Stress free Exam : રાજ્ય સરકાર દ્વારા SSC-HSC વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈ પરીક્ષા આપે તે માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે વિડીયો કોન્ફરનસિંગ દ્વારા યોજાયેલી પરીક્ષા અંગેની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્ય માં માર્ચ-2022માં યોજાનારી HSC-SSC બોર્ડની પરીક્ષામાં ભાગ લેનારા લાખો વિદ્યાર્થીઓ તનાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

Stress free Exam : રાજ્ય સરકાર દ્વારા કરાયેલ વ્યવસ્થા
- માર્ચ-૨૦૨૨માં ધો.૧૦ અને ૧૨માં કુલ ૧૪.૯૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
- ગેરરીતિ અટકાવવા તમામ ૧૬૨૫ પરીક્ષા કેન્દ્રો CCTV સહિતની વ્યવસ્થાથી સજજ
- રાજ્યના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર પુરતી સુરક્ષા વ્યવસ્થા કરાઇ
- પરીક્ષામાં ગેરરીતિ કરનાર વ્યક્તિને કડકમાં કડક સજા કરાશે
- વિદ્યાર્થીઓને તણાવમુ્ક્ત રાખવા ‘‘જીવન આસ્થા હેલ્પલાઇન’’નો વ્યાપ વધારાશે
- કોરોના બાદ પ્રથમવાર યોજાનાર પરીક્ષામાં બોર્ડ દ્વારા ૩૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે
- પેપર ફુટવાની ખોટી અફવાઓ સામે કડક કાર્યવાહી
- આંતરિયાળ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની વ્યવસ્થા
Stress free Exam : કોરોના બાદ કુલ 14,98,430 વિદ્યાર્થીઓ ક્લાસરુમની અંદર બોર્ડની પરીક્ષામાં ભાગ લેશે

શિક્ષણમંત્રીના જણાવ્યા પ્રમાણે 28 માર્ચથી શરૂ થતી ધો. 10-12ની પરીક્ષામાં 958 કેન્દ્ર પર 9,64 ,529 બાળકો પરીક્ષા આપવાના છે. વિજ્ઞાન પ્રવાહ ધો.-12માં 140 કેન્દ્ર પર 1,08,067 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે. જ્યારે 28 માર્ચથી શરુ થનારી ધો.-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 527 કેન્દ્ર પર 4,25,834 વિદ્યાર્થીઓ ભાગ લેશે. આમ સમગ્ર રાજ્યમાં કોરોના બાદ કુલ 14,98,430 વિદ્યાર્થીઓ ક્લાસરુમની અંદર બોર્ડની પરીક્ષામાં ભાગ લેશે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
Stress free Exam : શિક્ષણમંત્રી જીતુભાઈ વાધાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી
શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ સુરક્ષિત અને મુક્ત વાતાવરણમાં પરીક્ષામાં ભાગ લઈ શકે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સાથે તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તિર્ણ થવા અંગે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ પણ જુઓ
