Stray Cattle : વકરતી જતી રખડતા ઢોરની સમસ્યાને લઈને વડોદરા શહેરમાં રખડતા ઢોરના માલીકો પર પાસા જેવા કડક પગલા લેવામાં આવશે.

Stray Cattle : કોર્ટની ટકોર છતાં સમસ્યા જ્યાં ની ત્યાં
રસ્તા પર રખડતા ઢોર ગંદકીથી લઈને નાની મોટી ટ્રાફિકની મુશ્કેલીઓ વધારવા સાથે ક્યારેક માનવીય જીવન પર જોખમ સાબિત થતા હોવાના અનેક દાખલા છે. સંબંધિત વિભાગના અધિકારીઓની અકર્મણ્યતા, ભ્રષ્ટાચાર કે ઢોર માલિકોની દાદાગીરી સહિતના અનેક કારણે આની પાછળ રહેલા છે, નામદાર કોર્ટ દ્વારા પણ આ મુદ્દે વારંવાર ટકોર કરવામાં આવી હોવા છતાં પણ આ સમસ્યાનું કાયમી નિવારણ હજી સુધી ગુજરાતમાં શક્ય બન્યુ નથી.

Stray Cattle : પોલીસની ઢોરના માલિકો સાથે મિટિંગ

આ સમસ્યાને લઈને મદદનીશ પોલીસ કમિશનર ‘ઇ’ ડિવિઝન વડોદરાની સૂચના મુજબ 6 ડીસેમ્બર ૨૦૨૧ના રોજ ફ્રીડમ પોલીસ ચોકી ખાતે પાણીગેટ તેમજ વાડી પો. સ્ટે. વિસ્તારમાં રહેતા પશુ પાલકોની મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પોલીસ કમિશનર દ્વારા રખડતાં ઢોર બાબતે આપેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન મુજબ પશુપાલકોને તેઓના પાલતુ ઢોર રસ્તે રખડતાં મૂકવા નહિ. જો આવા કોઈ રસ્તે રખડતાં ઢોર મળી આવશે તો માલીંક વિરૂદ્ધમાં પાસા જેવા કડક પગલાં લેવામાં આવશે. આ મિટીંગમાં આ પ્રકારની સુચના સાથે માલિકોને રખડતા ઢોરથી થતા નુકશાન બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા.

તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આ પણ જુઓ
Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