24 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
Gujarat News

strictly follow corona controls : રાજ્ય પોલીસ વડાએ કોરોના નિયંત્રણના ચુસ્ત પાલન અગે પોલીસને આપ્યા આદેશ

SHARE STORY

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને લઈને (strictly follow corona controls) રાજ્ય પોલીસ વડાએ કોરોના(Corona) નિયંત્રણના ચુસ્ત પાલન અગે પોલીસ વિભાગને આદેશ આપ્યા છે. આ સાથે રાજ્ય સરકારે કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાહાલની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ કોરોના નિયંત્રણો અંગેની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. 

strictly follow corona controls

ડીજીપી દ્વારા કોરોના અંગેના એક્શન પ્લાનનો ચુસ્ત અમલ કરવા સુચના

જેના અંતર્ગત રાત્રી કર્ફ્યુમાં રાજ્યના અન્ય શહેરોની જોડવા સહિતના અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. 22 જાન્યુઆરી 2022 થી 29 જાન્યુઆરી 2022 સુધી રાજ્યના 8 મહાનગરો જેમાં અમદાવાદ શહેર, વડાદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, જામનાગર શહેર, ભાવનગર શહેર, જુનાગઢ શહેર અને ગાંધિનગર શહેર સહિત વધારાના 19 શહેરોમાં રાત્રે 10.00 વાગેથી સવારના 6.00 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્યના પોલીસ વડા ડી.જી.પી. આશીષ ભાટિયાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ યોજી કોરોના (Corona) અંગેના એક્શન પ્લાનનો ચુસ્ત અમલ કરવા સુચના આપી છે.

નિયમોનો ભંગ કરનાર પર ગુજરાત એપિડેેમીક ડીઝીસ એક્ટ અંતર્ગત કાર્યવાહી

strictly follow corona controls

પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ કોન્ફરન્સમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ કોરોના અંગેની તમામ એસઓપીનું પાલન કરાવવા અશરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. જેના અંતર્ગત પહેલા સમજાવટથી કરફ્યુના પલન અંગે જાગૃતિ અને સમજાવટથી કામ લેવા અને અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ નાગરિક સાથે માનવીય અભિગમ દાખવવા જણાવાયુ છે. આ સાથે જ્યાં જરુરી લાગે ત્યાં વિવિધ વેપારી સંગઠનો, આગેવાનો, સ્થાનિક હોદ્દેદારો, શાંતિ સમિતિ વગેરેની સહાયથી નાગરિકો સ્વયંભૂ કર્ફ્યુ પાલન કરે તે માટે પ્રયાસ  કરવા પોલીસને જણાવાયુ છે. રાજ્યના તમામ જિલ્લાો અને શહેરોમાં સામાજીક દુરી, માસ્ક અંગે જાગરુકતા, માસ્ક ન પહેરનાર કે નિયમોનો ભંગ કરનાર પર ગુજરાત એપિડેેમીક ડીઝીસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડાએ ભારમુકતા તમામ અધિકારીઓને સુચનો કર્યા છે.

પેટ્રોલિંગ અને વિશેષ પોલીસ બંદોબસ્ત રાખી કોરોના અંગેના નિયંત્રણોનું ચુસ્ત પાનલ

 

strictly follow corona controls

કોરોના (Corona) ના વધતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા મુકાયેલા નિયંત્રણો પ્રમાણે લારી, ગલ્લા, શાક માર્કેટ, શોપિંગ કોમ્પલેક્ષ, હેર કટિંગ સલૂન, સાપ્તાહિક ગુજરી બજારો, સ્પા સેન્ટરો, બ્યુટી પાર્લરો સહિતની અન્ય વ્યાપારિક ગતિવિધિઓ પર નજર રાખવા સાથે પેટ્રોલિંગ અને વિશેષ પોલીસ બંદોબસ્ત રાખી કોરોના અંગેના નિયંત્રણોનું ચુસ્ત પાનલ (strictly follow corona controls) કરાવવામાં આવશે. કોઈપણ પ્રકારના સામાજીક રાજકીય કે ધાર્મિક સહિત લગ્ન-પ્રસંગના મેળાવડાઓમાં ખુલ્લામાં 150 અને બંધ સ્થળે ક્ષમતાના 50% સુધી(મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદા)ના વ્યક્તિઓની હાજરી અંગેના નિયંત્રણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે. અંતિમ ક્રિયા કે દફનવિધિમાં સો(100) વ્યક્તિઓ અંગેના નિયંત્રણનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે. શાળા-કોલેજો સહિતની શિક્ષણ સંસ્થાઓમાં તેમજ સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવાની શરતે અને નક્કી કરેલ એસઓપી સાથે યોજી શકાશે. આ સાથે જ્યાં પણ કોરોના નિયંત્રણ અંગેની સરકારની ગાઇડ લાઇનનો ભંગ થતો જણાય તો તાત્કાલીક કાયદેસર કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડાએ સૂચના આપી છે.

