાયા હતા.

StudStudents return from Ukraine : ભારતીય નાગરિકોને પાછા લાવવામાં ભારત સરકાર દ્વારા કોઈ કસર રાખવામાં નહીં આવે : જીતુ વાધાણી

આ પ્રસંગે ગુજરાના શિક્ષણ મંત્રી અને પ્રવક્તા જીતુભાઈ વાધાણીએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કૂટનીતિ અને વિદેશનીતિને પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની સ્વદેશ વાપસી યુદ્ધગ્રસ્ત દેશો રશિયા અને યુક્રેઇન સાથે વાતચીત દ્વારા શક્ય બની છે. પરિણામે આપણે આપણા વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવી શક્યા છીએ. વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને પાછા સ્વદેશ લાવવામાં ભારત સરકાર દ્વારા કોઈ કસર રાખવામાં નહીં આવે.

Students return from Ukraine

તમામ બાકી રહેલા વિદ્યાર્થીઓ અને નાગરિકોને સ્વદેશ પાછા લાવવાની પૂર્ણ વ્યવસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે, જેથી તમામ વિદ્યાર્થીઓ અને નાગરિકો એમ્બેસી દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે અને હાથ જ્યાં છે ત્યાં જ રહે. હાલ યુક્રેનના વેસ્ટન પાર્ટમાંથી વિદ્યાર્થીઓ અને નાગરિકો નીકળી શકે છે. ત્યારે બંને દેશોમાં ભારતનો ધ્વજ બતાવી પ્રવેશ અપાઈ રહ્યો છે જે ભારતના સામર્થ્ય અને વૈશ્વિક આળખને કારણે શક્ય બની રહ્યુ છે.

યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને પોતાના વતન રવાના કરતાં જીતુભાઈ વાધાણીએ જણાવ્યુ હતુ કે સ્વદેશ પરત ફરેલા વિદ્યાર્થીઓને તેમના વતનસુધી સુખરુપ વિના વિઘ્ને પહોંચાડવાની પુર્ણ વ્યવસ્થા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ વાલીઓને દિલ્હી-મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ પર લેવા જવાની ચિંતામાંથી મુક્ત કર્યા છે.

StudStudents return from Ukraine : પ્રધાનમંત્રીના દિશાનિર્દેશમાં નાગરિકોને સ્વદેશ લાવવા પ્રયાસો

તેમણે યુક્રેનમાં રહી ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓને હૈયાધારણા આપતા જણાવ્યુ હતુ કે જે પણ વિદ્યાર્થીઓ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફાસાયેલા છે તેમને સ્વદેશ પાછા લાવવા માટે સરકાર દ્વારા સક્ષમ પ્રયત્નો હાથ ધરાયા છે. યુક્રેન અને તેની આસપાસના દેશોમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવાની કામગીરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશનમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. 

શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતુ કે આજે દિલ્હીથી પરત ફરેલા 27 વિદ્યાર્થીઓમાં અમદાવાદ, ગાંધીનગર, ભરુચ, વડોદરા, સુરત, વલસાડ, સોમનાથ, ગીર, અમરેલી અને સુરેન્દ્રનગર જીલ્લાના વિદ્યાર્થીઓ છે. મંત્રીશ્રીએ આ દરેક વિદ્યાર્થીના વાલી સાથે વાતચીત કરી તેમને સાંત્વના પાઠવી હતી.

તાજા સમાચાર

StudStudents return from Ukraine : કંટ્રોલ રુમના નંબર

આ સાથે તેમણે MEA દ્વારા શરુ કરાયેલા કંટ્રોલ રુમના નંબર 1800 118 797 ઉપરાંત +91 11 230 12 113, +91 11 230 14104, +91 11 230 17905, +91 11 230 88 124(FAX),નો સંપર્ક કરવા વાલીઓ-વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો છે. આ સાથે યુક્રેન, હંગેરી, પોલેન્ડ, સોવલક રીપબ્લિક અને રોમાનિયા ખાતે પણ કંટ્રોલ રુમ સ્થાપિત કરીને હેલ્પલાઈન નંબરો કાર્યરત કરવામાં આવ્યા છે.

આ પણ જુઓ

Poor welfare fair : ગરીબ કલ્યાણ મેળામાં 1,732 લાભાર્થીઓને 3.40 કરોડના સાધનો-સહાય

Advertisement

SHARE STORY

Related posts

Dhandhuka Murder : ફેસબુક પર ધાર્મિક લાગણી દુભવતા વીડિયો મુકવા બાબતે યુવકની ગોળી મારી હત્યા

SAHAJANAND

Ahmedabad Police : અમદાવાદ પોલીસની આજની કાર્યવાહી

SAHAJANAND

Chandkheda chori : ચાંદખેડામાં સોનીની 2 દુકાનોમાં બાકોરૂ પાડી ચોરીકરનાર ગેંગને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

SAHAJANAND

Dakor Poonam : અમદાવાદ-ડાકોર ભક્તિમાર્ગ પર ભંડારાને મંજૂરી

Newspane24.com

Leave a Comment