ગત સપ્તાહે લોકો પાસેથી રૂ 2.56 કરોડનો દંડ વસુલવામાં આવ્યો

Corona SOP

રાજ્ય પોલીસ વડાની સુચનાઓ અંતર્ગત રાજ્યના પોલીસ વિભાગ દ્વારા 15 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી 2022 સુધી કોરોના સંક્રમણની એસઓપીનુ પાલન (strictly follow corona controls) કરવવા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. જેમાં ગત સપ્તાહમાં જાહેરનામા ભંગના 3,830 ગુના દાખલ કરાયા છે અને 3,206 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જાહેરમાં થુંકવા અને માસક ન પહેરવા માટે 25,745 લોકો પાસેથી રૂ 2.56 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. આ સાથે મોટર વ્હીકલ એક્ટ-207ની જોગવાઈઓના ભંગ બદલ 3,142 જેટલા વહનો જપ્ત કરાયા છે.

તાજા સમાચાર

1,57,568 કર્મચારીઓને વેક્સિનેશનના બંન્ને ડોઝ આપી દેવાયા

strictly follow corona controls

પોલીસ વિભાગના અધિકારીઓને Corona સંક્રમણથી સુરક્ષિત રાખવા(strictly follow corona controls) અત્યાર સુધીમાં અધિકારીઓ, કર્મચારીઓ, ટીઆરબી, હોમગાર્ડ અને જેલ વિભાગના ક્રર્મચારીઓ મળી 1,57,568 કર્મચારીઓને વેક્સિનેશનના બંન્ને ડોઝ આપી દેવાયા છે. આ સાથે જે પોલીસ કર્મયારીઓ કત્રીજા ડોઝ માટે લાયક છે તેમને પ્રિકોશન ડોઝ આપવા તમામ એકમોના વડાઓને સુચિત કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત 17 થી 20 જાન્યુઆરી 2022 સુધીમાં કુલ 35,550 કર્મચારીઓને વેક્સિનેશનનો પ્રિકોશન ડોજ અપાઈ ચુક્યો છે. આ સાથે રાજ્યના પોલીસ કર્મીઓને ઉકાળા,સ્ટિમ, પ્રિવેન્ટિવ મેડીસીન લેવા, પ્રાણાયામ અને કસરતથી ઈમ્યુનિટી વધારવા અંગે જાગૃત કરવા સુચનો કરાયા છે. છતાં જો કોઈ પોલીસકર્મી કે તેના પરિવારનો સદસ્ય સંક્રમિત થાય તો Tele-medicine & Tele-Health Care ની સુવિધા, મોબાઈલ ફોન એપ્લિકેશન તથા આરોગ્ય કર્મચારી સાથે વાત કરી શકાય તે અંગેની 24 કલાક ચાલતી સુવિધા ઉપલબ્ધ કરાવવા અને વિડિયો કોલ પર માર્ગદર્શન મેળવવા હેલ્પલાઈન નંબરો પણ ઉપલબ્ધ કરાવાયા છે.

આ પણ જુઓ

વડોદરા પોલીસની શી-ટીમ(She Team) દ્વારા દારુના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓનું પુનઃ સ્થાપન : પ્રશંસનીય પ્રયોગ


SHARE STORY

Related posts

Habitual thief : એક દિવસમાં 3 ચોરી કરનાર બે રીઢા ગુનેગારોને ઝડપી લઈ 5 ગુનાના ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાન્ચ

SAHAJANAND

Ahmedabad Police : 3 જાન્યુઆરી દરમ્યાન અમદાવાદ પોલીસની કાર્યવાહી

SAHAJANAND

Corona : ગુજરાતમાં નવા 6,679 કેસ : 35 ના મોત

SAHAJANAND

Vadodara Murder : હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચ

Newspane24.com

Leave a Comment